Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : After two or three men promised to marry me and enjoyed physical pleasure with me, I...

Sahiyar/ સહિયર સમીક્ષા: બે-ત્રણ પુરુષોએ વિવાહનું વચન આપી મારી સાથે શરીર સુખ માણ્યા પછી મને....

Timeછેલ્લું અપડેટ : 10 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar/ સહિયર સમીક્ષા: બે-ત્રણ પુરુષોએ વિવાહનું વચન આપી મારી સાથે શરીર સુખ માણ્યા પછી મને....
સોર્સ : GSTV

- નયના

App Store

પ્રશ્ન: હું ૩૬ વર્ષની છું. બેંકમાં સારી પોસ્ટ પર નોકરી કરું છું. બે વર્ષથી પતિથી છૂટી રહું છું. બેંકમાં આવતા-જતા પુરુષો સાથે મૈત્રી બંધાઇ અને તેમાના બે-ત્રણ પુરુષોએ વિવાહનું વચન આપી મારી સાથે શરીર સુખ માણ્યા પછી મને છોડી દીધી. મારા પતિને આ વાતની જાણ થતા તેમણે પણ મને છોડી દીધી. મને કોઇએ અપનાવી નહીં. હવે મારે શું કરવું એ સમજાવવા વિનંતી. (એક મહિલા)

એકલી સ્ત્રીઓને જોઇ પુરુષો તેનો ગેરલાભ લેવાનો પ્રયાસ કરે છે. તમારી નબળાઇ જાણી તેમણે તમારો લાભ લીધો. તમે પતિથી કેમ અલગ રહેતા હતા? શું તમારા છૂટાછેડા થઇ ગયા હતા. આ બાબતે તમે કોઇ ખુલાસો કર્યો નથી. તમારે બીજા પુરુષોને તાબે ન થતા તમારા પતિ સાથે સમાધાન કરવું જોઇતું હતું. જે થયું તે થઇ ગયું હવે ઢોળાયેલા દૂધ પર આંસુ સારી બેસી રહેવાનો કોઇ અર્થ નથી. પતિ સાથે છૂટાછેડા થઇ ગયા હોય તો મમ્મી-પપ્પાની મદદ લઇ તમારે લાયક કોઇ પુરુષ શોધીને પરણી જાવ. ભૂતકાળની ભૂલનું પુનરાવર્તન ન થાય એ વાતની ખાતરી રાખો. પતિ સાથે છૂટાછેડા ન લીધા હોય તો તેમની માફી માગી આવી ભૂલ નહીં થાય એની ખાતરી આપી સમાધાન કરી લો. અસુરક્ષિત સેક્સ અને વધુ લોકો સાથેનો સેક્સ સંબંધો એઇડ્સ જેવા રોગને આમંત્રણ આપે છે. એ તો તમે જાણતા જ હશો.  આથી હાથે કરીને તમારા પગ પર કુહાડો મારવાની ભૂલ કરો નહીં.

પ્રશ્ન: હું ગર્ભવતી છું. મને સાત મહિના થયા છે. મારા પગ અને એડીઓ તેમજ ચહેરા પર સોજા ચઢે છે. સાંજને સમયે આ તકલીફ વધુ રહે છે. આ ઉપરાંત મારું વજન પણ વધ્યું છે. મારે શું કરવું તે જણાવવા વિનંતી. એક મહિલા (અમદાવાદ)

ગર્ભાવસ્થાના છેવટના સપ્તાહો દરમિયાન પગ અને એડીઓમાં સોજા ચઢવા સામાન્ય છે. આમ છતાં પણ તમારે તમારા ગાયનેકોલોજીસ્ટની સલાહ લેવાની જરૂર છે. સાથે-સાથે  તમારા વજનનો પણ રેકોર્ડ રાખો. આ દિવસો દરમિયાન પ્રીક્લેમ્પ્સયા જેવી તકલીફને કારણે બ્લડ પ્રેશર વધી જાય છે. તેમજ યુરીનમાં એબ્લ્યુમિન જાય છે. આ બધી શંકાઓ દૂર કરવા તમારે તમારા ગાયનેકોલોજીસ્ટનો સંઘર્ષ સાધવાની જરૂર છે.

પ્રશ્ન: હું સાધારણ દેખાવની યુવતી છું. હું એક હેન્ડસમ યુવાનનાં  પ્રેમમાં છું. તે ઘણો પ્રેમાળ છે અને દેખાવે હું તેનાથી ઊતરતી છુ એ વાતનો એણે ક્યારે પણ ઉલ્લેખ કર્યો નથી. પરંતુ કેટલાક દિવસોપૂર્વે એણે મને કહ્યું કે તેના માતા-પિતાને લાગે છે કે હું તેને લાયક નથી આથી એણે મારી સાથે લગ્ન કરવાનો ઇરાદો માંડી વાળવો જોઇએ. આ કારણે મને ઘણું દુ:ખ થયું છે. તેના વિના હું જીવી શકું તેમ નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. એક યુવતી (મુંબઇ)

એના પરિવારના વિરોધ છતાં પણ તમારો પ્રેમી તેના નિર્ણયમાં મક્કમ રહેશે તો કોઇ સમસ્યા ઊભી થશે નહીં. આથી તમારે ચિંતા કરવાની કોઇ જરૂર નથી. પરંતુ તે તેના મમ્મી-પપ્પાની વાત માનશે. તો આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવામાં જ તમારી ભલાઇ છે. તેનું આ વર્તન સાબિત કરે છે કે તેનું મન ચંચળ છે અને તેની મનોવૃત્તિ છીછરી છે. તેમજ તે તમને એક વ્યક્તિ તરીકે માન આપતો નથી. તેનો પ્રેમ બાહ્ય અને ઉપરછલ્લો છે અને એવા પુરુષ સાથે શું તમે તમારું જીવન પસાર કરવું પસંદ કરશો? એના પર દબાણ કરી તમારું સન્માન ગુમાવો નહીં.

પ્રશ્ન: હું ૨૨ વર્ષની છું. મેં એક  ૨૭ વર્ષના પુરુષ સાથે પ્રેમલગ્ન કર્યાં છે. અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. મારી સમસ્યા એ છે કે હું મારા પતિ બદ્દલ ઘણી પઝેસિવ છું. તે બીજી સ્ત્રી સાથે વાત કરે એ હું સહન કરી શકતી નથી. તે તેની મોટી બહેન સાથે વાત કરે એ પણ મને ગમતું નથી. બંને ભાઇ-બહેન એકબીજાથી ઘણા નજીક છે. તેઓ અમારી સેક્સ લાઇફની ચર્ચા પણ કરે છે. ફૂરસદનો મોટા ભાગનો સમય મારા પતિ મારી નણંદ સાથે પસાર કરે છે. આ કારણે અમારી વચ્ચે ઝગડા પણ થાય છે. મારે શું કરવું એ જણાવવા વિનંતી. એક યુવતી (ભાવનગર)

તમારે મેચ્યોર બનવાની જરૂર છે. દરેક નવ પરિણીત યુવતી તેનો પતિ સદાય તેની સાથે રહે એમ ઇચ્છે છે. પરંતુ  તમારા પતિ તેના પરિવારના સભ્યો સાથે એકદમ સંબંધ તોડી ન શકે. અને એ વાત સારી પણ નથી. તમારી નણંદ તેની બહેન છે જે તેને વર્ષોથી જાણે છે. અને બંને સાથે ઉછેર્યાં છે. આ ઉપરાંત બંને વચ્ચે લોહીની સગાઇ છે. આથી બંને એકબીજાની નજીક હોય એ સ્વાભાવિક છે. દરેક પરિવારના અંગત સંબંધો અલગ-અલગ હોય છે. આથી તમારા અનુભવને આધારે એમના સંબંધને માપો નહીં. તમે જબરજસ્તી તેમને તમારા તરફ ખેંચશો તો પરિસ્થિતિ વધુ બગડશે. આથી તમારા પતિ સાથેના તમારા સંબંધ વધુ મજબૂત કરો એમને થોડો સમય અને મોકળાશ આપો. ફરિયાદ કર્યાં વિના તમે કોઇ કામ કે શોખમાં મન લગાડો.

 

ટોપિક્સ:gstv news