Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Adopt these tips in your daily life

Sahiyar: રોજીંદા જીવનમાં અપનાવો આ ટીપ્સ

Timeછેલ્લું અપડેટ : 15 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Sahiyar: રોજીંદા જીવનમાં અપનાવો આ ટીપ્સ
  • ટામેટાનો સૉસ બનાવતી વખતે તેમાં ખમણેલું બીટ નાખવાથી કલર ઘેરો થશે.
  • કાંદાનો રસ પીવાથી કરમિયાંની તકલીફ દૂર થાય છે.
  • ઑવનમાં સંતરાની છાલ બેક કરી તેનો પાવડર કરવો. કેક બનાવતી વખતે તેમાં આ પાવડર ભેળવવાથી કેક સૉડમની અનેરી આવશે.
  • જરીની સાડીની જરી કાળી ન પડે માટે તેને પાતળા કાગળમાં લપેટી કબાટમાં રાખવી. ચોમાસામાં ખાસ કરીને આ રીતે સાડીની જાળવણી કરવી.
  • બીટ વધુ પ્રમાણમાં ખરીદાઈ ગયા હોય તો તેને ખમણી તડકામાં સૂકવી દેવા અને હવાચુસ્ત બરણીમાં ભરી દેવા. જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરવો.
  • ગરમીને કારણે જામેલા દહીંમાંથી પાણી છોડતું હોય તો દહીંનાં વાસણમાં લીમડાની (લાકડી) ડાળખી નાખવાથી દહીંમાનું પાણી સુકાઈ જશે અને ત્રણ-ચાર દિવસ સુધી ખરાબ પણ નહીં થાય.
  • વધુ દિવસો સુધી રેફ્રિજરેટર બંધ રાખવાનું હોય તો તેને બરાબર કોરું કરી તેમાં અખબારના કાગળ બિછાવી થોડો બૉરીક પાઉડર ભભરાવવાથી ફ્રિજમાં ગંધ નહીં બેસે.
  • ગૉલ્ડન ફ્રેમના ચશ્મા પર પારદર્શક નેઈલ પૉલિશનું ચોક કૉટ લગાડવાથી ફ્રેમ કાળી નહીં પડે.
  • ગરમ પાણીનો શેક કરવા વપરાતી રબરની થેલી લાંબા સમયથી ઉપયોગમાં ન લેવાતી હોવાથી તેના બન્ને પડ એકબીજા સાથે ચોંટી જતા હોય છે. આમ ન થાય માટે રબરની થેલીમાં ગ્લિસરીનનાં થોડાં ટીપાં નાખી દેવા.
App Store