Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : A 'smart' makeover for teenage girls, from dressing to hairstyle!

ટીનેજર ગર્લ્સ માટે ડ્રેસિંગથી લઈ હેરસ્ટાઈલ સુધીનો 'સ્માર્ટ' મેકઓવરનો ફેશન ફંડા!

Timeછેલ્લું અપડેટ : 23 Jun 2026
લાઇવ ટીવીGoogle News
ટીનેજર ગર્લ્સ માટે ડ્રેસિંગથી લઈ હેરસ્ટાઈલ સુધીનો 'સ્માર્ટ' મેકઓવરનો ફેશન ફંડા!
સોર્સ : GSTV

હજુ તમે સ્કૂલ લાઈફમાં છો એટલે મેકઅપ હેવી ન કરો અને ડ્રેસિંગ સેન્સ પર પણ ઘ્યાન આપો.

App Store

* કમ્ફર્ટ અને ફિટિંગવાળા ઈનરવિયર્સ અને ટોપ પહેરો. લટકતાં અને ઝૂલતાં સ્ટ્રેપ્સવાળા નહીં.

* જો શોર્ટ ટોપ પહેરો તો મિરરમાં જરૂર ચેક કરી લો કે તમારા પેટનો નીચેનો ભાગ લટકતો નથી ને. એમ હોય તો લાંબું શર્ટ જ ૫હે૨વાનું યોગ્ય રહેશે.

* જો લો વેસ્ટ જિન્સ પહેર્યું હોય અને તે ખસી જવાનો ડર હોય તો બેલ્ટ જરૂર બાંધો.

* જે પણ ડ્રેસ પહેરો ક્લીન અને પ્રેસ કરેલો જરૂર હોય.

* એક જ સરખું પોનીટેલ કે ઓપન સ્ટ્રેટ હેર રાખીને બોર થઈ ગયા હોય તો ફેશનમાં ચાલી રહેલા કેટલાક નવા હેરકટ અને હેરકલર્સ ટ્રાય કરો. પોતાની હેરસ્ટાઈલ બનાવતી વખતે કોઈની નકલ ન કરો. જો કોઈ લોંગ લેયર્સ રાખતું હોય તો તમે શોર્ટ લેયર્સ લુક રાખો.

* સ્માર્ટ લુકને માટે સ્કિનટાઈટ જિન્સ, ટોપ અને એન્કલ લેન્થ બૂટ ટ્રાય કરો. સાથે લેધરની બેગ લો.

* ચેપ્ટ લિપ્સ કોઈપણ સિઝનમાં થઈ શકે છે. તેનું કારણ સૂકી હવા, ગરમ વાતાવરણ કે પાણીની અછત હોઈ શકે છે. આવામાં નેચરલ લિપબામનો ઉપયોગ કરો. આમાં પેટ્રોલિયમ નથી હોતું, પરંતુ બી વેક્સ, પ્લાન્ટ ઓઈલ અને ફ્રૂટ ફ્લેવર્સ હાજર હોય છે. કેટલાક લિપબામમાં સનપ્રોટેક્શનને માટે સનસ્ક્રીન પણ હોય છે.

* ફ્રેશ ફ્રૂટ્સ અને વેજિટેબલ વધારે ખાઓ જે વિટામિન અને મિનરલનાં સ્રોત છે. મિલ્ક, મીટ, ફિશ વગેરે પણ લો.

* ઓઈલી ફૂડ્સનું સેવન ઓછું જ કરો. ગળ્યા ખાદ્યપદાર્થ જેવા કે કેક, બિસ્કિટ, સ્વીટ્સ, સોફ્ટ ડ્રિંક્સ અને આઈસક્રીમનું વધુ સેવન દાંતોને ખરાબ કરી શકે છે.

* ફિઝિકલ એક્ટિવિટીને માટે જરૂરી છે એક્સર્સાઈઝ અને સ્પોટર્સમાં પણ ભાગ લો. તે પણ તમારા બોડીશેપને પરફેક્ટ રાખવામાં સહાયક છે.

* વધારે અને ગાઢ ઊંઘ ફિટનેસને મેન્ટેન રાખે છે. ઓછી ઊંઘ લેવાથી ચહેરાનો ગ્લો ઓછો થઈ જાય છે અને સ્વભાવમાં ચિડિયાપણું આવવા માંડે છે.