Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : A priceless gift from God to advance on the spiritual path

Dharmlok : પુરૂષોત્તમ માસ: આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે ભગવાને આપેલી અણમોલ ભેટ

Timeછેલ્લું અપડેટ : 14 May 2026
લાઇવ ટીવીGoogle News
Dharmlok : પુરૂષોત્તમ માસ: આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે ભગવાને આપેલી અણમોલ ભેટ
સોર્સ : gstv

દર ત્રણ વર્ષે આવતો માસ એટલે - પુરૂષોત્તમ (અધિક) માસ. ભગવાને જે માસને પોતાનો ગણ્યો અને પોતાનુ ંનામ આપ્યું તેવો પાવનકારી માસ એટલે પુરૂષોત્ત માસ.

App Store

આ માસનો મહિમા સર્વ માસો કરતાં વધુ છે. તેથી આધ્યાત્મિક માર્ગે ઉન્નતિ કરવા માટે આ માસને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ માસની અંદર મુમુક્ષુજનો મોક્ષપદને પ્રાપ્ત કરવાને માટે ધર્મ, જ્ઞાાન, વૈરાગ્ય અને ભક્તિ સિદ્ધ કરે છે. મંદિરો ધ્યાન, ભજન, કીર્તન, સેવા અને સત્સંગથી ગુંજી ઉઠે છે. ચાંદ્રમાન વર્ષ અને રમાન વર્ષ વચ્ચે ૧૧ દિવસનું અંતર પડે છે. આ અંતર વધવા નહીં દેતાં દર ત્રીજે વર્ષે એક માસનો ઉમેરો કરી દેવાય છે. આ જે માસ ઉમેરવામાં આવે છે તેને અધિકમાસ કહેવામાં આવે છે. આ અધિક માસ ૩૨ મહિના, ૧૬ દિવસ અને ૪ ઘડીના પસાર થાય પછી આવે છે. આ મહિનામાં સૂર્ય-સંક્રાન્તિ થતી નથી તેથી અધિક માસ શુભકાર્યોમાં વર્જિત ગણાયો છે. 

આ માસ ભગવાનના શરણે ગયો અને ભગવાને તેને સ્વીકાર્યો તેથી તેને  પુરૂષોત્તમ માસ કહેવામાં આવે છે. પહેલાં તેને મળમાસ કહેવામાં આવતો હતો. આ પાવનકારી અધિક - પુરૂષોત્તમ માસ દર ત્રણ વર્ષે આવે છે. - સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ