Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : A new low of Rs.91 was seen amidst the rupee's decline!

Business Plus: રુપિયામાં કડાડા વચ્ચે રૂ.91નું નવું તળિયું જોવા મળ્યું !

Timeછેલ્લું અપડેટ : 29 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Business Plus: રુપિયામાં કડાડા વચ્ચે રૂ.91નું નવું તળિયું જોવા મળ્યું !
સોર્સ : GSTV

દેશના કરન્સી બજારોમાં વિદાય લેતા વર્ષમાં ડોલર સામે રૂપિયામાં ખાસ્સી ઉછળકુદ દેખાઈ હતી.ખાસ કરીને વર્ષના પ્રથમ નવ મહિનામાં રૂપિયા તથા ડોલરના ભાવ બેતરફી વધઘટ વચ્ચે ફરતા રહ્યા હતા પરંતુ ત્યારબાદ વર્ષના ઉત્તરાર્ધમાં તથા વિશેષરૂપે વર્ષના છેલ્લા ત્રણ મહિનામાં રૂપિયાના ભાવમાં ઝડપી કડાકો બોલાઈ જતાં ડોલર સામે રૂપિયો ગબડી નવા નીચા તળિયે ઉતરી ગયો હતો અને તેના પગલે સરકારી તંત્રમાં અજંપો પણ વધ્યો હતો તથા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની સક્રિયતા પણ વધતી જોવા મળી હતી. વિદાય લેતા વર્ષમાં રૂપિયા સામે ડોલરના ભાવ નીચામાં રૂ.૮૪.૨૦થી ૮૪.૨૫ તથા ઉંચામાં ભાવ રૂ.૯૧ની ઉપર ક્વોટ થયા હતા. કરન્સી બજારના સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા ભારત સામે આકરી ટેરીફ જાહેર કરાતાં કરન્સી બજારમાં અજંપો વધ્યો હતો તથા રૂપિયા પર દબાણ વધ્યું હતું.

App Store