Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : A great combination of horror and comedy.

Chitralok : યામી ગૌતમની નવી ફિલ્મ: હોરર અને કોમેડીનું જોરદાર કોમ્બિનેશન

Timeછેલ્લું અપડેટ : 01 May 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok : યામી ગૌતમની નવી ફિલ્મ: હોરર અને કોમેડીનું જોરદાર કોમ્બિનેશન
સોર્સ : gstv

યામી ગૌતમ ધર તેની કારકિર્દીના નવા રોમાંચક તબક્કામાં પ્રવેશી રહી છે, જેમાં રહસ્ય અને રમૂજનું મિશ્રણ છે. પોતાની વર્સેટિલિટી અને વિવિધ પાત્રોમાં ઊંડાણ લાવવાની ક્ષમતા માટે જાણીતી યમી ગૌતમ પોતાને એક તદ્દન નવા પ્રકાશમાં રજૂ કરે તેવી હોરર કોમેડી સાથે સમાચારમાં ઝળકી રહી છે. ૭ એપ્રિલે શરૂ થઈ ગયેલા શૂટિંગમાં યામી આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ કરીને પોતાની સતત વિકસી રહેલી ફિલ્મોગ્રાફીમાં એક મસ્તમજાનો ઉમેરો કરશે. 

App Store

હજી સુધી નામકરણ ન કરાયેલા કથાનકના કેન્દ્રમાં યામી એક એવી નવી નવેલી દુલ્હનની ભૂમિકા નિભાવે છે જેનું વ્યક્તિત્વ રહસ્યના પડદા પાછળ છુપાયેલું છે. પહેલી નજરે તે આદર્શ પુત્રવધૂ લાગે છે, સભ્ય, મિલનસાર અને પરંપરા સાથે ગાઢ રીતે જોડાયેલી. જોકે જેમ જેમ વાર્તા આગળ વધે છે, તેનું પાત્ર અનપેક્ષિત પાસાં ઉજાગર કરવાનું શરૂ કરે છે, અને દર્શકો તેમજ પડદા પરના તેના પરિવાર બંનેને હેરાન કરી મુકે છે. આ રહસ્યમય બેવડી પ્રકૃતિ યામીને ભાવનાત્મક જટિલતા, સૂક્ષ્મ રમૂજ અને ડરામણો અંદાજ વ્યક્ત કરવાની સુંદર તક આપે છે જેના કારણે આ તેની સર્વાધિક અપેક્ષિત ભૂમિકા પૈકી એક બને છે.

બાલાજી મોહન દ્વારા દિગ્દર્શિત અને આનંદ એલ. રાય નિર્મિત આ ફિલ્મનું સર્જન મોટા પાયે થઈ રહ્યું છે. શૂટનો પ્રથમ તબક્કો મુંબઈમાં થશે જ્યાં વ્યસ્ત ભારતીય નગર ઊભું કરવા ભવ્ય સેટ રચવામાં આવ્યો છે. પ્રોડક્શન ડીઝાઈનર રવિ શ્રીવાસ્તવ દ્વારા ચિવટપૂર્વક રચવામાં આવેલા આ સેટમાં લગ્ન તેમજ નાયકના તેના મિત્રો તેમજ પરિવાર સાથેના પ્રારંભિક સંપર્કનું ચિત્રણ થશે. આ દ્રશ્યોમાં વાર્તાનું હાર્દ સ્થાપિત થાય એવી સંભાવના છે, જેમાં અસાધારણના સૂક્ષ્મ સંકેતો સાથે દૈનિક વાસ્તવિકતાનું મિશ્રણ કરવામાં આવશે.

મુંબઈના શેડયુલ પછી પ્રોડક્શન ભોપાલ અને મેરઠ જેવા શહેરોમાં શિફ્ટ થશે જ્યાં કથાનક વધુ ગંભીર અને રહસ્યમય વળાંક લેશે. આ સેટિંગમાં યામી પોતાના સાસરિયાના ઘરમાં પ્રવેશ કરે છે અને વિચિત્ર ઘટનાઓ ઘડવાનું શરૂ થાય છે. પરિવારજનો વધુને વધુ તેના વર્તન પ્રત્યે આશંકિત થાય છે અને તેના મોહક દેખાવ પાછળ કોઈ અલૌકિક શક્તિ છુપાયેલી હોવાની શંકા જાગે છે. કથાનકમાં ચતુરાઈપૂર્વક હોરર, કોમેડી અને દંતકથાને વણી લેવામાં આવ્યા છે જે આ શૈલીને એક નવી જ રીતે રજૂ કરે છે. યામી માટે આ પ્રોજેક્ટ ભૂત પોલીસ પછી ફરી એકવાર હોરર-કોમેડીમાં તેની વાપસી સમાન છે. વર્ષો દરમ્યાન તેણે વિવિધ શૈલીમાં પ્રયોગ કરવામાં ઊંડો રસ દાખવ્યો છે અને બહુસ્તરીય તેમજ બિનપરંપરાગત પાત્રો સ્વીકારીને પારંપરિક ભૂમિકાઓથી આગળ વધી છે. તેનો આ નવો પ્રોજેક્ટ રચનાત્મક જોખમો લેવાની તેમજ દર્શકોની અપેક્ષાઓને પડકારવાની તેની તૈયારી દર્શાવે છે.

પોતાની તાજેતરના કાર્યોની પસંદગીમાં વધુ એક રસપ્રદ પરિમાણ ઉમેરીને યમીએ તેના પતિ આદિત્ય ધર દિગ્દર્શિત 'ધુરંધર: ધી રિવેન્જ'માં કેમિયો કરીને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ગુપ્ત રીતે અન્ડરકવર એજન્ટ તરીકે કામ  કરતી સાધારણ દેખાતી નર્સની ભૂમિકામાં તેણે ફરી એકવાર છુપાયેલા ઊંડાણ સાથેના પાત્રો નિભાવવાની તેની ક્ષમતા સાબિત કરી, જે બાબત તેના આગામી રહસ્યમય રોલ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે.

રસપ્રદ કથાનક, મજબૂત રચનાત્મક સમર્થન અને સૂક્ષ્મતા તેમજ પરિવર્તન માગી લેતા રોલ સાથે યામી ગૌતમી ધરનો આ નવો પ્રોજેક્ટ તેની કારકિર્દીમાં મહત્વનો બની રહેશે. દર્શકો યમી ગૌતમની શક્તિશાળી સ્ક્રીન પ્રેઝન્સમાં રહસ્ય, રમૂજ અને આશ્ચર્યના રસપ્રદ કોમ્બિનેશનની અપેક્ષા રાખી શકે છે.