Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : 5 surefire ways to get rid of poverty and financial hardship

Dharmlok : શનિ અમાસ: પનોતી અને આર્થિક તંગીથી મુક્તિ મેળવવાના 5 અચૂક ઉપાય

Timeછેલ્લું અપડેટ : 14 May 2026
લાઇવ ટીવીGoogle News
Dharmlok : શનિ અમાસ: પનોતી અને આર્થિક તંગીથી મુક્તિ મેળવવાના 5 અચૂક ઉપાય
સોર્સ : gstv

હિંદુ માન્યતાઓમાં શનિ અમાસને શનિદેવની કૃપા મેળવવા માટે અત્યંત મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે. આ દિવસને શનિ જયંતિ અને શનિશ્ચરી અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે પૂજા-પાઠ અને ઉપાય કરવાથી જીવનમાં શનિ સંબંધિત મુશ્કેલીઓ ઓછી થાય છે.

App Store

જે લોકો પર શનિની સાડાસાતી  ચાલી રહી હોય, તેમના માટે આ દિવસ ખાસ માનવામાં આવે છે. આ વર્ષે શનિ અમાસ ૧૬ મે ૨૦૨૬ના રોજ ઉજવવામાં આવશે. ચાલો જાણીએ એવા ૫ ઉપાયો, જે શનિદેવને પ્રસન્ન કરવા માટે અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે.

- પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો

શનિ અમાસની સાંજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો. દીવામાં થોડા કાળા તલ પણ નાખો. ત્યારબાદ પીપળાના ઝાડની સાત વાર પરિક્રમા કરો. માન્યતા છે કે તેનાથી શનિ દોષનો પ્રભાવ ઓછો થાય છે.

- કરો 'છાયા દાન'

શનિની સાડાસાતી કે ઢૈય્યાથી પરેશાન લોકો માટે છાયા દાન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ માટે કાંસા અથવા લોખંડના વાસણમાં સરસવનું તેલ ભરો અને તેમાં તમારો ચહેરો જુઓ. ત્યારબાદ તે તેલ અને વાસણનું દાન કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કરો અથવા શનિ મંદિરમાં મૂકી દો. માનવામાં આવે છે કે તેનાથી જીવનની મુશ્કેલીઓ અને નકારાત્મકતા દૂર થાય છે.

- કાળા રંગની વસ્તુઓનું દાન કરો

શનિ અમાસ પર કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે. જેમાં કાળા તલ, કાળા કપડાં, લોખંડના વાસણો, સરસવનું તેલ અડદની દાળનો સમાવેશ થાય છે:

માન્યતા છે કે આ વસ્તુઓનું દાન કરવાથી શનિ સંબંધી સમસ્યાઓ ઓછી થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

- શનિ મંત્રનો જાપ કરો

આ દિવસે શનિ મંદિરે જઈને ઓછામાં ઓછી ૧૦૮ વાર શનિ મંત્રનો જાપ કરો. માનવામાં આવે છે કે તેનાથી શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જાપ કરવા માટેનો મંત્ર છે:

"ન્ન્ ૈ્ ૈ્દ્યદ્બપઝ્પ્ દ્યહ્ર:"

ભગવાન હનુમાનની પૂજા કરો

શનિ અમાસ પર ભગવાન હનુમાનની પૂજા કરવી પણ ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. આ દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી સાડાસાતી અને ઢૈય્યાની અસરો ઓછી થાય છે. ઘણા ભક્તો શનિ પૂજાની સાથે હનુમાનજીની આરાધના પણ કરે છે, જેનાથી રક્ષણ અને રાહત મળે છે.