Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : 38-year-old married man falls in love with another woman

સહિયર સમીક્ષા : 38 વર્ષના પરિણીત પુરૂષને અન્ય મહિલા સાથે થયો પ્રેમ, બે બાળકોના પિતાનું જીવન બન્યું અંધકારમય 

Timeછેલ્લું અપડેટ : 31 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સહિયર સમીક્ષા : 38 વર્ષના પરિણીત પુરૂષને અન્ય મહિલા સાથે થયો પ્રેમ, બે બાળકોના પિતાનું જીવન બન્યું અંધકારમય 
સોર્સ : gstv

- નયના

App Store


હું ૨૧ વર્ષનો છું. મને એક યુવતી સાથે પ્રેમ છે. અમારી જ્ઞાાતિ અલગ અલગ છે એટલે અમારે માટે લગ્ન કરવા શક્ય નથી. હું તેના વિના એક પણ દિવસ રહી શકતો નથી તે મને નહીં મળે તો હું કંઈ કરી નાખીશ. તેના શરીર સ્પર્શથી જ હું ખૂશ છું. તે મારા કરતા એક વર્ષ મોટી છે. અમે એકબીજાના થઈ ચૂક્યા છીએ. એકબીજા સાથે રહી શકીશું કે નહીં? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

- એક યુવક (આણંદ)

* આ ઉંમરે વિજાતિય આકર્ષણ સામાન્ય છે. વિજાતીય આકર્ષણને  પ્રેમનુું નામ આપી દેવાય છે. પ્રેમ અને વાસનામાં ઘણો ફેર છે એ વાત તમારે સમજવાની જરૂર છે. તમે પ્રેમમાં નથી. તમારા સંબંધમાં વાસના જ મહત્ત્વનો ભાગ ભજવે છે એમ મને લાગે છે અને આમ પણ લગ્ન વિના કાયમ આ સંબંધ ચાલું રાખવો શક્ય નથી. એકને એક દિવસે તમારે લગ્નનો નિર્ણય લેવો જ પડશે. જો કે હાલ તમારે આ બધાં લફરાં છોડી સારી કારકિર્દી બનાવવાનો પ્રયાસ  કરવો જોઈએ. એ યુવતી સાથે લગ્ન કરવા નથી તો આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવામાં જ તમારી  ભલાઈ છે.

હું ૧૯ વર્ષની છું. મારા લગ્નને એકાદ મહિનો થયો છે. સેક્સ માણ્યા પછી મારી યોનિમાંથી સફેદ સ્ત્રાવ થાય છે. યોગ્ય  માર્ગદર્શન આપશો.

- એક યુવતી

* તમારી યોનિમાંથી સફેદ રંગનું પાણી પડે છે એમાં દહીંના ફોદા જેવુ દ્રવ્ય હોય તો કે તમારા આંતરવસ્ત્ર પર ડાઘ પડતાં હોય અને યોનિમાં ખંજવાળ આવતી હોય કે કોઈ વાર લોહી પડતું હોય તો તમારે ડૉક્ટરની સલાહ લેવાની જરૂર છે. કેટલીક વાર સેક્સની ઈચ્છાને કારણે પણ આમ  થાય છે. જો કે ડૉક્ટરને દેખાડી તમારી શંકાનું સમાધાન કરી લો અને જરૂર હોય તો ઈલાજ કરાવો. ચિંતા  કરવાની જરૂર નથી.

 હું ૨૩ વર્ષની અપરિણીત યુવતી છું. છેલ્લા ચાર મહિનાથી મને માસિક આવતું નથી. આ  પહેલા પણ મારું માસિક અનિયમિત હતું. ડૉક્ટરની દવા લીધા પછી નિયમિત થયું હતું. પરંતુ હમણા ગાયનેકની દવા લીધા પછી પણ ફાયદો થયો નથી તો યોગ્ય સલાહ આપવા વિનંતી.

- એક યુવતી (ગુજરાત)

* તમારા કોઈ સાથે શારીરિક સંબંધો ન હોય તો ગર્ભ રહેવાની શક્યતા નથી. પરંતુ જો શારીરિક સંબંધ હોય  તો યુરિન ટેસ્ટ કરાવી લો. જોકે તમે હમણાં ગાયનેકની સલાહ લીધી છે. એટલે ગર્ભ હોત તો ડૉક્ટરને જરૂર ખબર પડી જાત. તમારે પાછી તમારા ગાયનેકની સલાહ લેવાની જરૂર છે. આ પાછળ હોર્મોન્સની અસમતુલા જેવા બીજા  કેટલાક કારણો કામ કરી શકે છે. તમારી સમસ્યાનું સમાધાન ડૉક્ટર સિવાય મળી શકે તેમ નથી.  અમુક પ્રકારની હોર્મોનલ ગોળીએ માસિક નિયમિત કરી શકે છે પરંતુ એ ગોળીઓ માટે પણ ડોક્ટરની સલાહ લેવી જ પડે.

હું ૩૮ વર્ષનો પરિણીત અને બે સંતાનનો પિતા છું. મારી પત્નીથી મને પૂરેપૂરો સંતોષ છે. અમારા વિસ્તારની એક પરિણીત અને બે સંતાનની મહિલા મારી નજીક આવી તે મારાથી ચાર વર્ષ મોટી છે. તેણે મારી સાથે શારીરિક સંબંધ બાંધવાની ઈચ્છા પ્રગટ કરી. મેં ના પાડી પરંતુ તેણે પ્રયત્ન કરી મને તેને વશ કરી જ દીધો. અમારો આ સંબંધ આઠ વર્ષ સુધી નિયમિત ચાલ્યો. પછી મને તેના બીજા પુરુષો સાથે પણ સંબંધ હોવાની વાત ખબર પડી.  હમણા પણ તેના અન્ય પુરુષો સાથે સંબંધ છે. આ કારણે હું ઘણો ઉદાસ છું અને હું મારી જાતને દોષી માનું છું. બદલાની ભાવના જાગૃત થાય છે પરંતુ બીજા નિર્દોષની જિંદગી હોમાશે એ કારણે મન પાછું પડે છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

- એક ભાઈ (વડોદરા)

* તમે દોષી છો પરંતુ તમારી પત્ની અને બાળકોના. આ મહિલા સાથેના સંબંધોનો અંત લાવો. તેમની સાથે વાતચીત બંધ કરી દો. શક્ય હોય તો કોઈ બીજા વિસ્તારમાં રહેવા જતા રહો. જેથી તેમનો સામનો થાય નહીં. પત્નીને પ્રેમ કરતા શીખો. આ સ્ત્રીના ઘણા પુરુષો  સાથે સંબંધો છે આથી એઈડ્સ જેવા રોગનું જોેખમ પણ છે.  આથી તમારી તપાસ કરાવી લો. જાગ્યા ત્યારથી સવાર સમજી પત્ની સાથે નવેસરથી જીવન શરૂ કરો. બીજીવાત કે તમારી મરજી સિવાય તમને કોઈપણ જાતીય સંબંધ બાંધવા મજબૂર કરી શકે નહીં. આથી આ સ્ત્રી સાથે સંબંધ બાંધવામાં તમારી મરજીએ પણ ભાગ ભજવ્યો હતો. એનું જે થવાનું હશે તે થશે. તેને તેના નસીબ પર છોડી દો. બદલો લેવાની ભાવના પણ પણ ત્યજી દો. તમારો સંસાર સુખી બનાવવા પ્રત્યે ધ્યાન આપો અને ચિંતા કરો નહીં.