Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / પ્રવાસ : This mysterious temple of Shiva is resting on only 1 pillar, if it breaks, there will be a deluge!

VIDEO: માત્ર 1 થાંભલા પર ટકેલું છે શિવજીનું આ રહસ્યમય મંદિર, એ તૂટશે તો થશે પ્રલય!

Timeછેલ્લું અપડેટ : 28 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત હોય છે અને આ ખાસ મહિનામાં દરેક ક્ષેત્રના લોકો મહાદેવના દર્શન માટે મંદિર જાય છે. ભારતમાં ભગવાન શિવના ઘણા સુંદર મંદિરો આવેલાં છે, જ્યાં ભોળેનાથની શક્તિઓ અને ચમત્કારની કથાઓ તમને સાંભળવા મળશે. આજે આવા જ એક શિવ મંદિર વિશે જણાવશું, જે માત્ર એક જ થાંભલા (પિલર) પર ટકેલું છે. ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છે કે જો આ થાંભલો તૂટી જશે, તો દુનિયાનો અંત આવી જશે. જે પ્રાચીન મંદિરની આપણે વાત કરી રહ્યા છીએ તે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના હરિશ્ચંદ્રગઢ કિલ્લામાં આવેલું છે. આ મંદિરને ખડક કોતરીને બનાવવામાં આવ્યું છે અને તેનું નામ કેદારેશ્વર ગુફા મંદિર છે. અહીં જાણો આ મંદિરનું રહસ્ય અને માન્યતાઓ વિશે વિગતવાર.

App Store

કેદારેશ્વર ગુફા મંદિર કોણે બનાવડાવ્યું હતું?

કેદારેશ્વર ગુફા મંદિર એક પ્રાચીન ગુફામાં આવેલું છે, જેને વિશાળ ખડકોને કોતરીને બનાવવામાં આવ્યું હતું. મંદિરના ગર્ભમાં ભગવાન શિવનું 5 ફૂટ ઊંચું શિવલિંગ સ્થાપિત છે. આ મંદિરનું નિર્માણ કલચુરી રાજવંશ દ્વારા 6ઠ્ઠી સદીમાં કરાવવામાં આવ્યું હતું.

માત્ર 1 થાંભલા પર ટકેલું છે આખું મંદિર

ગુફાની અંદર બનેલા આ સુંદર મંદિરમાં વિરાજમાન શિવલિંગની ચારેય તરફ પહેલાં ચાર થાંભલાઓ હોતા હતા. હવે તેમાંથી ત્રણ તૂટી ચૂક્યા છે અને માત્ર એક જ થાંભલા પર મંદિરનો આખપ માળખુ ટકેલુ છે. આ થાંભલાને જોઈને લાગે છે કે જાણે તે વિજ્ઞાનને પણ પડકાર ફેંકી રહ્યો હોય. તો બીજી તરફ કેટલાક લોકો આ થાંભલાઓને યુગો સાથે જોડીને જુએ છે.

દુનિયા થઈ જશે ખતમ

શિવલિંગની આસપાસ બનેલા આ ચારેય થાંભલાઓને ચાર યુગો—સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગનું પ્રતિક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે સતયુગ પૂરો થયો ત્યારે એક થાંભલો તૂટ્યો, પછી બીજો અને ત્રીજો. હવે ળિયુગ ચાલી રહ્યો છે અને જ્યારે આ ચોથો થાંભલો તૂટશે ત્યારે જ દુનિયા ખતમ થઈ જશે અને પ્રલય આવશે. આ મંદિરમાં ખાસ વાત એ પણ છે કે શિવલિંગની આસપાસ હંમેશાં પાણી ભરેલું રહે છે. ભક્તો પાણીમાં ઊભા રહીને ભોળેનાથના દર્શન કરે છે. એવું કહેવાય છે કે આ પાણી શિયાળામાં હૂંફાળું (હળવું ગરમ) અને ઉનાળામાં ઠંડું થઈ જાય છે.

કઠિન ચઢાણ પછી થાય છે દર્શન

કેદારેશ્વર ગુફામાં ભગવાન શિવના દર્શન કરવા માટે તમારે લાંબું ચઢાણ કરવું પડશે અને જોખમી ટ્રેકિંગમાંથી પણ પસાર થવું પડશે, ત્યારે તમને શિવજીના દર્શન પ્રાપ્ત થશે. આ મંદિરની આસપાસ તમે કિલ્લો અને અન્ય સુંદર જગ્યાઓ પણ ફરી શકો છો. શ્રાવણ મહિનામાં હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે આવે છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News