Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'Mere suspension is not enough, take strict action against the ordering officer'; RJD leader Shakti Singh Yadav's attack on firing case

VIDEO: 'માત્ર સસ્પેન્શન પૂરતું નથી, આદેશ આપનાર અધિકારી સામે કડક કાર્યવાહી કરો'; ફાઇરીંગ કેસ પર RJD નેતા શક્તિ સિંહ યાદવના આકરા પ્રહાર

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બિહારમાં વિદ્યાર્થી આંદોલન દરમિયાન ગોળીબાર કરવાના મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ના પોલીસ જવાનને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા શક્તિ સિંહ યાદવે સરકાર અને પોલીસ પ્રશાસન સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે માત્ર એક નાના કર્મચારીને સસ્પેન્ડ કરીને વહીવટીતંત્ર પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં.

App Store

પટના ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા RJD નેતા શક્તિ સિંહ યાદવે જણાવ્યું હતું કે, "ગોળીબાર કરવાનો આદેશ કોણે આપ્યો હતો? જો કોઈ પોલીસ અધિકારીએ ગોળી ચલાવી છે, તો તેણે ચોક્કસપણે કોઈનો આદેશ મળ્યા પછી જ ચલાવી હશે. જેણે ગોળીબારનો આદેશ આપ્યો હતો, તે વ્યક્તિને સામે લાવો અને તેની સામે આકરી કાર્યવાહી કરો."

સરકાર પાસે કડક પગલાંની માંગ કરતા તેમણે આગળ ઉમેર્યું કે, "માત્ર સસ્પેન્ડ કરી દેવાથી કામ નહીં ચાલે; આવા લોકો સરકારી સેવા માટે અયોગ્ય છે અને તેમને તાત્કાલિક નોકરીમાંથી બરતરફ (ડિસ્મિસ) કરવા જોઈએ. એક એવો દાખલો બેસાડવો જરૂરી છે જેથી ભવિષ્યમાં કોઈ પણ અધિકારી કે કર્મચારી આવી હિંસક હરકત કરવાની હિંમત ન કરી શકે."