Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / પ્રવાસ : Best places to visit in october in India for couples

Travel Places / ઓક્ટોબરમાં ફરવા માટે બેસ્ટ છે આ સ્થળો, તમારા પાર્ટનર સાથે બનાવો મુસાફરીનો પ્લાન

Timeછેલ્લું અપડેટ : 02 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Travel Places / ઓક્ટોબરમાં ફરવા માટે બેસ્ટ છે આ સ્થળો, તમારા પાર્ટનર સાથે બનાવો મુસાફરીનો પ્લાન
સોર્સ : GSTV

ઓક્ટોબરને મુસાફરી કરવા માટે સૌથી સુંદર સમય માનવામાં આવે છે. આ સમયે વાતાવરણ ખૂબ જ ગરમ કે ઠંડુ નથી હોતું. દરેક જગ્યાએ હવામાન ખુશનુમા જોય છે અને આકાશ સ્પષ્ટ વાદળી હોય છે. કપલ્સ માટે પ્રવાસનું આયોજન કરવાનો આ યોગ્ય સમય છે. જો તમે તમારા પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માંગતા હોવ અને રોજિંદા ધમાલથી દૂર શાંત છતાં રોમેન્ટિક સ્થળ પર જવા માંગતા હોવ, ઓક્ટોબર તેના માટે યોગ્ય સમય છે.

App Store

આ ઋતુમાં મુસાફરી કરવાની મજા જ અલગ છે. આ સમયે નજારા એટલા સુંદર છે કે એવું લાગે છે કે તમે કોઈ ફિલ્મના સીનનો ભાગ છો. એક શોર્ટ ટ્રિપ પણ હંમેશા માટે યાદગાર બની જાય છે. અમે તમને ભારતના કેટલાક શ્રેષ્ઠ સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે ઓક્ટોબરમાં તમારા પાર્ટનર સાથે મુલાકાત લઈ શકો છો. ચાલો આ સ્થળો વિશે જાણીએ

શિલોંગ

મેઘાલયની રાજધાની, શિલોંગ, પાર્ટનર સાથે ફરવા માટે એક પરફેક્ટ સ્થળ હોઈ શકે છે. તે સૌથી સુંદર સ્થળોમાંનું એક છે. તમને અહીં ઘણી બધી જગ્યાઓ મળશે જ્યાં તમે તમારા પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી શકો છો. તમને શિલોંગ પીક, એલિફન્ટ ફોલ્સ, લેટલમ વેલી, વાર્ડ લેક, ડોન બોસ્કો મ્યુઝિયમ અને લેડી હૈદરી પાર્ક જેવા સ્થળો પસંદ આવશે.

ગોવા

તમારા પાર્ટનરથી સાથે મજા માણવા માટે ગોવા શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. આ સ્થળ તેના બીચ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અને અહીંની નાઈટલાઈફ પણ બેસ્ટ માનવામાં આવે છે. ગોવામાં, તમે તમારા પાર્ટનર સાથે લાંબી સ્કૂટર ડ્રાઈવ પર જઈ શકો છો, બીચ પર આરામ કરી શકો છો. ગોવામાં તમે પાલોલેમ બીચ, બાગા બીચ અને દૂધસાગર ધોધ જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો.

કાશ્મીર

ઓક્ટોબરમાં કાશ્મીરની મુલાકાત લેવાની મજા જ કંઈક અલગ છે. આ સમયે તેની સુંદરતા ખરેખર મનમોહક હોય છે. અહીંનું હવામાન સુખદ અને રોમેન્ટિક હોય છે. આ વખતે, તમારે ચોક્કસપણે મુલાકાત લેવી જોઈએ. તમે ડલ તળાવ પર બોટ રાઈડનો આનંદ માણી શકો છો. રાત્રે જ્યારે તારાઓ ચમકે છે ત્યારે તે વધુ રોમેન્ટિક લાગે છે.

જયપુર

જયપુરની સુંદરતા વિશ્વભરમાં પ્રખ્યાત છે. તે પાર્ટનર સાથે મુલાકાત લેવા માટે પણ બેસ્ટ સ્થળ છે. ખાસ વાત એ છે કે અહીં તમારી સફરનો ખર્ચ પણ વધારે નહીં થાય. તમે અહીં હવા મહેલ, સિટી પેલેસ, નાહરગઢ કિલ્લો, જયગઢ કિલ્લો, સાંભર તળાવ, સિસોદિયા રાણી ગાર્ડન, ભાનગઢ કિલ્લો અને રામબાગ પેલેસ જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો.

મુન્નાર

દક્ષિણ ભારતમાં ઘણા સુંદર હિલ સ્ટેશનો છે, મુન્નાર તેમાંથી એક છે. તે કપલ્સ માટે બેસ્ટ છે. ઓક્ટોબરમાં અહીંનું હવામાન ખુશનુમા હોય છે અને દૃશ્ય પણ સુંદર હોય છે, જે તમને એકબીજાની નજીક લાવે છે. અહીંના કોફીના બગીચા જોવાલાયક છે. અહીં ઘણા રિસોર્ટ પણ છે જ્યાં તમે સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી શકો છો.