Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / પ્રવાસ : These tips can help you if you are planning solo trip

Travel Tips / ટ્રિપ પર જવા માટે નથી કોઈ પાર્ટનર? તો આ ટિપ્સની મદદથી પ્લાન કરો સોલો જર્ની

Timeછેલ્લું અપડેટ : 20 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Travel Tips / ટ્રિપ પર જવા માટે નથી કોઈ પાર્ટનર? તો આ ટિપ્સની મદદથી પ્લાન કરો સોલો જર્ની
સોર્સ : Google

કેટલીક સ્ત્રીઓને મુસાફરી કરવાનું ખૂબ જ પસંદ હોય છે, પરંતુ ક્યારેક સાથે જવા માટે કોઈ પાર્ટનર ન હોવાથી તે સોલો ટ્રાવેલ કરવાનું વિચારે છે. જો તમે સોલો ટ્રિપનું આયોજન કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્ત્વપૂર્ણ હોઈ શકે છે. આજે, અમે તમારી સાથે એવી ટિપ્સ શેર કરીશું જે તમને તમારી સોલો ટ્રિપ પ્લાન કરવામાં મદદ કરી શકે છે.

App Store

સોલો ટ્રિપનું આયોજન કરવા માટેની ટિપ્સ

જ્યારે પણ તમે સોલો ટ્રિપ કરવાનું નક્કી કરો છો, ત્યારે પહેલા સ્થળને પસંદ કરો અને એવું સ્થળ પસંદ કરો જે સોલો ટ્રિપ માટે યોગ્ય અને સુરક્ષિત હોય. સોલો ટ્રિપ માટે સલામત સ્થળ પસંદ કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

દરેક સ્થળનું પ્રી-બુકિંગ કરો

વધુમાં, જો તમે કોઈ સ્થળ નક્કી કર્યું હોય અને મુલાકાત લેવાનું નક્કી જ હોય, તો ત્યાં જાઓ તે પહેલા સ્થળ અંગે રિસર્ચ કરવાનું ન ભૂલશો. ત્યાં રોકાણ માટે અગાઉથી હોટેલ અને ભોજનની વ્યવસ્થા કરવાનું પણ ન ભૂલશો. આ સિવાય ત્યાં આવવા-જવાની ટિકિટ પણ પહેલેથી બુક કરાવી લો. પ્રી-બુકિંગ કરવાથી તમને કોઇપણ સમસ્યાનો સમાનો નહીં કરવો પડે.

બજેટ વિશે અગાઉથી નિર્ણય લો

પ્રવાસ પર જતા પહેલા, મુસાફરી ખર્ચ વિશે જાણકારી મેળવી લો. તમે તમારા પ્રવાસ બજેટને અગાઉથી પણ તૈયાર કરી શકો છો અને નાણાકીય વ્યવસ્થા કરવા માટે તમામ મુસાફરી અને રહેઠાણ ખર્ચની ગણતરી કરી શકો છો.

જરૂરી સામાન જ પેક કરો

જો તમે સોલો ટ્રિપ પર જઈ રહ્યા છો, તો વધુ પડતો અને ભારે સામાન લઈ જવાને બદલે, ફક્ત તે જ વસ્તુઓ પેક કરો જે હળવી અને જરૂરી હોય. સામાનમાં મેડિકલ બોક્સ પેક કરવાનું ન ભૂલશો, જેથી જો તમને કોઈ સમસ્યા આવે તો તમે તમારી સારવાર કરી શકો.

વેધર રિપોર્ટ મેળવો

સોલો ટ્રિપ પર જતા પહેલા, તમે જે વિસ્તારમાં મુસાફરી કરી રહ્યા છો તેનો સંપૂર્ણ વેધર રિપોર્ટ મેળવો અને તે મુજબ તમારા કપડા અને આવશ્યક વસ્તુઓ પેક કરો. જો તમે તમારી યાત્રા પહેલા આ બાબતો ધ્યાનમાં લો છો, તો તમે તમારી યાત્રાને યાદગાર અને સલામત બનાવી શકો છો.