Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / પ્રવાસ : Best Places in India to visit in month of march

VIDEO: માર્ચ મહિનામાં ફરવા માટે બેસ્ટ છે ભારતની આ જગ્યાઓ, જ્યાં ન તો વધુ ઠંડી હશે કે ન ગરમી

Timeછેલ્લું અપડેટ : 12 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

માર્ચ મહિનો ભારત ભ્રમણ માટે આદર્શ માનવામાં આવે છે, કારણ કે આ સમયે શિયાળાની વિદાય અને ઉનાળાનું આગમન થઈ રહ્યું હોય છે. આ વસંત ઋતુની શરૂઆતનો સમય છે, જ્યારે ન તો વધુ ઠંડી હોય છે કે ન તો વધુ ગરમી. આહલાદક વાતાવરણ, ખીલેલા ફૂલો, સાફ આકાશ અને પ્રવાસીઓની ઓછી ભીડ મુસાફરીનો આનંદ બમણો કરી દે છે. જો તમે પણ આ મહિનામાં ક્યાંક ફરવાનું વિચારી રહ્યા હોવ, તો ભારતના આ સુંદર સ્થળોની મુલાકાત લઈ શકો છો.

App Store

વારાણસી

સાંસ્કૃતિક અનુભવ માટે વારાણસી એક ઉત્તમ પસંદગી છે. માર્ચમાં અહીં સવાર અને સાંજ ખૂબ જ આરામદાયક હોય છે, જેના કારણે ગંગા કિનારે ફરવું અને મંદિરોના દર્શન કરવા સરળ બને છે. 

ઉદયપુર

એવી જ રીતે, રાજસ્થાની વિરાસત માણવા માટે 'તળાવના શહેર' ઉદયપુરની મુલાકાત લેવી જોઈએ. રાજસ્થાનની કાળઝાળ ગરમી શરૂ થાય તે પહેલા આ શહેરની આહલાદક હવા અને મહેલોની સુંદરતા માર્ચમાં સોળે કળાએ ખીલે છે.

પચમઢી

પ્રકૃતિ પ્રેમીઓ માટે મધ્ય પ્રદેશનું પચમઢી અથવા દક્ષિણ ભારતનું ઊટી શ્રેષ્ઠ વિકલ્પો છે. 'સાતપુડાની રાણી' ગણાતું પચમઢી માર્ચમાં લીલાછમ જંગલો અને શાંત ઝરણાઓથી ભરપૂર હોય છે, જે ટ્રેકિંગ માટે અનુકૂળ છે. 

ઊટી

બીજી તરફ, ઊટીના ચાના બગીચાઓ અને ખીલેલા બગીચાઓ વધતી ગરમીથી બચવા માટે શાંતિદાયક વાતાવરણ પૂરું પાડે છે.

ગંગટોક

હિમાલયની પહાડીઓનો આનંદ લેવા ઈચ્છતા પ્રવાસીઓ માટે ગંગટોક અને દાર્જિલિંગ સૌથી સુંદર સ્થળો છે. ગંગટોકમાં વસંતના કારણે ખીલેલા ફૂલો અને બરફથી ઢંકાયેલા પહાડોના સ્પષ્ટ નજારા જોવા મળે છે. 

દાર્જિલિંગ

જ્યારે દાર્જિલિંગમાં પહાડી તાજી હવા અને ચાના બગીચાઓની સુંદરતા મનને તાજગી આપે છે. આ રીતે, માર્ચ મહિનો દેશના અલગ-અલગ ખૂણાઓને એક્સપ્લોર કરવા માટે અને રોજિંદા જીવનના તણાવમાંથી મુક્તિ મેળવવા માટે એક સુવર્ણ તક છે.