Video: ભારતમાં કયા સ્થળને કહેવામાં આવે છે હિમાલયનું સ્વર્ગ? મંત્રમુગ્ધ કરી દેશે અહીંની સુંદરતા
ભારત ઘણી સુંદર જગ્યાઓનું ઘર છે. જો તમને કુદરતની નજીક રહેવું ગમે છે, તો તમને આ સ્થળ એટલું ગમશે કે તમે તેને વારંવાર જોવાનું પસંદ કરશો. દેશ-વિદેશના પ્રવાસીઓ આ સુંદર સ્થળને એક્સપ્લોર કરવા માટે આવે છે. આ સ્થળ એટલું સુંદર છે કે લોકો ઘણીવાર તેની સુંદરતાની તુલના સ્વર્ગ સાથે કરે છે. ચાલો આ પર્યટન સ્થળ વિશે જાણીએ.
હિમાલયનું સ્વર્ગ
તમને જણાવીએ દઈએ કે કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે. આ સિવાય તેને હિમાલયના સ્વર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો તમે ક્યારેય કાશ્મીર નથી ગયા, તો તમે આ વાત પરથી તેની સુંદરતાની કલ્પના કરી શકો છો. પ્રકૃતિ પ્રેમીઓ માટે કાશ્મીર જેવું સ્થળ પરફેક્ટ સાબિત થઈ શકે છે.
ખૂબ જ સુંદર છે કાશ્મીર
કાશ્મીરનું કુદરતી સૌંદર્ય, બરફથી ઢંકાયેલ શિખરો, લીલીછમ ખીણો અને તળાવો તેની સુંદરતામાં વધારો કરે છે. મુઘલ સમ્રાટ જહાંગીરે એક વાર કાશ્મીરની સુંદરતા વિશે કહ્યું હતું કે, "જો ફિરદૌસ બાર રૂહ-એ-જમીન અસ્ત, હમીં અસ્ત-ઓ હમીં અસ્ત-ઓ હમીં અસ્ત." આનો અર્થ એ છે કે જો પૃથ્વી પર ક્યાંય સ્વર્ગ છે, તો તે અહીં છે.
એક્સપ્લોર કરવા માટેના સ્થળો
કાશ્મીરમાં એક્સપ્લોર કરવા માટે ઘણું બધું છે. જો તમે કાશ્મીરની મુલાકાત લો છો, તો તમારા ટ્રાવેલ લિસ્ટમાં શ્રીનગર, ગુલમર્ગ અને સોનમર્ગ જેવા સ્થળોનો સમાવેશ કરવાનું ન ભૂલશો. જો તમે એડવેન્ચર લવર છો, તો તમને અહીં ટ્રેકિંગ અને રાફ્ટિંગ જેવી એક્ટિવિટી કરવાની તક મળી શકે છે. માર્ચ અને ઓક્ટોબર વચ્ચે કાશ્મીરમાં ફરવાનો પ્લાન બનાવો. જ્યારે પણ તમને તક મળે કાશ્મીરની મુલાકાત લો અને ઘણી યાદો બનાવો.

