VIDEO: Relationship Tips/ પૈસા કે પાવર વગર પણ દરેક જગ્યાએ મળશે સાચું સન્માન! બસ જીવનમાં અપનાવો આ 5 સરળ આદતો
શું તમને પણ એવું લાગે છે કે સમાજમાં ઈજ્જત કમાવવા માટે બેંક બેલેન્સ, કોઈ મોટો હોદ્દો કે પછી સોશિયલ મીડિયા પર તગડી ફેન ફોલોઈંગ હોવી જરૂરી છે? જો હા, તો તમે થોડું ખોટું વિચારી રહ્યા છો. સાચી દુનિયામાં ‘રિસ્પેક્ટ’ (Respect) તમારી લાયકાત જોઈને નહીં, પણ તમારી વ્યક્તિત્વ જોઈને મળે છે. મનોવૈજ્ઞાનિકો અને લાઈફસ્ટાઈલ એક્સપર્ટનું માનવું છે કે માણસનો વ્યવહાર જ તેની સૌથી મોટી તાકાત હોય છે. જો તમે પણ ઈચ્છતા હોવ કે જ્યારે તમે કોઈ રૂમમાં એન્ટ્રી લો, ત્યારે લોકો દિલથી તમારું સન્માન કરે, તો તમારા ડેઈલી રૂટીનમાં આ 5 સરળ અને અસરદાર આદતો અપનાવવી જોઈએ.
‘સાંભળવાની’ આદત કેળવો
આજકાલ દરેક વ્યક્તિ માત્ર પોતાની વાત જ કહેવા માંગે છે. આવા સમયમાં જે માણસ બીજાને શાંતિથી અને પૂરા ધ્યાનથી સાંભળે છે, તેનું મૂલ્ય આપોઆપ વધી જાય છે. જ્યારે તમે સામેવાળી વ્યક્તિની વાતને વચ્ચેથી કાપ્યા વગર સાંભળો છો, ત્યારે તેને અહેસાસ થાય છે કે તમે તેની પરવાહ કરો છો.
બોલીના પાકા બનો
જો તમે કોઈને કોઈ સમય આપ્યો છે કે કોઈ વચન આપ્યું છે, તો તેને ગમે તે ભોગે પૂરું કરો. જે લોકો ‘હા’ કહીને ફરી જાય છે, લોકો તેમના પર ભરોસો કરવાનું બંધ કરી દે છે. બીજી તરફ, સમયના પાબંદ અને પોતાની વાતના પાકા લોકોને સમાજમાં ખૂબ જ સન્માનની નજરે જોવામાં આવે છે.
‘થેંક યુ’ અને ‘સોરી’ કહેવામાં કંજૂસાઈ ન કરો
આ બે શબ્દો દેખાવમાં નાના છે, પણ તેમની અસર બહુ ઊંડી હોય છે. પોતાની ભૂલ હોવા પર કોઈ પણ પ્રકારના અહંકાર (Ego) વગર ‘સોરી’ કહી દેવું અને કોઈની નાની સરખી મદદ પર પણ ‘થેંક યુ’ કહેવું, તમારા ડાઉન-ટુ-અર્થ (Down-to-earth) સ્વભાવને દર્શાવે છે. લોકો આવા નમ્ર માણસો તરફ ખેંચાઈ આવે છે.
પીઠ પાછળ નિંદા કરવાનું ટાળો
બીજાની ગેરહાજરીમાં તેની ખામીઓ કાઢવી કે પંચાત કરવી તમારી ઈમેજ ખરાબ કરે છે. જ્યારે તમે બીજાની પીઠ પાછળ પણ તેમના વિશે સારી કે તટસ્થ વાતો કરો છો, ત્યારે લોકોમાં એવો મેસેજ જાય છે કે તમે એક ભરોસાપાત્ર અને મેચ્યોર (પરિપક્વ માણસ છો.
દરેકને બરાબર સન્માન આપો
એક જાણીતી કહેવત છે, “જો જાણવું હોય કે કોઈ માણસ કેવો છે, તો એ જુઓ કે તે પોતાનાથી નબળા કે નાના હોદ્દાના લોકો (જેમ કે ઓફિસના પ્યુન, કુરિયર બોય કે રેસ્ટોરન્ટના વેટર) સાથે કેવો વ્યવહાર કરે છે.” જે વ્યક્તિ કોઈ પણ ભેદભાવ વગર બધાને સરખી ઈજ્જત આપે છે, તેની સમાજમાં સૌથી વધુ પ્રશંસા થાય છે.

