Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સંબંધ : Teach these habits from childhood to protect daughters from sexual abuse

Parenting Tips: દીકરીઓને યૌન શોષણથી બચાવવા માટે બાળપણથી આ આદતો શીખવો

Timeછેલ્લું અપડેટ : 21 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Parenting Tips: દીકરીઓને યૌન શોષણથી બચાવવા માટે બાળપણથી આ આદતો શીખવો
સોર્સ : gstv

આજના સમયમાં દીકરીઓ ક્યાંય પાછળ નથી. દરેક ક્ષેત્રમાં આજે દીકરીઓ સફળતાના શિખરો સર કરી રહી છે. આ સાથે જ સમાજમાં નૈતિક મૂલ્યોનું સતત અધ:પતન થઈ રહ્યું છે, જે ચિંતાજનક છે. મહિલાઓ પર સતત વધી રહેલા અત્યાચાર, દીકરીઓ પર દૂષણ અને છેડતી જેવા બનાવો દરરોજ છાપામાં આવી રહ્યા છે. એવામાં દીકરીઓને પણ સતર્ક રહીને જીવતા શીખવવું જરૂરી બન્યું છે. દીકરીઓ સતર્ક રહેશે તો જ આવા દાનવોથી બચી શકશે. આ લેખમાં જાણીતા સાયકોલોજીસ્ટે દીકરીઓના યૌન શોષણને લઈને શીખ આપવા માટે કેટલીક ટિપ્સ જણાવી છે.

App Store

દીકરીઓને ગુડ ટચ અને બેડ ટચ વિશે સમજણ આપવી જરૂરી છે. જેના દ્વારા તે કોઈ પણ સંભવિત ખતરાથી બચી શકવા સક્ષમ બની શકે છે. ઘણી વખત કુમળી વયની દીકરીઓ આ અંતર સમજી શકતી નથી અને યૌન શોષણનો શિકાર બની જતી હોય છે. જેના કારણે બાળકીઓનો આત્મવિશ્વાસ પણ ડગી જતો હોય છે.

કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટનાથી બચવા માટે જરૂરી છે કે, તમે દીકરીઓને નિર્ભય થઈને વાત કરતા શીખવો. દીકરીઓને સમજાવો કે, તે દરેક નાની-મોટી વાતો તમારી સાથે શેર કરે. જેના કારણે તમારું બૉન્ડિંગ મજબૂત બનશે અને કોઈ અપ્રિય સ્થિતિમાં તેના વિશે જાણવું સરળતાથી શક્ય બનશે. જો દીકરીના સ્વભાવમાં અચાનક કોઈ ફેરફાર જણાય, તો તેને નોટિસ કરો અને તેનું કારણ જાણવાનો પ્રયાસ કરો.

દીકરીઓ સાથે વાત કરો કે, તેમને સંભાવિત ખતરાથી કેવી રીતે બચવું જોઈએ. કોઈ અજાણી વ્યક્તિ સાથે સૂમસામ જગ્યાએ ના જવું, ઘરના વડીલોની જાણ બહાર ક્યાંય જતુ ના રહેવું, કંઈક શંકાસ્પદ જણાય તો તાત્કાલિક ત્યાંથી દૂર થઈ જવું. આવી નાની-નાની વાતોનું ધ્યાન રાખશે, તો દીકરીઓ કોઈ દાનવની જાળમાં ફસાતા બચી શકે છે.

આ તો થઈ બચાવની વાત, પરંતુ આ સાથે જ દીકરીને આવી સ્થિતિનો સામનો કરવાની હિમ્મત પણ આપવી એટલી જ જરૂરી છે. દીકરીને પહેલાથી જ સેલ્ફ ડિફેન્સની તાલીમ આપી શકો છે. તેમને સમજાવો કે, નાના હોવું એજ તેમની મોટી તાકાત છે. તે