Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સંબંધ : If parents make these mistakes their own son will become their enemy.

Parenting Tips:  માતા-પિતા આ ભૂલો કરશે તો પોતાનો પુત્ર જ બની જશે તમારો દુશ્મન 

Timeછેલ્લું અપડેટ : 07 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Parenting Tips:  માતા-પિતા આ ભૂલો કરશે તો પોતાનો પુત્ર જ બની જશે તમારો દુશ્મન 
સોર્સ : gstv

જ્યારે ઘરમાં પુત્રનો જન્મ થાય છે, ત્યારે તેનો યોગ્ય રીતે ઉછેર કરવો વધુ મહત્વપૂર્ણ બની જાય છે. ઉછેર દરમિયાન થયેલી એક નાની ભૂલ પણ તમારા પુત્રને તમારા દુશ્મન બનાવી શકે છે. આજે અમે તમારા માટે એવી ટીપ્સ લઈને આવ્યા છીએ કે જે તમે એક પિતા તરીકે અપવાની તમારા સંતાનને દૂર જતો અને દુશ્મન બનતો અટકાવી શકો છો.

App Store

બાળકની લાગણીઓને દબાવવી

ઘણી વખત માતા-પિતા પોતાના પુત્રની લાગણીઓને દબાવી દેવાની ભૂલ કરે છે. ઘણીવાર માતા-પિતા પોતાના પુત્રને રડતા કે દુઃખી થતા અટકાવે છે અને તેને કહે છે કે તું છોકરો છે તેથી તારે રડવું કે નબળા ન બનવું જોઈએ. જ્યારે તમે આવું કરો છો, ત્યારે તેની તમારા પુત્રના મન પર ખૂબ જ ખરાબ અસર પડે છે.

દીકરા સાથે સમય ન વિતાવવો

જો તમે તમારા દીકરા સાથે સમય નથી વિતાવતા તો આ તમારા માટે મોટી ભૂલ હોઈ શકે છે. તેનાથી દીકરા સાથેનો સંબંધ પણ મજબૂત થઈ શકતો નથી. બાળક ધીરે ધીરે તમારાથી દૂર થવા લાગે છે અને આ ભૂલના કારણે તમારું સંતાન તમારાથી દૂર જઈ શકે છે.

બાળક પર તમારી વાતો થોપવી

જો તમે નથી ઈચ્છતા કે તમારો સંતાન તમારું દુશ્મન ન બને તો તમારે તેની પર તમારી વાતો થોપવી ન જોઈએ. સંતાનની વાતો સમજવાની અને સાંભળવાની કોશિશ પણ કરવી જોઈએ. જ્યારે સંતાન પર તેની વાતો થોપવામાં આવે તો તેના મગજ પર નકારાત્મક અસર પડે છે. તેનો આત્મવિશ્વાસ ઓછો થઈ શકે છે.