Parenting Tips: બાળકોને બરબાદ કરી નાખશે માતા-પિતાની આ આદત, ક્યાંક તમે તો નથી કરી રહ્યાં ને આ ભૂલ

બાળકોના સ્વભાવમાં માતા-પિતાની છાપ દેખાય છે. તેઓ શું કરી રહ્યા છે અને ભવિષ્યમાં શું કરશે તે પણ માતા-પિતાના સ્વભાવ સાથે સંબંધિત હોય છે. આવી સ્થિતિમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે માતા-પિતાએ નાનપણથી જ તેમના બાળકોના કામ પર ખાસ નજર રાખવી જોઈએ, પરંતુ તે પહેલાં માતા-પિતાએ પોતાના સ્વભાવ અને આદતોને યોગ્ય રાખવી જોઈએ, કારણ કે બાળકો તેમના માતા-પિતા પાસેથી જ બધું શીખે છે અને તેઓ લાંબા સમય સુધી તેને જ ફોલો કરે છે. તો અહીં જાણો માતા-પિતાની આ આદતો બાળકોને કેવી રીતે બગાડી શકે છે.
ઊંચા અવાજમાં વાત ન કરવી
બાળકોની સામે ક્યારેય કોઈની સાથે કે એકબીજાની સાથે ઊંચા અવાજમાં વાત ન કરો. આમ કરવાથી તેઓને આ વાત નોર્મલ લાગવા લાગે છે અને પછી તેઓ પણ ઊંચા અવાજમાં વાત કરવા લાગે છે. ધીરે-ધીરે આ તેમની આદત બની જાય છે અને પછી તેમનો સ્વભાવ બની જાય છે. આવી સ્થિતિમાં તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમે તમારા અવાજને કાબૂમાં રાખો અને ગુસ્સામાં પણ ઊંચા અવાજે વાત ન કરો.
અપશબ્દોનો પ્રયોગ ન કરો
અપશબ્દોનો પ્રયોગ કરવો બાળકો માતા-પિતા પાસેથી જ શીખે છે. વાસ્તવમાં જો માતા-પિતા કોઈના માટે ખોટા શબ્દોનો પ્રયોગ કરે છે તો બાળકો પણ તેને શીખી લે છે અને તેનો ઉપયોગ કરવા લાગે છે. તો માતા-પિતાએ ખાસ કરીને બાળકોની સામે અપશબ્દોનો પ્રયોગ ન કરવો જોઈએ. બાળકોની સામે આરામથી વાત કરવી જોઈએ. મીઠા શબ્દોનો પ્રયોગ કરો.
પૈસાને બરબાદ ન કરો
પૈસાને બરબાદ કરવા સૌથી ખરાબ આદતોમાંથી એક છે. તમારા માટે જ નહીં તમારા બાળકો માટે પણ આ આદત નુકસાનકારક છે. તે અસલમાં ખોટા ખર્ચથી શરૂ થાય છે. તેથી બાળકોને પૈસાનું મહત્વ સમજાવો. તેના ઉપયોગ વિશે જણાવો. જેથી તેમને સમજમાં આવે કે પૈસાનો ખર્ચ તેમને ક્યાં કરવાનો છે અને ક્યાં નથી કરવાનો. આ સિવાય બાળકોને મની મેનેજમેન્ટ પણ શીખવો.
જીદ્દ કરે ત્યારે વસ્તુ ન આપો
બાળકો જે વસ્તુની જિદ્દ કરે, તેમને તે વસ્તુ બિલકુલ પણ ન આપો. તેનાથી તેઓ સમયની સાથે વધુ જિદ્દી બની જાય છે અને તેનું તેમને નુકસાન થાય છે. તેઓ આગળ પણ જિદ્દ કરતા રહે છે અને તેમની અંદર શેરિંગની ભાવના નથી આવતી. તેથી તમારા બાળકોમાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખો અને આ માટે તેમની આદતો સુધારો.

