રાત્રે બાળકને દૂધ આપતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન, નહીંતર સ્વાસ્થ્ય પર પડશે માઠી અસર

ભારતમાં દૂધ પીવાનું ચલણ ખૂબ વધારે છે. ખાસ કરીને બાળકોને રાત્રે દૂધ પીવડાવીને ઊંઘડવામાં આવે છે. માતા-પિતા બાળકોને રાત્રે ઊંઘતા પહેલાં દૂધ પીવડાવતા હોય છે. પેરેન્ટ્સને લાગે છે કે રાત્રે દૂધ પીવડાવવાથી અનેક ઘણો ફાયદો થાય છે. આમ, તમે પણ આવું વિચારી રહ્યાં છો અને રાત્રે ઊંઘતી વખતે બાળકોને દૂધ પીવડાવો છો તમારે સાવધાન થવાની જરૂર છે. બાળકોને રાત્રે દૂધ પીવડાવવાથી હાનિકારક સાબિત થઈ શકે છે. ઘણાં લોકો એવું માનતા હોય છે કે દૂધ રાત્રે પીવામાં આવતું ડ્રિંક છે, પરંતુ આવું નથી. રાત્રે બાળકોને દૂધ પીવડાવશો નહીં. તો જાણો આ પાછળનાં કારણો.
તમારા બાળકની ઉંમર બે વર્ષ કરતાં વધારે છે અને ખાંસી-શરદીનો કોઠો છે તો રાત્રે દૂધ આપશો નહીં. આ સાથે બાળકને કબજિયાતની તકલીફ છે તો તમે રાત્રે દૂધ પીવડાવશો નહીં કારણ કે આ એક મિલ્ક બિસ્કીટ સિન્ડ્રોમનાં લક્ષણ હોઈ શકે છે. આમ, તમે બાળકોને રાત્રે દૂધ પીવડાવો છો તો શરદી-ખાંસીની સમસ્યા થઈ શકે છે. આ સાથે એસિડિટી થઈ શકે છે.
જાણો શું હોય છે મિલ્ક બિસ્કીટ સિન્ડ્રોમ?
મિલ્ક બિસ્કીટ સિન્ડ્રોમ કોઈ બીમારી નથી, પરંતુ બાળકોને રાત્રે દૂધ અને નાસ્તો આપવાથી રિફ્લક્સ થવાની સમસ્યા થઈ શકે છે. આ સાથે બીજી અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે. આ કોઈ એલર્જી તેમજ ઇન્ફેક્શન નથી, પરંતુ જે બાળકોને તમે જે ખાવાનું આપી રહ્યાં છો એનાં કારણે થાય છે.
રાત્રે દૂધ કેમ ન આપવું જોઈએ?
રિપોર્ટ્સનું માનીએ તો દૂધમાં સુગર હોય છે જેનાં કારણે બ્લડ સુગર લેવલ વધી શકે છે. આ કારણે બાળકોની હાઇપરએક્ટિવિટી થઈ શકે છે. આ કારણે બાળકોને રાત્રે ઊંઘવામાં તકલીફ થઈ શકે છે. આમ, તમને લાગે છે કે રાત્રે ઊંઘતા પહેલાં બાળકને દૂધ પીવડાવવાથી ઊંઘ સારી આવે છે તો આ ખોટું છે. આનાથી બાળકની ઊંઘ ખરાબ થઈ શકે છે.

