Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સંબંધ : Don't say these 5 things by mistake even to a friend, otherwise your life will be ruined!

VIDEO: જીગરી મિત્રને પણ ભૂલથી ન કહેતા આ 5 વાતો, નહીંતર બરબાદ થઈ જશે તમારૂ અગંત જીવન!

Timeછેલ્લું અપડેટ : 08 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દરેકના જીવનમાં એક એવો મિત્ર ચોક્કસ હોય છે, જે તમારા બાળપણની મસ્તીઓથી લઈને તમારી પસંદ-નાપસંદ સુધી બધું જ જાણતો હોય છે. ઘણી વાર દોસ્તી એટલી ગાઢ થઈ જાય છે કે આપણે આપણા જીવનની લગભગ દરેક વાત તેમની સાથે શેર કરવા લાગીએ છીએ. પરંતુ દરેક વાત જણાવી દેવી અને એકબીજા પર વિશ્વાસ કરવો, આ બંને અલગ બાબતો છે. જેમ-જેમ ઉંમર વધે છે, તેમ-તેમ એ સમજાય છે કે કેટલીક વાતો ફક્ત પોતાના સુધી રાખવી જ વધુ યોગ્ય છે. આનાથી ન માત્ર તમારું અંગત જીવન સુરક્ષિત રહે છે, પરંતુ સંબંધો પણ સ્વસ્થ જળવાઈ રહે છે.

App Store

પાર્ટનર સાથેની નાની-મોટી લડાઈ

હંમેશા લોકો પાર્ટનર સાથે ઝઘડો થતાં જ પોતાના બેસ્ટ ફ્રેન્ડને આખી કહાની કહી દેતા હોય છે. પરંતુ બીજા દિવસે જ્યારે તમારું સમાધાન થઈ જાય છે, ત્યારે પણ મિત્રના મનમાં પાર્ટનર પ્રત્યે એ જ નકારાત્મક છાપ ઊભી રહી જાય છે. જો મામલો ગંભીર હોય, જેમ કે માનસિક કે શારીરિક શોષણ, તો જરૂર મદદ લો. પરંતુ નાની-નાની દલીલને દર વખતે બીજાને કહેવી યોગ્ય ગણાતી નથી.

પાસવર્ડ અને બેંકિંગ સંબંધિત માહિતી

ક્યારેય પણ પોતાના ફોનનો પાસવર્ડ, UPI પિન, ઈમેલનો પાસવર્ડ કે બેંકિંગને લગતી માહિતી કોઈ મિત્ર સાથે શેર ન કરવી જોઈએ. સામેની વ્યક્તિ ભલે ગમે તેટલી વિશ્વાસપાત્ર કેમ ન હોય, પરંતુ આવી માહિતી હંમેશાં ખાનગી જ રાખવી જોઈએ. જે રીતે ઘરનું તાળું દરેકને સોંપાતું નથી, તે જ રીતે ડિજિટલ સુરક્ષાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

બીજા કોઈનું સિક્રેટ (રહસ્ય)

જો પરિવારનો કોઈ સભ્ય કે કોઈ નજીકની વ્યક્તિ તમારા પર વિશ્વાસ રાખીને પોતાની અંગત વાત જણાવે, તો તેને આગળ બીજા કોઈને ન કહેવી જોઈએ - પછી તે તમારો સૌથી ખાસ મિત્ર જ કેમ ન હોય. કોઈનો વિશ્વાસ જાળવી રાખવો એ તમારી સારી ટેવ અને મજબૂત વ્યક્તિત્વની ઓળખ છે.

અધૂરાં સ્વપ્નો અને ભવિષ્યના પ્લાન્સ

નવી નોકરી, વિદેશ જવાની તૈયારી કે કોઈ મોટા નિર્ણય જેવી વાતો ત્યાં સુધી શેર ન કરો, જ્યાં સુધી તે નક્કી ન થઈ જાય. ઘણી વાર લોકો વારંવાર સવાલો પૂછવા લાગે છે અને જો પ્લાન પૂરો ન થઈ શકે તો બિનજરૂરી દબાણ અનુભવાય છે. વધુ સારું એ છે કે પહેલાં તમારા લક્ષ્ય પર કામ કરો અને સફળતા મળ્યા પછી જ ખુશખબરી શેર કરો.

પોતાની દરેક અસુરક્ષા (Insecurity)

દરેકના જીવનમાં એવા દિવસો આવે છે જ્યારે આત્મવિશ્વાસ ઓછો અનુભવાય છે. આવા સમયે મિત્ર સાથે વાત કરવી ખોટી નથી, પરંતુ દરેક વાતચીતમાં પોતાની ખામીઓ ગણાવ્યા કરવી પણ યોગ્ય નથી. વારંવાર પોતાની નબળાઈઓની ચર્ચા કરવાથી એ વાતો ધીમે-ધીમે સાચી લાગવા માંડે છે. પોતાની મુશ્કેલીઓ વિશે ખુલીને વાત કરો, પરંતુ તેને પોતાની ઓળખ ન બનવા દો.

દોસ્તીનો અર્થ એ નથી કે તમે તમારા જીવનની દરેક વાત સામે વાળાને કહી દો. મજબૂત દોસ્તી વિશ્વાસ, સન્માન અને સમજણ પર ટકેલી હોય છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News