Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : The murder case in Darjipura has been solved

Vadodara News: દરજીપુરામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, જીગરી મિત્રએ જ કરી હતી મિત્રની હત્યા

Timeછેલ્લું અપડેટ : 13 May 2025
લાઇવ ટીવીGoogle News
Vadodara News: દરજીપુરામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, જીગરી મિત્રએ જ કરી હતી મિત્રની હત્યા

Vadodara News: વડોદરા દરજીપુરા ગામના દીપેન પટેલની હત્યાને મામલે જીગરી મિત્રએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. ત્રણ દિવસ થી ગુમ હતો દીપેન પટેલ જેને લઈ પરિવારજનો દ્વારા હરણી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ કરી ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હત્યારા દગાબાજ દોસ્ત હાર્દિક પ્રજાપતિને ઝડપી લેવામાં આવ્યો હતો.

App Store

7 તારીખે હાર્દિક પ્રજાપતિએ કારમાં જઈ રહેલા દીપેન પટેલ પાસે  લિફ્ટ માંગી જેથી દીપેને કારમાં હાર્દિકને બેસાડ્યો હતો. બંને વાતો કરતા હતા ત્યારે રસ્તામાં હાર્દિકે કાર ઉભી રખાવી દીપેન કઈ વિચારે તે પહેલા જ તેની આંખમાં મરચું નાખી તેના ગળે કટર ફેરવી હત્યા કરી દીધી હતી. દીપેન પટેલ પરિણીત છે પરંતુ તેને હાર્દિકની સ્ત્રી મિત્ર સાથે દોસ્તી થઈ હતી જે હાર્દિકને ખૂંચતું હતું.

હત્યાં કર્યા બાદ કાલોલ ખાતે કેનાલમાં દીપેન પટેલનો મૃતદેહ ફેંકી દીધો હતો. પોલીસને ગેરમાર્ગે દોરવા હાર્દિકે કાર 70 કિલોમીટર દૂર મહીસાગર નદીમાં ફેંકી હતી. ટેક્નિકલ સોર્સ અને શંકાસ્પદ વર્તનથી હાર્દિક જ હત્યારો હોવાનું પુરવાર થયું હતું. પોતાના પ્રેમ પ્રકરણમાં દીપેન પટેલ આડે આવશે તેવો વહેમ હાર્દિક પ્રજાપતિને હતો. ભાડે અપાવેલ ઘર દીપેન ખાલી કરાવવાનું કહેતા આખરે હત્યા કરી નાખી હતી.

આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર

હરણી પોલીસ દ્વારા આરોપી હાર્દિક પ્રજાપતિને કોર્ટ માં રજુ કરવામાં આવ્યો હતો. નામદાર કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. દીપેન પટેલની હત્યા કર્યા બાદ હાર્દિક પ્રજાપતિ દીપેનના પરિવાર સાથે કોઈને તેના પર શંકા ન જાય તે માટે તેને શોધવા માંજોડાયો હતો.