Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સંબંધ : At this age, children start learning and understanding things very quickly.

VIDEO: બાળકના ઉજ્જવળ ભવિષ્યનો પાયો: ઉંમર પ્રમાણે સંતાનને આ રીતે કેળવો

Timeછેલ્લું અપડેટ : 01 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આજના સમયમાં બાળકોનો મોટાભાગનો સમય મોબાઈલ, ટીવી અને ગેમ્સમાં વીતે છે, જેની અસર તેમના વર્તન અને આદતો પર પડે છે. આવા સમયે માતા-પિતાની જવાબદારી વધી જાય છે કે તેઓ બાળકોને યોગ્ય સમયે સાચી વસ્તુઓ શીખવે. યાદ રાખો, બાળકની પહેલી શાળા તેનું ઘર છે અને તેના પહેલા શિક્ષક તેના માતા-પિતા છે. જો નાની ઉંમરથી જ બાળકોને સારા મેનર્સ (શિષ્ટાચાર) અને સંસ્કાર શીખવવામાં આવે, તો તેમનું વ્યક્તિત્વ વધુ ખીલે છે.

App Store

1 થી 2 વર્ષના બાળકો

આ ઉંમરે બાળકો શીખવાની શરૂઆત કરે છે અને વસ્તુઓને ખૂબ ઝડપથી સમજવા લાગે છે.

શું શીખવવું?: તેમને ધીમે-ધીમે બેઝિક શબ્દો જેમ કે 'Thank You', 'Sorry', 'Excuse Me' અને 'May I' કહેતા શીખવો.

કેવી રીતે શીખવવું?: બાળકો નકલ કરીને જલ્દી શીખે છે, તેથી તમે પોતે પણ આ શબ્દોનો ઉપયોગ કરો. રમકડાં કે એક્ટિંગ દ્વારા શબ્દોનું પુનરાવર્તન કરાવો. તમારું વર્તન જ તેમની શીખ બને છે.

3 થી 5 વર્ષના બાળકો

આ ઉંમરે બાળકો વસ્તુઓને વધુ સારી રીતે સમજવા લાગે છે, પરંતુ સાથે-સાથે તેમની જીદ પણ વધી શકે છે.

શું શીખવવું?: તેમને વસ્તુઓ 'શેર' (વહેંચતા) શીખવો જેથી સહયોગની ભાવના વિકસે. કોઈને મળતી વખતે 'Hi' કે 'Hello' અને જતી વખતે 'Bye' કહેતા શીખવો. બીજાની લાગણીઓને સમજવાની આદત પાડો.

કેવી રીતે શીખવવું?: વાર્તાઓ અને ઉદાહરણો દ્વારા સમજાવો. તેમના સારા વર્તન પર તેમની પ્રશંસા કરો. આ ઉંમરે ખીજાવા કરતા પ્રેમ અને ધીરજથી સમજાવવું વધુ અસરકારક રહે છે.

6 થી 10 વર્ષના બાળકો

આ ઉંમરે બાળકોમાં સાચા અને ખોટાની સમજ વિકસવા લાગે છે, તેથી તેમને યોગ્ય દિશા આપવી જરૂરી છે.

શું શીખવવું?: તેમને સાચા-ખોટાની ઓળખ કરતા શીખવો જેથી તેઓ પોતાના નિર્ણય સમજદારીથી લઈ શકે. હંમેશા સાચું બોલવાની આદત પાડો અને ઈમાનદારીનું મહત્વ સમજાવો. ટીમવર્ક (સાથે મળીને કામ કરવું) અને સહયોગની ભાવના કેળવો.

કેવી રીતે શીખવવું?: તેમને નાની-નાની જવાબદારીઓ સોંપો. જો ભૂલ કરે તો શાંતિથી સમજાવો. રમતગમત અને ગ્રુપ એક્ટિવિટીમાં તેમને સામેલ કરો.

સ્ક્રીન ટાઈમ પર નિયંત્રણ

મોબાઈલ અને ટીવીનો વધુ પડતો ઉપયોગ બાળકોના માનસિક વિકાસને અવરોધે છે. પેરેન્ટ્સે બાળકોનો સ્ક્રીન ટાઈમ મર્યાદિત કરવો જોઈએ અને તેમને આઉટડોર ગેમ્સ (મેદાનની રમતો) તથા શારીરિક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.

પ્રેમ અને સપોર્ટ સૌથી જરૂરી

  • કોઈપણ ઉંમર હોય, બાળકને સૌથી વધુ જરૂર તમારા પ્રેમ અને સમજણની હોય છે.
  • બાળકોને ખીજાવાને બદલે તેમની વાત ધ્યાનથી સાંભળો
  • તેમની નાની-નાની સિદ્ધિઓ કે સારા કામ પર તેમને પ્રોત્સાહન આપો.
  • બાળકોની યોગ્ય ઉછેરની કોઈ શોર્ટકટ નથી, પરંતુ યોગ્ય માર્ગદર્શન, પ્રેમ અને ધીરજથી તમે તમારા બાળકને માત્ર સમજદાર જ નહીં પણ એક સારો માણસ પણ બનાવી શકો છો.