Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સંબંધ : Affordable gifts to give to your wife on Karwa Chauth

Karwa Chauth 2025 / પત્નીના ચહેરા પર સ્મિત લાવવા માંગો છો? તો કરવા ચોથના દિવસે ગિફ્ટ કરો આ વસ્તુઓ

Timeછેલ્લું અપડેટ : 05 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Karwa Chauth 2025 / પત્નીના ચહેરા પર સ્મિત લાવવા માંગો છો? તો કરવા ચોથના દિવસે ગિફ્ટ કરો આ વસ્તુઓ
સોર્સ : GSTV

કરવા ચોથનો તહેવાર માત્ર વ્રત રાખવા પુરતો જ નથી, પરંતુ પતિ-પત્ની વચ્ચેના અતૂટ પ્રેમ અને ભક્તિનું પ્રતીક છે. આ દિવસે, પત્ની આખો દિવસ વ્રત રાખે છે અને તેના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. પતિએ દિલથી આપેલી એક નાની ગિફ્ટ પણ તેના ચહેરા પર સ્મિત લાવશે. આ માટે તમારે વધારે ખર્ચો કરવાની પણ જરૂર નથી. ઘણી એવી ગિફ્ટ છે, 500 રૂપિયા સુધીમાં ખરીદી શકાય છે. તે તમારા પ્રેમને સુંદર રીતે વ્યક્ત કરી શકે છે. તેથી, આ કરવા ચોથ પર, પતિએ તેમની પત્નીને યાદગાર ગિફ્ટ આપવી આપવી જોઈએ, મોંઘી નહીં. આ તમારા પ્રેમ અને સ્નેહ બંનેને વ્યક્ત કરશે.

App Store

હેન્ડમેડ કાર્ડ અને ચોકલેટ બોક્સ

કરવા ચોથ પર તમારી પત્નીને તમારા હાથેથી બનાવેલું કાર્ડ આપો. આ કાર્ડ પર તમારા પ્રેમને વ્યક્ત કરો. તમે તેની સાથે ચોકલેટનું બોક્સ પણ ગિફ્ટમાં આપી શકો છો. તમારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરો. હાથથી લખેલું કાર્ડ અને કેટલીક મનપસંદ ચોકલેટ આનાથી સારી કોઈ ગિફ્ટ શું હોઈ શકે. તમારા આ પ્રયત્નથી તમારી પત્નીના ચહેરા પર જરૂર સ્મિત આવશે.

કસ્ટમાઇઝ્ડ મગ અથવા કુશન

તમે તમારી પત્નીને લગભગ 300થી 400 રૂપિયામાં કસ્ટમાઇઝ્ડ મગ અથવા કુશન ગિફ્ટમાં આપી શકો છો. તેના પર તમારા લગ્નનો ફોટો અથવા "I Love You Forever" પ્રિન્ટ કરાવો. દરરોજ સવારે ચા કે કોફી પીતી વખતે તે માગ જોઈને તેના ચહેરા પર સ્મિત આવશે.

જ્વેલરી પીસ

લગભગ 500 રૂપિયામાં, ઓક્સિડાઇઝ્ડ ઇયરિંગ્સ, બંગડીઓ અથવા પાયલ કરવા ચોથના શણગારમાં ચાર ચાંદ લગાવશે. તમે તમારી પત્નીને કેટલીક નાની પણ સુંદર જ્વેલરી ગિફ્ટમાં આપી શકો છો.

સેન્ટેડ કેન્ડલ સેટ અથવા પરફ્યુમ

કરવા ચોથ પર તમારી પત્નીને પરફ્યુમ અથવા સેન્ટેડ કેન્ડલ આપો. આ સાથે તમારા પ્રેમની સુગંધ તેને હંમેશા તમારી યાદ અપાવશે. આ ગિફ્ટ ઓછી કિંમતે સૌથી સારો વિકલ્પ છે.