Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સંબંધ : Ask yourself these 5 questions before going on second date

Relationship Tips / પહેલી ડેટ બાદ ફરી બનાવી રહ્યા છો મળવાનો પ્લાન? તો તમારી જાતને પૂછો આ 5 સવાલ

Timeછેલ્લું અપડેટ : 04 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Relationship Tips / પહેલી ડેટ બાદ ફરી બનાવી રહ્યા છો મળવાનો પ્લાન? તો તમારી જાતને પૂછો આ 5 સવાલ
સોર્સ : GSTV

તમને ડેટિંગ એપ દ્વારા અથવા કોઈ મિત્ર સાથે પહેલી ડેટ પર જવાની તક મળી, પરંતુ પાછા ફર્યા પછી, તમને ખાતરી નથી કે તેમની સાથે બીજી ડેટ પર જવું યોગ્ય છે કે નહીં. આવી સ્થિતિમાં તમે તમારી પ્રામાણિકપણે તમારી જાતને કેટલાક સવાલો પૂછો અને વિચારપૂર્વક જવાબ આપો. આ મૂંઝવણને ઉકેલવામાં તમારી મદદ કરવા માટે, અમે કેટલાક પ્રશ્નોનું જણાવી રહ્યા છીએ જે તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરશે. જો તમને પણ ન સમજાતું હોય કે બીજી ડેટ પર જવું કે નહીં તો તમાં તમારી જાત ને આ 5 સવાલ પૂછી શકો છો.

App Store

શું તમારી ડેટે રસ દાખવ્યો?

આ નક્કી કરવું મુશ્કેલ નથી. જો તમારી ડેટે તમારી વાતો ધ્યાનથી સાંભળી હોય અને તમારામાં રસ દાખવ્યો હોય, તો તે સારી વાત છે. કોઈ એવો વિષય કે જેમાં તેમને રસ નથી, પરંતુ તમારા માન માટે તેને ધ્યાનથી સાંભળી અને તેના પર પોતાના અભિપ્રાય આપ્યા હોય, તો તે સારો સંકેત છે.

શું તમારી વાતચીત સારી હતી?

કોઈ વ્યક્તિ વાતચીતમાં કેવી છે તેનો અંદાજ પહેલી ડેટમાં લગાવી શકાય છે. તેમાં બેલેન્સ મહત્ત્વપૂર્ણ છે. તમારે બંનેએ વાત તો કરવી જ જોઈએ, પરંતુ વધુ પડતી નહીં, શેરિંગ પણ મર્યાદામાં હોવું જોઈએ. જો વાતચીત એકતરફી હોય, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે.

શું તેમનું ધ્યાન સતત ભટકાય છે?

જો તમારી સાથે ડેટ પર આવેલ વ્યક્તિ સતત ફોન ચેક કરે અથવા સમય પસાર કરવા માટે વારંવાર આસપાસ જોવે છે, તો તેનો અર્થ એ છે કે તેઓ તમારા સમયની કદર નથી કરતા. જોકે, એવું પણ બની શકે છે કે તેઓ વ્યક્તિગત મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે અથવા તેમનો દિવસ સારો નથી રહ્યો.

શું તમારી વચ્ચે કોઈ સમાનતા છે?

પહેલી ડેટ પર, લોકો ઘણીવાર એકબીજાની પસંદ-નાપસંદ, શોખ અને અન્ય બાબતોને સમજવાનો પ્રયાસ કરે છે. જો તમારી પસંદ સમાન હોય, તો આ તમને પછીથી સાથે મળીને સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરી શકે છે.

શું તમને તેમની સાથે સમય પસાર કરવો ગમ્યો?

બીજી ડેટ માટે સૌથી મહત્ત્વની બાબત એ છે કે તમે તેમની સાથે સારો સમય પસાર કરો. જો તમને આનંદ આવ્યો હોય, તો તે એક સકારાત્મક સંકેત છે. આનથી તમને તેમને ફરીથી મળવાની ઈચ્છા થશે.