મોંમાં પાણી આવી જશે! આ વીકેન્ડે ટ્રાય કરો મુંબઈ ફેમસ કુરકુરી રગડા પેટીસ

જો તમે આ વીકેન્ડમાં મુંબઈના સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડનો સ્વાદ માણવા માંગતા હોવ, તો આ વખતે રગડા પેટીસ ટ્રાય કરીને જુઓ. બટાકામાંથી બનેલી કુરકુરી પેટીસ સાથે ગરમાગરમ ચટપટો રગડો બાઈટ લેતા જ તમને આ વાનગીના ચાહક બનાવી દેશે. ચોમાસાની ઋતુમાં સવારના કે સાંજના નાસ્તામાં ચા સાથે તેને સામેલ કરી શકાય છે.
રગડા પેટીસ રેસિપી
રગડા પેટીસની શરૂઆત મુંબઈની ગલીઓમાંથી થઈ હતી અને ત્યારબાદ તે ઉત્તર ભારતમાં પણ ખૂબ ફેમસ થઈ ગઈ. ચાલો જાણીએ તેની સ્પેશિયલ રેસિપી:
પેટીસ માટેની સામગ્રી:
10-12 બટાકા
4-5 બ્રેડ સ્લાઈસ
3-4 મોટી ચમચી તેલ
1/2 ચમચી જીરા પાવડર
સ્વાદાનુસાર મીઠું
રગડા માટેની સામગ્રી:
3/4 કપ સફેદ વટાણા
2-3 લીલા મરચાં (ઝીણા સમારેલા)
1/4 ચમચી ખાવાનો સોડા
2 મોટી ચમચી તેલ
1/4 ચમચી જીરું
1/4 ચમચી લાલ મરચું પાવડર
1/4 ચમચી હળદર
1 નાની ચમચી ધાણાજીરું પાવડર
1 ઇંચ આદુ
1/2 નાની ચમચી આમચૂર પાવડર
સ્વાદાનુસાર મીઠું
ચાટ સર્વ કરવા માટે
1/2 વાટકી લીલી ચટણી
1/2 વાટકી આમલીની ચટણી
1/2 વાટકી મીઠી ચટણી
1 વાટકી દહીં
જરૂર મુજબ ચાટ મસાલો
બનાવવાની રીત
રગડા પેટીસ બનાવતા પહેલા આગલી રાત્રે જ સફેદ વટાણાને પાણીમાં પલાળીને રાખો.
બીજા દિવસે સૌથી પહેલા વટાણામાં સોડા, સ્વાદાનુસાર મીઠું અને વટાણા કરતાં બમણું પાણી ઉમેરીને બાફવા માટે મૂકી દો.
કૂકરની એક સીટી વાગી જાય પછી ગેસ બંધ ન કરવો, 1-2 મિનિટ ધીમા તાપે તેને બફાવા દેવું અને પછી ગેસ પરથી ઉતારી લેવું.
કઢાઈમાં તેલ ગરમ કરીને જીરું સાંતળો, ત્યારબાદ આદુની પેસ્ટ, હળદર, ધાણાજીરું અને લાલ મરચું નાખીને શેકાયા પછી તેમાં બાફેલા વટાણા ઉમેરી દો.
સાથે હળવી ખટાશ માટે આમચૂર પણ ઉમેરો. તેને ઓછામાં ઓછી 5 મિનિટ સુધી ચડવા દેવું.
વટાણા તૈયાર કરતી વખતે જ બીજા કૂકરમાં બટાકા બાફવા મૂકી દો.
ત્યારબાદ બ્રેડને પાણીમાં પલાળીને નીચોવી લો અને બાફેલા બટાકા સાથે મેશ કરી લો.
તેમાં જીરા પાવડર અને સ્વાદાનુસાર મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
હવે કઢાઈમાં તેલ ગરમ કરી બટાકા અને બ્રેડના મિશ્રણને ગોળ આકાર આપીને આછા બદામી રંગના થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરી લો.
હવે પ્લેટમાં પેટીસ મૂકીને ઉપર ગરમાગરમ રગડો રેડો, પછી એક પછી એક લીલી, આમલીની અને મીઠી ચટણી ઉમેરો. સૌથી છેલ્લે દહીં અને ચાટ મસાલો ભભરાવીને સર્વ કરો.

