Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : This is how to make instant mango pickle without the hassle of drying it in the sun.

Recipe : તડકામાં સૂકવવાની ઝંઝટ વગર આ રીતે બનાવો ઇન્સ્ટન્ટ કેરીનું અથાણું

Timeછેલ્લું અપડેટ : 14 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Recipe : તડકામાં સૂકવવાની ઝંઝટ વગર આ રીતે બનાવો ઇન્સ્ટન્ટ કેરીનું અથાણું
સોર્સ : gstv

કેરીનું અથાણું દરેક ઘરમાં દર વર્ષે બનાવવામાં આવે છે. બજારમાં કાચી કેરી આવતાની સાથે જ લોકો અથાણું બનાવવાની તૈયારીઓ શરૂ કરી દે છે. દાળ-ભાત, પૂરી, પરાઠા કે રોટલી – દરેક સાથે કેરીનું અથાણું સ્વાદિષ્ટ લાગે છે, પણ તેને બનાવવામાં થોડી મહેનત પડે છે. પહેલા કેરી કાપો, તેને તડકામાં સુકવો અને પછી અથાણું બનાવો. આજકાલના વ્યસ્ત સમયમાં લોકો આટલી લાંબી વિધિ પસંદ નથી કરતા.

App Store

જો તમે અથાણાંના શોખીન હોવ અને ઝંઝટ વગર તે બનાવવા માંગતા હોવ, તો તમારા માટે એક સરળ રીત લાવ્યા છીએ. આ રીતે તમે માત્ર 15 મિનિટમાં કેરીનું અથાણું બનાવી શકો છો અને તેમાં તડકાની પણ જરૂર નહીં રહે. 

સામગ્રી:

  • 3-4 નંગ કાચી કેરી
  • અડધો કપ સરસવનું તેલ
  • 3 સૂકા લાલ મરચાં
  • 2 ચમચી પીળી પીળી રાય
  • અડધી ચમચી મેથીનો પાવડર (અથવા મેથીના કુરિયા)
  • દોઢ ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી મીઠું
  • 1 ચમચી વરિયાળી
  • પા ચમચી હિંગ
  • અડધી ચમચી હળદર

બનાવવાની રીત:

1. તેલ ગરમ કરો:

સૌ પ્રથમ એક કડાઈમાં માપ મુજબ સરસવનું તેલ ગરમ કરો અને તેમાં સૂકા લાલ મરચાં નાખો. ત્યારબાદ તેને સાઈડમાં ઠંડું થવા માટે મૂકી દો. હવે કેરીને ધોઈને કોરી કરી લો અને તેના લાંબા-પાતળા પીસ કાપી લો. ધ્યાન રાખવું કે કેરીમાં બિલકુલ પાણી ન રહે, નહીંતર અથાણું બગડી જશે.

2. મસાલો તૈયાર કરો:

એક મોટા બાઉલમાં પીળી રાયના કુરિયા, મેથી પાવડર, લાલ મરચું, મીઠું, વરિયાળી, હિંગ અને હળદર ભેગા કરીને મસાલો તૈયાર કરો. હવે કાપેલી કેરીને આ મસાલામાં નાખીને બરાબર મિક્સ કરો, જેથી દરેક પીસ પર મસાલો ચડી જાય.

3. અથાણું ફાઇનલ કરો

જ્યારે મસાલો કેરીમાં બરાબર ભળી જાય, ત્યારે પેલું ઠંડું કરેલું તેલ (મરચાં સાથે) તેમાં ઉમેરી દો. હવે તેને ચમચીથી હલાવો. 

આ અથાણું તૈયાર છે, પણ તેને થોડું ગળવા દેવા માટે 24 કલાક ઢાંકીને રાખો. બીજા દિવસે કેરી થોડી નરમ થઈ જશે. તેને કાચની સાફ અને કોરી બરણીમાં ભરી લો. જો લાંબો સમય ચલાવવું હોય, તો ક્યારેક તડકો બતાવી શકાય અથવા વધુ તેલ ઉમેરી શકાય. તડકામાં સુકવવાની ઝંઝટ વગર તૈયાર છે ઇન્સ્ટન્ટ કેરીનું અથાણું!