Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : Recipes: No butter, milk or syrup! Make a royal mango dessert that will melt in your mouth with just these 3 ingredients

Recipes: માવો, દૂધ કે ચાસણી કંઈ જ નહીં! માત્ર આ 3 વસ્તુઓથી બનાવો કેરીની એવી શાહી મીઠાઈ જે મોંમાં મૂકતા જ ઓગળી જશે

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
Recipes: માવો, દૂધ કે ચાસણી કંઈ જ નહીં! માત્ર આ 3 વસ્તુઓથી બનાવો કેરીની એવી શાહી મીઠાઈ જે મોંમાં મૂકતા જ ઓગળી જશે
સોર્સ : gstv

Mango Halbai Recipe: માવા વગર બનતી આ ‘મેંગો હલબાઈ’ તમારા ઘરની ખાસ મીઠાઈ બની શકે છે, જે દરેક પ્રસંગે બધાના દિલ જીતી લેશે. ચોખા, નાળિયેર, ગોળ અને કેરીમાંથી બનતી આ મીઠાઈ એટલી સોફ્ટ હોય છે કે મોંમાં મૂકતાની સાથે જ ઓગળી જાય છે.

App Store

જો તમે ઘરે કંઈક નવું અને ખાસ બનાવવાનું વિચારી રહ્યા છો, તો આ રેસિપી તમારા માટે એકદમ પરફેક્ટ છે. ‘મેંગો હલબાઈ’ એક પરંપરાગત અને અત્યંત સ્વાદિષ્ટ મીઠાઈ છે, જેને તમે માવા વગર પણ સરળતાથી બનાવી શકો છો. ચોખા, નાળિયેર, ગોળ અને કેરીમાંથી તૈયાર થતું આ ડેઝર્ટ એટલું સોફ્ટ હોય છે કે મોંમાં મૂકતા જ ઓગળી જાય છે.

ઉનાળામાં કેરીની સીઝન વચ્ચે આ મીઠાઈ સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેનું અદભુત કોમ્બિનેશન છે. આ મીઠાઈ બનાવનાર સ્વીટી પટેલ જણાવે છે કે, આ રેસિપી જેટલી સરળ છે, એટલી જ લાજવાબ પણ છે.

આ રીતે બનાવો ટેસ્ટી 'મેંગો હલબાઈ'

સૌથી પહેલું સ્ટેપ: આ મીઠાઈ બનાવવા માટે સૌથી પહેલા 5 કલાક સુધી પલાળેલા ચોખા લો અને તેને મિક્સર જારમાં ઉમેરો.

બીજા મસાલા ઉમેરો: હવે તેમાં તાજું છીણેલું નાળિયેર, થોડો ગોળ, પલાળેલા કાજુ અને સુગંધ માટે લીલી એલચી ઉમેરો. ત્યારબાદ તેમાં 1 કપ પાણી મિક્સ કરીને તેને સારી રીતે પીસી લો, જેથી એકદમ સ્મૂધ પેસ્ટ તૈયાર થઈ જાય.

આ છે અસલી સિક્રેટ: આ પેસ્ટને સીધી રાંધવાને બદલે એક ઝીણી ગળણી વડે ગાળી લો. આનાથી નાળિયેર અને ચોખાના મોટા કણો અલગ થઈ જશે અને તમને એકદમ મુલાયમ લિક્વિડ મળશે. આ જ આ મીઠાઈનું અસલી સિક્રેટ છે.

હવે ઉમેરો કેરીનો સ્વાદ

ગાળેલા મિશ્રણને એક કડાઈમાં નાખો અને તેમાં 1.5 કપ પાણી તથા તાજી પાકેલી કેરીની ઘટ્ટ પ્યુરી (રસ) ઉમેરો. ખાસ ધ્યાન રાખો કે ગેસ ચાલુ કરતા પહેલા આ બધી સામગ્રીને બરાબર મિક્સ કરી લો, જેથી તેમાં કોઈ ગાંઠ ન રહે.

કેસર અને ઘીથી વધારો સ્વાદ

જ્યારે આ મિશ્રણ ઘટ્ટ થવા લાગે, ત્યારે તેમાં કેસરવાળું દૂધ ઉમેરો. આનાથી મીઠાઈમાં શાનદાર રંગ અને સુગંધ આવશે. ત્યારબાદ તેમાં દેશી ઘી ઉમેરો અને ચમચા વડે સતત હલાવતા રહો.

જ્યારે મિશ્રણ કડાઈ છોડવા લાગે અને એક લોટના કણક (ડો)ની જેમ ભેગું થઈ જાય, ત્યારે સમજી જવું કે તમારી ‘મેંગો હલબાઈ’ તૈયાર છે. હવે તેને એક થાળીમાં કાઢી લો અને ઠંડું થવા દો.