Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : Recipe to make sambhar vada at home

Recipe / ઘરે બનાવો દક્ષિણ ભારતની ફેમસ વાનગી સાંભાર-વડા, બધાને પસંદ આવશે તેનો સ્વાદ

Timeછેલ્લું અપડેટ : 03 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Recipe / ઘરે બનાવો દક્ષિણ ભારતની ફેમસ વાનગી સાંભાર-વડા, બધાને પસંદ આવશે તેનો સ્વાદ
સોર્સ : Google

દક્ષિણ ભારતીય વાનગીઓનો સ્વાદ ખરેખર અદ્ભુત હોય છે. સાંભાર અને વડા પણ તેમાંથી એક છે. સાંભાર તુવેરની દાળ અને શાકભાજીથી બનાવવામાં આવે છે, જે સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ બંને હોય છે.

App Store

વડા અડદની દાળથી બનાવવામાં આવે છે, જે નરમ અને ફૂલાયેલા હોય છે. આજે અમે તમને સાંભાર-વડા બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ, જેથી તમે પણ ઘરે સરળતાથી સાંભાર-વડા બનાવી શકો. તમારા ઘરના દરેક સભ્યને તેનો સ્વાદ પસંદ આવશે.

વડા માટેની સામગ્રી

  • અડદની દાળ - 200 ગ્રામ (1 કપ)
  • મીઠું - સ્વાદ મુજબ
  • આદુ - 1-2 ઈંચનો ટુકડો (છીણેલું)
  • લીલા મરચાં - 2-4 (બારીક સમારેલા)
  • મીઠા લીમડાના પાન અથવા કોથમરી - 1 ચમચી (સમારેલા)
  • તેલ

વડા બનાવવાની રીત

  • પ્રથમ, અડદની દાળને ધોઈ લો અને તેને 4-5 કલાક અથવા રાતભર પાણીમાં પલાળી રાખો.
  • આ પછી દાળને પાણી કાઢો તેને બારીક પીસી લો. ખાતરી કરો કે દાળની પેસ્ટ જાડી હોય.
  • હવે પીસેલી દાળમાં મીઠું, છીણેલું આદુ, લીલું મરચું અને કોથમરી અથવા મીઠા લીમડાના પાન ઉમેરો.
  • હવે, આ મિશ્રણને સારી રીતે ફેંટી લો. તેને જેટલું ફેંટશો વડા તેટલા જ નરમ અને ફૂલેલા બનશે.
  • ખીરું હળવું અને ફ્લ્ફી થાય ત્યાં સુધી ફેંટીશું.
  • હવે, તમારા હાથને પાણીથી ભીના કરો. આ પછી થોડું ખીરું લો, તેને ગોળ આકાર આપો અને તમારા અંગૂઠાથી વચ્ચે એક કાણું બનાવો.
  • હવે, એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ મધ્યમ તાપ પર હોવું જોઈએ.
  • હવે ગરમ તેલમાં વડા ઉમેરો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
  • આ પછી તેને તેલમાંથી કાઢીને ટીશ્યુ પેપર પર મૂકો.

સાંભાર માટેની સામગ્રી

  • તુવેર દાળ - 1/2 કપ
  • તમારી પસંદગીના શાકભાજી
  • ટામેટું - 1 (બારીક સમારેલું)
  • આંબલીનો પલ્પ - 1-2 ચમચી
  • સાંભાર મસાલો - 2-3 ચમચી
  • હળદર પાવડર - 1/2 ચમચી
  • મીઠું - સ્વાદ મુજબ
  • ગોળ - એક નાનો ટુકડો
  • પાણી - જરૂર મુજબ
  • તેલ - 1-2 ચમચી
  • રાઈ - 1/2 ચમચી
  • મીઠો લીમડો - 8-10 પાન
  • સૂકા લાલ મરચાં - 2-3
  • હિંગ - એક ચપટી

સાંભાર બનાવવાની રીત

  • સૌ પ્રથમ, તુવેરની દાળને ધોઈને પ્રેશર કૂકરમાં હળદર અને મીઠું નાખીને 2-3 સીટી થાય ત્યાં સુધી રાંધો.
  • હવે, એક વાસણમાં થોડું પાણી લો. સમારેલા શાકભાજી ઉમેરો અને નરમ થાય ત્યાં સુધી રાંધો.
    રાંધેલી દાળ અને રાંધેલા શાકભાજી મિક્સ કરો.
  • આ પછી તેમાં ટમેટું, સાંભાર મસાલો, આમલીનો પલ્પ, મીઠું અને ગોળ ઉમેરો.
  • હવે સાંભારને સારી રીતે મિક્સ કરો અને ધીમા તાપે 10-15 મિનિટ સુધી ઉકાળો, જેથી બધા સ્વાદ એક સાથે ભળી જાય.
  • આ પછી એક નાના પેનમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ, સૂકા લાલ મરચાં, હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરો.
  • જ્યારે રાઈ તતડવા લાગે, ત્યારે આ વઘારને ઉકળતા સાંભાર પર રેડો અને ઢાંકી દો.
  • તૈયાર વડાને ગરમ સાંભારમાં 1-2 મિનિટ માટે પલાળી રાખો અને પછી નારિયેળની ચટણી સાથે સર્વ કરો.