Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : Make cheese corn momos at home with this recipe

Recipe / કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થઈ છે? તો આ સરળ રીતે બનાવી લો ચીઝ કોર્ન મોમોઝ

Timeછેલ્લું અપડેટ : 01 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Recipe / કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થઈ છે? તો આ સરળ રીતે બનાવી લો ચીઝ કોર્ન મોમોઝ
સોર્સ : Google

જો મોમોઝનો ઉલ્લેખ થતા જ તમારા મોંમાં પાણી આવી જાય, તો તમને આ નવી મોમો રેસીપી ચોક્કસ પસંદ આવશે. તીખી લાલ ચટણી અને મેયોનીઝ સાથે સર્વ કરવામાં આવતા ક્રિસ્પી ચીઝ કોર્ન મોમોઝ તમારા દિવસને ખાસ બનાવી શકે છે. તમે મિત્રો સાથે સાંજના નાસ્તાની પાર્ટીમાં પણ આ મોમોઝ સર્વ કરી શકો છો. ક્રિસ્પી ચીઝ કોર્ન મોમોઝની સોફ્ટનેસ તેમજ ચીઝ અને મકાઈનું ક્રીમી સ્વીટ ફિલિંગ સ્વાદનું એક પરફેક્ટ કોમ્બીનેશન છે. તો, ચાલો તમને તેની સરળ રેસીપી જણાવી દઈએ.

App Store

સામગ્રી

  • 1 કપ મેંદો
  • 1 ચમચી તેલ
  • જરૂર મુજબ પાણી
  • 1/2 કપ મકાઈ (બાફેલી) 
  • 1/2 કપ મોઝેરેલા ચીઝ (છીણેલું)
  • 2 ચમચી પ્રોસેસ્ડ ચીઝ
  • 1/4 કપ બારીક સમારેલી ડુંગળી
  • 1/4 કપ બારેક સમારેલું સિમલા મરચું
  • 1/4 ચમચી કાળા મરી પાવડર
  • 1/2 ચમચી ચિલી ફ્લેક્સ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 2 ચમચી કોર્નફ્લોર
  • 1 કપ બ્રેડક્રમ્સ
  • જરૂર મુજબ પાણી
  • તળવા માટે તેલ

બનાવવાની રીત

  • ક્રિસ્પી ચીઝ કોર્ન મોમોઝ બનાવવા માટે, સૌપ્રથમ કણક તૈયાર કરો.
  • આ માટે એક બાઉલમાં મેંદો, મીઠું અને તેલ મિક્સ કરી પાણીનો ઉપયોગ કરીને કણક તૈયાર કરો.
  • હવે તેને ઢાંકીને 15 મિનિટ માટે રહેવા દો. આ દરમિયાન, ફિલિંગ તૈયાર કરી લો.
  • આ માટે એક બાઉલમાં ભેળવો મકાઈ, ચીઝ, ડુંગળી, સિમલા મરચું, કાળા મરી પાવડર તેમજ ચિલી ફ્લેક્સ મિક્સ કરો.
  • હવે મોમોઝ બનાવવા માટે, કણકમાંથી એક લુઓ લઈને તેને પૂરી જેટલું વણી લો.
  • આ પછી તેમાં 1 ચમચી ફિલિંગ મૂકો અને તેને મોમોનો આકાર આપીને સીલ કરી દો.
  • બધા મોમોઝને એ જ રીતે તૈયાર કરો.
  • હવે મોમોઝને સ્ટીમ કરવા માટે, સ્ટીમરને તેલથી ગ્રીસ કરો અને 8-10 મિનિટ માટે સ્ટીમ કરો.
  • જ્યારે મોમોઝ ઠંડા થઈ જાય, ત્યારે એક બાઉલમાં મેંદો અને કોર્નફ્લોરમાં થોડું પાણી ઉમેરીને પાતળું બેટર તૈયાર કરો.
  • આ પછી બાફેલા મોમોઝને પહેલા આ બેટરમાં બોળી લો અને પછી તેને બ્રેડક્રમ્સમાં કોટ કરી લો.
  • હવે આ મોમોઝને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
  • તમારા ચીઝ કોર્ન મોમોઝ તૈયાર છે, તેને લાલ ચટણી અને મેયોનીઝ સાથે સર્વ કરો.