Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : Make restaurant style tasty tomato soup at home

Recipe / ઘરે બનાવો રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટી ટોમેટો સૂપ, નોટ કરી લો આ સરળ રીત

Timeછેલ્લું અપડેટ : 31 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Recipe / ઘરે બનાવો રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટી ટોમેટો સૂપ, નોટ કરી લો આ સરળ રીત
સોર્સ : Google

શિયાળો નજીક આવી ગયો છે. આ ઋતુ કોઈ ગરમા-ગરમ વસ્તુ ખાવાની ક્રેવિંગ થાય છે. તેથી, લોકો આ ઋતુમાં સૂપ પીવાનું પસંદ કરે છે. આ ઋતુમાં ગરમા-ગરમ સૂપ પીવાથી સારું લાગે છે, અને જો ઘરે સ્વસ્થ રીતે બનાવવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

App Store

આ ઋતુમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતો સૂપ છે ટામેટાનો સૂપ. તેનું થીક ટેક્સચર અને સ્વાદ દરેકને પસંદ આવે છે. તે શરીરને ગરમ કરે છે અને કંઈક ટેસ્ટી ખાવાની ક્રેવિંગને સંતોષે છે. જો તમે ઘરે ટામેટાનો સૂપ બનાવવા માંગતા હોવ, તો ચાલો તમને તેની રેસીપી જણાવી દઈએ.

સામગ્રી

  • 500 ગ્રામ (4-5 મધ્યમ કદના) પાકેલા લાલ ટામેટા
  • 1 મધ્યમ કદની ડુંગળી
  • 2-3 કળી લસણ
  • 1 ચમચી માખણ અથવા તેલ
  • લગભગ 2-3 કપ પાણી અથવા વેજીટેબલ સ્ટોક
  • મીઠું (સ્વાદ મુજબ)
  • 1/2 ચમચી કાળા મરી પાવડર
  • 1 ચમચી ખાંડ
  • ગાર્નીશિંગ માટે ફ્રેશ ક્રીમ અને કોથમરી

બનાવવાની રીત

  • સૌ પ્રથમ, એક ઊંડા પેનમાં માખણ અથવા તેલ ગરમ કરો.
  • હવે તેમાં બારીક સમારેલ લસણ અને ડુંગળી ઉમેરો અને થોડા સોનેરી થાય ત્યાં સુધી સાંતળો.
  • હવે સમારેલા ટામેટાને પેનમાં ઉમેરો. આ પછી તેમાં મીઠું, કાળા મરી પાવડર, પાણી અથવા વેજીટેબલ સ્ટોક ઉમેરો અને મિક્સ કરો.
  • ત્યારબાદ પેનને ઢાંકી દો અને મધ્યમ તાપ પર લગભગ 15થી 20 મિનિટ અથવા ટામેટા સંપૂર્ણપણે રંધાઈ જાય ત્યાં સુધી રાંધો.
  • જ્યારે ટામેટા રાંધાઈ જાય, ત્યારે તેને છોલી લો, મિશ્રણને તાપ પરથી ઉતારી લો અને ઠંડુ થવા દો. ઠંડુ થયા પછી, તેને બ્લેન્ડર અથવા મિક્સરમાં સ્મૂધ પેસ્ટમાં બ્લેન્ડ કરો.
  • હવે આ પેસ્ટને પેનમાં પાછું મૂકો. પછી તમેં ખાંડ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  • હવે તેને 2-3 મિનિટ માટે ઉકાળો. જો સૂપ જાડો ન હોય, તો તમે થોડા પાણીમાં કોર્નફ્લોર ઓગાળીને ઉમેરી શકો છો.
  • ગરમ સૂપને બાઉલમાં ઉમેરો અને ફ્રેશ ક્રીમ અથવા કોથમીરથી ગાર્નીશ કરીને સર્વ કરો.