Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : Make a delicious spinach and mint chutney in an instant

Recipe: ઝટપટ બનાવો પાલક અને ફુદીનાની સ્વાદિષ્ટ ચટણી, જાણો બનાવવાની રીત

Timeછેલ્લું અપડેટ : 28 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Recipe: ઝટપટ બનાવો પાલક અને ફુદીનાની સ્વાદિષ્ટ ચટણી, જાણો બનાવવાની રીત
સોર્સ : Google

જમવા સાથે ઘણા લોકોને અથાણાં અને ચટણી ખાવાની આદત હોય છે. કારણકે, તેનાથી જમવામાં એક અલગ જ ફ્લેવર આવે છે. આ માટે ઘણા લોકોના ઘરમાં અલગ અલગ ચટણી બનતી હોય છે. એમાંથી પણ ઘણા લોકો તો બહાર જે ચટણી મળે તેવી ઘરે બનાવવાની ટ્રાય પણ કરતા હોય છે. આ માટે જો તમારે ચટપટી અને ટેન્ગી ટ્વિસ્ટ સાથેની ચટણી ખાવી છે તો 'પાલક મિન્ટ ચટણી' એક સારો ઓપ્શન છે. ઘણીવાર આપણે બહાર ખાવા જતા સમોસા, ભજીયા, પનીર ટિક્કા અથવા વેજ કબાબ સાથે જે લીલી ચટણી ખાવા મળે છે, તેનો સ્વાદ એવો હોય છે કે બસ "વાહ" કહી ઉઠીએ.

App Store

આ જ સ્વાદ હવે તમે તમારા ઘરમાં પણ મિનિટોમાં મેળવી શકો છો. આ ચટણીની ખાસિયત એ છે કે તેમાં પાલક અને પુદીનાનો તાજા ફ્લેવર હોય છે, જે ખાવા સાથે તરત જ તાજગી અને ઠંડકનો અનુભવ કરાવે છે. આ ચટણી માત્ર સ્નેક્સ સાથે જ નહીં, પરંતુ સેન્ડવિચ, રોલ્સ અથવા રોલિંગ પર પણ પરફેક્ટ રહે છે. પાલક મિન્ટ ચટણી બનાવવામાં સમય પણ બહુ ઓછો લાગે છે અને તેને બનાવવા માટે વધારે સામગ્રીની જરૂર નથી. બસ થોડા તાજા પાન, લીલા મરચાં, દહીં અને લીંબુનો રસ, અને તમારી ચટણી તૈયાર. આજે અમે તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવશું કે કેવી રીતે તમે ઘરમાં વિના કોઈ ઝંઝટે સ્વાદિષ્ટ, હળવી તીખી અને ચટપટી પાલક મિન્ટ ચટણી તૈયાર કરી શકો છો.

સામગ્રી

-તાજા પાલકના પાન – અડધો કપ
-ફૂદીનાના પાન – એક કપ
-લીલી કોથમીર – અડધો કપ
-લીલા મરચાં – 3-4 પીસ
-લસણની કળીઓ – 3-4 પીસ
-આદુ – અડધા ઇંચ ટુકડો
-ડુંગળી – એક મિડિયમ સાઇઝ (કાપેલી)
-મીઠું – સ્વાદાનુસાર
-ખાંડ – અડધો નાનો ચમચો
-પાણી – જરૂર મુજબ
-શેકેલું જીરું પાઉડર – અડધો નાનો ચમચો
-લીંબુનો રસ – એક ચમચો
-દહીં (હંગ કર્ડ) – અડધો કપ

પાલક મિન્ટ ચટણી બનાવવાની સરળ રીત

1. સૌથી પહેલા પાલક, કોથમીર અને ફૂદીનાના પાનને સારી રીતે ધોઈ લો. આથી બધી માટી અને ગંદકી દૂર થઈ જશે.
2. પાલકને નાના ટુકડામાં કાપીને હળવા પાણીમાં 2-3 મિનિટ માટે પકાવી લો. આથી તેના પાન વધુ નરમ થઈ જશે.
3. હવે મિક્સર જારમાં પાલક, કોથમીર અને ફુદીનો નાખો. તેમાં કાપેલી ડુંગળી, લસણ, આદુ, લીલા મરચાં, મીઠું અને ખાંડ નાખીને સ્મૂધ પેસ્ટ તૈયાર કરો.
4. એક બાઉલમાં હંગ કર્ડ અથવા દહીં લો અને તેને સારી રીતે ફેટો.
5. હવે તૈયાર ચટણીને ધીમે ધીમે દહીંમાં મિક્સ કરો. સંપૂર્ણ રીતે મિક્સ થયા પછી લીંબુનો રસ નાખીને મિક્સ કરો.

સર્વિંગ ટીપ્સ

1. આ ચટણી સમોસા અને ભજીયા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
2. તમે તેને સેન્ડવિચ, રોલ્સ અથવા સ્નેક્સ પ્લેટ પર પણ સર્વ કરી શકો છો.
3. તાજગી જાળવવા માટે તેને ફ્રીજમાં રાખીને 2-3 દિવસ સુધી ઉપયોગ કરી શકાય છે.

ખાસ વાતો

1. પાલક અને ફુદીનાનો તાજો ફ્લેવર ખાવામાં ઠંડક અને તાજગી લાવે છે.
2. દહીંના ઉપયોગથી ચટણીમાં હળવો ખાટો અને ક્રીમી ટેક્સચર આવે છે.

 

ટોપિક્સ:reciperecipes for dinnergstvfood