Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : Now make Billy's Sherbat at home, just as tasty and pure as it is outside.

Recipe: બહાર જેવું જ ટેસ્ટી અને શુદ્ધ બિલીનું શરબત હવે ઘરે બનાવો, આ રહી સૌથી સરળ રેસીપી

Timeછેલ્લું અપડેટ : 15 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Recipe: બહાર જેવું જ ટેસ્ટી અને શુદ્ધ બિલીનું શરબત હવે ઘરે બનાવો, આ રહી સૌથી સરળ રેસીપી
સોર્સ : gstv

ઉનાળાની કાળઝાળ ગરમીમાં સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક ફળોમાં બિલી (બેલ) નું નામ સૌથી ઉપર આવે છે. આ ફળ ઉપરથી કઠણ હોય છે પરંતુ તેની અંદરનો ગરભ નરમ હોય છે. આ ફળ સ્વાદમાં તો લાજવાબ હોય જ છે, સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ગુણકારી છે.

App Store

ગરમીના તડકામાં શરીરને ઠંડુ અને હાઇડ્રેટેડ રાખવા માટે બિલીનું જ્યુસ પીવું વરદાન સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ બિલીનું શરબત પીવાના ફાયદા અને તેને ઘરે બનાવવાની રીત.

બિલીનું જ્યુસ પીવાના ફાયદા

લૂ થી બચાવ: બિલીની તાસીર ખૂબ જ ઠંડી હોય છે. ઉનાળામાં બપોરના સમયે તેને પીવાથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે અને તે લૂની અસર ઘટાડવામાં મદદ કરે છે.

પાચનતંત્ર માટે રામબાણ: બિલીમાં ફાઈબર અને લેક્સેટિવ ગુણો હોય છે. તે કબજિયાત, અપચો અને ગેસ જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે. ઉનાળામાં પાચનતંત્ર ધીમું પડી જાય છે, એવામાં બિલીનું જ્યુસ પાચન સંબંધી તકલીફો દૂર રાખે છે.

શક્તિનો સ્ત્રોત: બિલીના ગરભમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. ગરમીના થાક પછી એક ગ્લાસ બિલીનું જ્યુસ પીવાથી શરીરમાં તરત જ એનર્જી આવે છે.

મજબૂત રોગપ્રતિકારક શક્તિ: બિલી વિટામિન-C અને એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર હોય છે. તે શરીરને ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે અને ઈમ્યુનિટી મજબૂત બનાવે છે.

કોલેસ્ટ્રોલ અને હૃદયનું સ્વાસ્થ્ય: બિલીનું જ્યુસ લિપિડ પ્રોફાઇલ સુધારવામાં મદદ કરી શકે છે, જેનાથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત રહે છે અને હૃદયની બીમારીઓનું જોખમ ઘટે છે.

ઘરે બિલીનું જ્યુસ કેવી રીતે બનાવવું?

બજારમાં મળતા જ્યુસમાં ઘણીવાર ભેળસેળ કે અસ્વચ્છતા હોઈ શકે છે, તેથી તેને ઘરે બનાવવું સૌથી સુરક્ષિત અને સરળ છે.

સામગ્રી:

  • 1 પાકેલું બિલી ફળ
  • ઠંડું પાણી
  • ગોળ અથવા સાકર
  • સંચળ (કાળું મીઠું)
  • જીરું પાવડર
  • ફુદીનાના પાન

બનાવવાની રીત:

  • સૌ પ્રથમ બિલીને કોઈ કઠણ વસ્તુથી ફટકારીને બે ભાગમાં તોડી લો અને એક મોટા વાસણમાં ચમચીની મદદથી અંદરનો બધો જ ગરભ કાઢી લો.
  • આ ગરભમાં 2 થી 3 ગ્લાસ ઠંડું પાણી ઉમેરો અને તેને 15-20 મિનિટ માટે રહેવા દો, જેથી ગરભ નરમ પડી જાય.
  • હાથને બરાબર ધોઈને ગરભને પાણીમાં સારી રીતે મસળી લો. ખાસ ધ્યાન રાખવું કે તેને મિક્સરમાં ન ફેરવવું, કારણ કે બિલીના બીજ કડવા હોય છે અને જો તે પીસાઈ જાય તો જ્યુસનો સ્વાદ બગડી શકે છે.
  • જ્યારે ગરભ પાણીમાં બરાબર ભળી જાય, ત્યારે તેને એક મોટી ગરણીથી ગાળી લો જેથી બીજ અને રેસા અલગ થઈ જાય.
  • ગાળેલા જ્યુસમાં સ્વાદ મુજબ સાકર અથવા ગોળ ઉમેરો. તેમાં એક ચપટી સંચળ અને શેકેલા જીરાનો પાવડર નાખીને બરાબર મિક્સ કરો.
  • તૈયાર જ્યુસને ગ્લાસમાં ભરો, ઉપરથી ફુદીનાના પાન અને બરફના ટુકડા નાખીને ઠંડું-ઠંડું સર્વ કરો.