Recipe : ખાંડ કે ગોળ વગર બનાવો રસદાર આમળાનો મુરબ્બો, આરોગ્ય માટે પણ છે ખૂબ જ હેલ્ધી

સોર્સ : gstv
ઠંડીની સિઝન શરૂ થતાની સાથે બજારમાં આમળા આવવા લાગે છે. આમળા હેલ્થ, સ્કિન અને વાળ માટે અનેક રીતે ગુણકારી છે. આમળા વિટામીન સીથી ભરપૂર હોય છે. આ સાથે આમળામાં ફાઇબરથી લઇને બીજા અનેક ગુણો હોય છે. આ દરેક ગુણો હેલ્થ માટે સુપર હેલ્ધી સાબિત થાય છે. આ સિઝનમાં તમે આમળા ખાઓ છો તો હેલ્થ અને સ્કિનને અનેક ઘણો ફાયદો થાય છે. પરંતુ દરેક લોકો આમળા ખાઇ શકતા નથી. આ માટે આજે અમે તમને આમળાનો મુરબ્બો બનાવવાની રીત જણાવીશું. આ રીતે તમે આમળાનો મુરબ્બો બનાવશો અને ઠંડીમાં ખાશો તો અનેક ઘણો ફાયદો થશે. તો જાણો કેવી રીતે આમળાનો મુરબ્બો બનાવશો?
સામગ્રી
- 500 ગ્રામ આમળા
- એક ચમચી રાઇ
- એક ચમચી જીરું
- બે ચમચી ધાણાજીરું
- અડધી ચમચી મેથી
- કાળા મરી
- એક ચમચી વરિયાળી
- સાકર
- લાલ મરચું પાઉડર
- સરસિયાનું તેલ
- હળદર
- લાલ મરચું પાઉડર
- સ્વાદાનુંસાર મીઠું
- આઠથી દસ લીલા મરચાં
બનાવવાની રીત
- આમળાનો મુરબ્બો બનાવવા માટે સૌ પ્રથમ આમળાને ધોઇ લો.
- ત્યારબાદ આમળાને પ્રેશર કૂકરમાં બાફી લો. આમળા જ્યાં સુધી નરમ ન થઇ જાય ત્યાં સુધી થવા દો. કૂકરમાં બેથી ત્રણ સીટી વગાડો. પછી ગેસ બંધ કરી દો.
- હવે કૂકરનું ઢાંકણ ખોલીને આમળામાંથી ઠળિયા કાઢી દો.
- પછી આ આમળાને બેથી ત્રણ કલાક માટે તડકામાં સૂકવો.
- આમ કરવાથી વધારાનું પાણી નહીં રહે.
- એક પેન લો અને એમાં બધા મસાલા રોસ્ટ કરી દો. આ મસાલામાં ખાસ કરીને રાઇ, જીરું, મેથી, ધાણાં, કાળા મરી, લાલ મરચું લેવાનું છે. આ સાથે તમે સાકર પણ પીસી શકો છો.
- ગ્રાઇન્ડરમાં પાઉડર બનાવી દો.
- હવે સરસિયાનું તેલ લો અને ગરમ કરો.
- તેલ ગરમ થઇ જાય પથપછી હળદર, લાલ મરચું અને મસાલા લો. આમળા મિક્સ કરો અને ઉપરથી મીઠું ભભરાવો.
- તો તૈયાર છે ઇન્સ્ટન્ટ આમળાનો મુરબ્બો.
- આમળાનાં મુરબ્બામાં તમે લીલા મરચાં પણ મિક્સ કરી શકો છો.
- આમ ઠંડીમાં તમે આ રીતે આમળાનો મુરબ્બો બનાવશો તો ટેસ્ટમાં મસ્ત બનશે અને ખાવાની પણ મજા આવશે.
- આમળાનો મુરબ્બો આ રીતે બનાવશો તો ગોળ કે ખાંડની જરૂર નહીં પડે.

