Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : Green garlic fists that rival the unagi

Recipe: ઊંધિયાને ટક્કર આપે તેવા લીલા લસણના મુઠીયા

Timeછેલ્લું અપડેટ : 18 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Recipe: ઊંધિયાને ટક્કર આપે તેવા લીલા લસણના મુઠીયા
સોર્સ : Google

શિયાળામાં લીલા શાકભાજી મોટા પ્રમાણમાં આવે છે. ઉંધીયુ પ્રખ્યાત ગુજરાતી વાનગી, જેમા વિવિધ શાકભાજી વપરાય છે. જો કે ઘણી વખત સમય અને શાકભાજીના અભાવે ઉંધીયુ ખાવા મળતું નથી. આવી સ્થિતિમાં તમારે લીલા લસણના મુઠીયાનું શાક ટ્રાય કરવું જોઇએ. અહીં લીલા લસણના મુઠીયાનું શાક બનાવવાની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ આપી છે. જે તમારે ઘરે ટ્રાય કરવી જ જોઇએ.

App Store

સામગ્રી

  • ઘઉંનો લોટ
  • તેલ
  • ચણાનો લોટ
  • લીલા મરચાની પેસ્ટ
  • આદુ
  • લીલુ લસણ
  • મેથીના પાન
  • મીઠું
  • હળદર પાવડર
  • ધાણાજીરું પાવડર
  • લીંબુનો રસ
  • ખાંડ
  • લાલ મરચું પાઉડર
  • રાઈ
  • મીઠો લીમડો
  • લીલા મરચા
  • તલ

સ્ટેપ-1
સૌ પ્રથમ એક બાઉલમાં કરકરો ઘઉંનો લોટ, તેલ, ચણાનો લોટ, આદુ-મરચાની પેસ્ટ, લીલુ લસણ ઉમેરો.

સ્ટેપ-2
હવે તેમાં ઝીણી સમારેલી લીલી મેથી, મીઠું, હળદર, ધાણાજીરું, લીંબુનો રસ, ખાંડ, લાલ મરચું પાઉડર અને તેલ ઉમેરો.

સ્ટેપ-3
હવે બધી સામગ્રી મિક્સ કરી તેમાં પાણી ઉમેરીને લોટ બાંધી લો.

સ્ટેપ-4
હવે લોટમાંથી મુઠીયા બનાવીને સ્ટમ કરી પછી એક વાસણમાં કાઢીને છરી વડે ટુકડા કરી લો.

સ્ટેપ-5
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, મીઠો લીમડો, તલ,લીલા મરચાની કાતરી ઉમેરીને વઘાર કરી તેમાં મુઠીયા ઉમેરીને મિક્સ કરી લો.

સર્વ કરો
તૈયાર છે લીલા લસણના મુઠીયા, તમે શિયાળામાં ઘરે ટ્રાય કરી શકો છો.