Recipe : હલવાને ટક્કર મારે એવી ટેસ્ટી લાગે છે ગાજરની બરફી, મોઢામાં મુકતા જ ઓગળી જશે

શિયાળામાં ગળ્યુ ખાવાના ઘણા ઓપ્શન મળે છે. ઠંડીમાં ઘણા પ્રકારના લાડુ, ચીક્કી, ગાજરનો હલવો, મગની દાળનો હલવો, જલેબી અને ગરમાગરમ ગુલાબ જાંબુનો સ્વાદ લોકોને ખૂબ જ પસંદ આવે છે. પરંતુ શું તમે ક્યારેય ગાજરની બરફી ખાધી છે? મીઠાઇની દુકાન પર આજકાલ ગાજરની બરફી સરળતાથી મળી જાય છે. ગાજરની બરફી ખાવામાં મજા આવે છે અને તે પૌષ્ટિકતાથી ભરપૂર હોય છે. તમે ઇચ્છો તો ઘરે પણ ગાજરની બરફી બનાવી શકો છો. ગાજરની બરફી મિનિટોમાં સરળતાથી બનાવી શકાય છે. જાણો ગાજરની બરફી બનાવવાની સરળ રેસીપી શું છે.
ગાજરની બરફી બનાવવાની સરળ રેસીપી
સ્ટેપ 1
ગાજરની બરફી બનાવવા માટે તમારે અડધો કિલો તાજા ગાજર લેવાના છે. તમે તેમાં માવો નાખશો તો આશરે 1 કપની જરૂર પડશે. અડધો કપ કાજુ પાઉડર, 1 કપ ફુલ ક્રીમ મિલ્ક, થોડા સમારેલા કાજૂ, પિસ્તા અને ઇલાયચી પાઉડરની જરૂર પડશે. આ સિવાય 2 ચમચી ઘી અને 1 કપ ખાંડ લો.
સ્ટેપ 2
સૌથી પહેલા ગાજર ધોઇ લો અને તેને લૂંછી લો. હવે ગાજરને છીણી લો. એક કડાઇમાં દૂધ નાખો અને છીણેલા ગાજર નાખીને મીડિયમ ફ્લેમ પર તેને ચડવા દો. તેને સતત હલાવતા રહો અને ગાજર ગળે ત્યાં સુધી ચડવા દો.
સ્ટેપ 3
કાજૂ અને પિસ્તા સમારી લો અને ઇલાયચી પીસીને પાઉડર બનાવી લો. હવે જે માવો તમે બનાવ્યો છે કે માર્કેટમાંથી ખરીદ્યો છે તેને સારી રીતે મસળી લો. જ્યારે ગાજર ચડી જાય અને દૂધ બળી જાય તો તેમાં દેશી ઘી નાખો. ચમચાથી હલાવતા ઘીને ગાજરમાં મિક્સ કરો અને 5 મિનિટ માટે ચડવા દો. તેનાથી ગાજર ઘીમાં શેકાઇ જશે.
સ્ટેપ 4
હવે ખાંડ નાખી દો અને ગાજરનું બધુ પાણી બળવા દો. ખાંડ નાખ્યા પછી ગાજર પાણી છોડશે. બધુ પાણી બળી જાય એટલે તેમાં માવો મિક્સ કરો. તેને ફરીથી શેકાવા દો અને જ્યારે મિશ્રણ સારી રીતે ડ્રાય થઇ જાય તો કાજુ પાઉડર નાખી દો. સ્વાદ માટે ઇલાયચી પાઉડર નાખી દો.

