Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : You will get relief from fatigue and weakness.

Health Tips : થાક અને નબળાઈથી મળશે છુટકારો: દૂધ અને ખજૂરનું સેવન કરવાના આ ગજબના ફાયદા

Timeછેલ્લું અપડેટ : 03 May 2026
લાઇવ ટીવીGoogle News
Health Tips : થાક અને નબળાઈથી મળશે છુટકારો: દૂધ અને ખજૂરનું સેવન કરવાના આ ગજબના ફાયદા
સોર્સ : gstv

દૂધ અને ખજૂર બંને સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે પણ જો આ બંનેનું એકસાથે સેવન કરવામાં આવે તો તેના ફાયદા બમણા થઈ જાય છે. માત્ર થોડા અઠવાડિયા સુધી દૂધ અને ખજૂરને ડાયટમાં એડ (Add) કરવાથી શરીરમાં પોઝિટિવ ફેરફાર જોવા મળે છે.

App Store

'દૂધ' હોય કે પછી 'ખજૂર' બંને વસ્તુઓને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એવામાં જો તમે આ બંને વસ્તુઓનું એકસાથે સેવન કરવાનું શરૂ કરો છો, તો તમારા સ્વાસ્થ્યને ઘણાં લાભ મળી શકે છે.

યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે દૂધ તેમજ ખજૂરને તમારા ડાયટ પ્લાનમાં એડ (Add) કરો અને તમને માત્ર થોડા જ અઠવાડિયામાં તેની સકારાત્મક અસર જાતે જ અનુભવવા લાગશે. ખજૂર અને દૂધ મળીને તમારા હાડકાંના સ્વાસ્થ્યને ઘણી હદ સુધી સુધારી શકે છે. હાડકાંને મજબૂત રાખવા માટે તમે ખજૂરને દૂધ સાથે લઈ શકો છો.

જો તમારા શરીરમાં લોહીની ઊણપ સર્જાય, તો પણ તમે એકસાથે ખજૂર અને દૂધનું સેવન કરી શકો છો. સારી ઊંઘ માટે પણ આ કોમ્બિનેશનને ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. થાક અને નબળાઈ દૂર કરી ઊર્જા વધારવા માટે દૂધ સાથે ખજૂરનું સેવન કરી શકાય છે. તાકાત વધારવા માટે પણ આ કોમ્બિનેશન લેવાની સલાહ આપવામાં આવે છે.

આટલું જ નહીં, દૂધ અને ખજૂરને આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. કબજિયાતથી રાહત મેળવવા માટે પણ દૂધ સાથે ખજૂરનું સેવન કરી શકાય છે. સૌ પ્રથમ એક તપેલીમાં એક ગ્લાસ દૂધ કાઢી લો. ત્યારબાદ 3 થી 4 ખજૂરના બીજ કાઢીને અલગ કરી લો અને પછી ખજૂરને દૂધમાં નાખી દો.

હવે તમારે દૂધને સારી રીતે ઉકાળી લેવાનું છે. રાત્રે આ રીતે દૂધ સાથે ખજૂરનું સેવન કરી શકાય છે. જો તમે સવારે ખજૂર અને દૂધ લેવા માંગતા હોવ તો તમે રાત્રે એક ગ્લાસ દૂધમાં 3-4 ખજૂર પલાળીને છોડી દો.

નોંધ: આ આર્ટિકલ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે.