Health Tips : રસોડામાં છુપાયેલો 'સાયલન્ટ કિલર': આ વસ્તુઓનો ઉપયોગ નોતરી શકે છે કેન્સર

રસોડાને સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાનું પ્રતિક માનવામાં આવે છે. ઘરમાં રસોડું સૌથી મહત્વપૂર્ણ સ્થાન છે. જ્યાં પૌષ્ટિક ખોરાક તૈયાર થાય છે. રસોઈ માટે પિત્તળ, સ્ટીલ, તાંબુ, માટી જેવા વાસણો શ્રેષ્ઠ માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે, આપણા રસોડામાં અનેક આવી વસ્તુઓ છે જેની અસર આપણા હેલ્થ પર થાય છે.
વાસણ સાફ કરવાનું સ્પંજ બેક્ટેરિયાનું ઘર બની શકે છે. સ્પંજના નાના છિદ્રોમાં ખોરાકના કણો ફસાઈ રહે છે. જ્યાં જોખમી બેક્ટેરિયા ઝડપથી વધે છે. આ બેક્ટેરિયા વાસણો દ્વારા આપણા શરીરમાં પ્રવેશીને ઇમ્યુન સિસ્ટમને નબળી બનાવી શકે છે.
રસોડામાં વપરાતા પ્લાસ્ટિકના વાસણો જેમ કે ચોપિંગ બોર્ડ અને સ્ટોરેજ કન્ટેનર પણ આરોગ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ખાસ કરીને જ્યારે ગરમ ખોરાક તેમાં રાખવામાં આવે.
પ્લાસ્ટિકના વાસણોમાં રહેલા હાનિકારક તત્વો શરીરમાં જઈને અનેક રોગોનું જોખમ વધારી શકે છે.
મોટાભાગે લોકો ખોરાક તૈયાર કરતી વખતે એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ કરે છે. પરંતુ તેમાં ખાટું અથવા મીઠાવાલો ખોરાક રાંધવાથી ધાતુના કણો ખોરાકમાં મળી શકે છે. નિષ્ણાતોના મતે, આ કણો શરીર પર લાંબા ગાળાની અસરો કરી શકે છે.
નોન-સ્ટીક પેન પરનો કોટિંગ વધુ ગરમ થવા પર હાનિકારક કેમિકલ્સ છોડે છે. જે લિવર અને ફેફસાં પર અસર કરી શકે છે.

