Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : God has given this special gift to the human body to fight against heat

Health Tips : લૂ થી બચવા માટે રામબાણ ઈલાજ : ગરમી સામે લડવા માટે ભગવાને માનવ શરીરને આપી છે આ ખાસ ભેટ

Timeછેલ્લું અપડેટ : 03 May 2026
લાઇવ ટીવીGoogle News
Health Tips : લૂ થી બચવા માટે રામબાણ ઈલાજ : ગરમી સામે લડવા માટે ભગવાને માનવ શરીરને આપી છે આ ખાસ ભેટ
સોર્સ : gstv

સવારથી જ દઝાડતો તડકો, બપોરે લૂના ઝપાટા અને રાત્રે પણ રાહત ન આપતી ગરમી– આ છે હીટ વેવ નો ભયાનક ચહેરો. દિલ્હી-એનસીઆરમાં તો એપ્રિલના અંતમાં જ પારો 40°C ને પાર કરી ગયો છે, અને નિષ્ણાતોનું કહેવું છે કે મે-જૂનમાં સ્થિતિ વધુ વકરી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારું શરીર આ અસહ્ય ગરમીનો સામનો કેવી રીતે કરે છે? શા માટે કેટલાક લોકોને હીટ સ્ટ્રોક થાય છે, જ્યારે અન્ય લોકો સામાન્ય રીતે જીવી શકે છે? ચાલો, સમજીએ કે ગરમીના અસહ્ય મોજામાં તમે કેવી રીતે પોતાને સુરક્ષિત રાખી શકો છો.

App Store

હીટ વેવ શું છે?

જ્યારે કોઈ ચોક્કસ વિસ્તારનું તાપમાન સામાન્ય કરતાં અસાધારણ રીતે વધી જાય અને એ સ્થિતિ ઘણા દિવસો સુધી ચાલુ રહે, તો તેને હીટ વેવ  કહેવાય છે. ઉત્તર ભારતમાં જ્યારે તાપમાન 40°C કે તેથી વધુ થઈ જાય, ત્યારે તે ગંભીર સ્વાસ્થ્ય સંકટ ઊભું કરી શકે છે. ખાસ કરીને દિલ્હી-એનસીઆર જેવા શહેરોમાં, જ્યાં સિમેન્ટ-કોંક્રિટની ઈમારતો અને વાહનોના પ્રદૂષણને કારણે ગરમી વધુ જાનલેવા બની જાય છે.

હીટ વેવથી સૌથી વધુ જોખમ કોને?

આમ તો હીટ વેવ થી દરેક વ્યક્તિએ સાવધાની રાખવી જરૂરી છે, પરંતુ બાળકો, વૃદ્ધો, સગર્ભાઓ અને બીમાર (ડાયાબિટીસ, હૃદયરોગ) લોકો માટે આ ગરમી વધુ ખતરનાક બની શકે છે. આ લોકોની શરીરની ગરમી નિયંત્રિત કરવાની ક્ષમતા ઘણીવાર નબળી હોય છે, તેથી તેમણે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે.

શરીરની કુદરતી કૂલિંગ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે? 

નિષ્ણાતો કહે છે કે આપણું શરીર એક કુદરતી થર્મોસ્ટેટની જેમ કામ કરે છે. સામાન્ય સ્થિતિમાં જ્યારે શરીર ગરમ થાય છે, ત્યારે તે પરસેવો ઉત્પન્ન કરે છે. જ્યારે આ પરસેવો શરીર પરથી બાષ્પીભવન (ઉડી જાય) થાય છે, ત્યારે તે ત્વચા પરથી ગરમી ખેંચી લે છે અને શરીર ઠંડુ થાય છે.

જ્યારે કૂલિંગ સિસ્ટમ ફેઇલ થાય છે…

ગરમીના મોજા સામે શરીરની લડત મુખ્ય બે કારણોસર નબળી પડે છે:

- ભેજ (Humidity): જો હવામાં ભેજ વધુ હોય તો પરસેવો યોગ્ય રીતે બાષ્પીભવન નથી થતો. પરિણામે શરીર ગરમી છોડી શકતું નથી.

- અતિશય ગરમી: જો તાપમાન 40°C કરતાં વધી જાય તો શરીર માટે પૂરતો પરસેવો બનાવવો મુશ્કેલ થઈ જાય છે.

જ્યારે શરીર ગરમીને બહાર કાઢી નથી કરી શકતું ત્યારે વધારાની ગરમી શરીરની અંદર જ એકઠી થવા લાગે છે, જેને હાયપરથર્મિયા કહેવાય છે. આ જ સ્થિતિ જીવલેણ હીટસ્ટ્રોક બની શકે છે.

હીટસ્ટ્રોકના આ લક્ષણો ભૂલશો નહીં

શરીરનું તાપમાન ખૂબ ઝડપથી વધી જાય અને તમારી કુદરતી કૂલિંગ સિસ્ટમ સંપૂર્ણપણે બંધ થઈ જાય એને હીટસ્ટ્રોક કહે છે. લોકો ઘણીવાર તેને સામાન્ય થાક સમજીને અવગણે છે, પરંતુ આ એક જાનલેવા બેદરકારી છે. નીચે મુજબના લક્ષણો દેખાય તો તરત સાવચેત થઈ જાઓ. 

- માથાનો તીવ્ર દુખાવો

- 102°F કે તેથી વધુ તાવ

- ઉલટીઓ થવી 

- અતિશય નબળાઈ લાગવી

- પરસેવો નીકળવો સંપૂર્ણપણે બંધ થઈ જવો (શુષ્ક ત્વચા)

- હૃદયના ધબકારા ઝડપી થવા 

- બેહોશ થઈ જવું

હીટ સ્ટ્રોકથી બચવાના પાંચ ઉપાય

1. ડિહાઇડ્રેશન ટાળવું - નિષ્ણાત ડૉક્ટરો કહે છે કે હીટ સ્ટ્રોકથી બચવાનો સૌથી અસરકારક ઉપાય છે– ડિહાઇડ્રેશન (પાણીની કમી) ટાળવું. વારંવાર પાણી પીતાં રહીને શરીરને હાઇડ્રેટ રાખવું જેથી તેને ગરમી સામે લડવાની તાકાત મળે.

2. સમયનું ધ્યાન રાખો: સવારે 11 થી સાંજે 4 વાગ્યા સુધી તડકામાં નીકળવાનું ટાળો. જો નીકળવું જ પડે તો સતત પાણી પીતા રહો.

3. યોગ્ય કપડાં પહેરો: હળવા રંગના, ઢીલા અને સુતરાઉ કપડાં પહેરો, જેથી ત્વચા મુક્તપણે ‘શ્વાસ’ લઈ શકે અને પરસેવો કપડાંમાં શોષાતો રહે.

4. હીટ સ્ટ્રોક જેવું લાગે તો?- જો ચક્કર આવે, અસ્વસ્થતા જણાય કે તાવ જેવું લાગે તો તરત જ છાંયડામાં જઈને આરામ કરો. પાણી પીને, હવા નાંખીને શરીર ઠંડુ કરવાનો પ્રયત્ન કરો.

5. જો સ્થિતિ ગંભીર હોય તો?- જો ગરમીને લીધે કોઈની સ્થિતિ ગંભીર જણાય તો સમય ગુમાવ્યા વિના એને ડૉક્ટર પાસે લઈ જાવ. ‘ફક્ત ગરમી જ તો છે, એટલામાં શું હોસ્પિટલ જવાનું? આપોઆપ સારું થઈ જશે’, એમ વિચારીને ઘણાં લોકો હોસ્પિટલ નથી જતાં અને અનિચ્છનીય ઘટના બની જાય છે. યાદ રાખો, હીટ સ્ટ્રોક જીવલેણ બની શકે છે. હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક માટે ખાસ તૈયારી હોય છે, જ્યાં જરૂરી સારવાર આપીને દર્દીને સમયસર બચાવી શકાય છે.

નોંધ: આ આર્ટિકલ તમને જાગૃત કરવાના હેતુથી લખવામા આવ્યો છે.