જમ્યા પછી કેમ આવે છે ગાઢ ઊંઘ? જાણો તેની પાછળનું સાચું વૈજ્ઞાનિક કારણ!

જમ્યા પછી ઘણા લોકોને ભારે આળસ કે ઊંઘ આવવા લાગે છે. ખાસ કરીને બપોરે કે પેટ ભરીને જમ્યા પછી આવું વધારે અનુભવાય છે. કેટલીકવાર આ શરીરની સામાન્ય પ્રક્રિયા હોય છે, પરંતુ જો આના કારણે રોજના કામ પર અસર પડવા લાગે તો તેને નજરઅંદાજ ન કરવી જોઈએ.
જમ્યા પછી કેમ ઊંઘ આવે છે?
ડોક્ટરના જણાવ્યા અનુસાર, જમ્યા પછી ઊંઘ આવવાનું મુખ્ય કારણ ખોરાકનું પ્રમાણ અને તેમાં રહેલા પોષક તત્વો છે.
કાર્બોહાઈડ્રેટ્સ: ભાત, રોટલી, પાસ્તા અને બટાકા જેવી કાર્બોહાઈડ્રેટ્સ યુક્ત વસ્તુઓ ખાધા પછી શરીરમાં બ્લડ સુગર અને ઈન્સ્યુલિનના સ્તરમાં ફેરફાર થાય છે, જેનાથી સુસ્તી અનુભવાય છે.
પ્રોટીન: ઈંડા, દાળ અને મીટ જેવા પ્રોટીન યુક્ત ખોરાકમાં ‘ટ્રિપ્ટોફેન’ (Tryptophan) નામનું અમીનો એસિડ હોય છે. તે શરીરમાં એવા કેમિકલ્સ બનાવે છે જે ઊંઘ અને આરામ સાથે જોડાયેલા હોય છે.
ભારે ખોરાક: વધુ પડતું જમવાથી શરીરની મોટાભાગની ઊર્જા પાચનક્રિયામાં વપરાઈ જાય છે, જેથી શરીરમાં ભારેપણું અને આળસ આવે છે.
અપૂરતી ઊંઘ: રાત્રે ઊંઘ પૂરી ન થઈ હોય તો પણ બપોરે જમ્યા પછી વધુ આળસ આવે છે.
આળસ અને ઊંઘથી બચવા શું કરવું?
સંતુલિત આહાર: એકસાથે ખૂબ વધારે ખાવાને બદલે થોડું થોડું જમો. ખોરાકમાં શાકભાજી, કઠોળ, અનાજ અને પ્રોટીનનો યોગ્ય માત્રામાં સમાવેશ કરો.
ગળ્યા ખોરાકથી બચો: વધુ પડતી મીઠી અને પ્રોસેસ્ડ વસ્તુઓ ખાવાનું ટાળો.
હળવુ ચાલવું: જમ્યા પછી તરત સૂવાને બદલે થોડીવાર હળવું વોક (ચાલવું) કરવું ફાયદાકારક છે.
પૂરતી ઊંઘ અને પાણી: દિવસભર પૂરતું પાણી પીઓ અને રાત્રે 7-8 કલાકની પૂરતી ઊંઘ લો.

