Health Tips : શિયાળામાં ખજૂર ખાવાથી શું થાય છે? જાણો ખજૂર ખાવાનો યોગ્ય સમય

ખજૂર એક એવુ ડ્રાયફ્રુટ છે જે સ્વાદની સાથેસાથે સ્વાસ્થ્ય માટે પણ સારુ માનવામાં આવે છે. તેમાં ફાઇબર, આયર્ન, પોટેશિયમ અને એન્ટીઑકિસડન્ટ સહિત અનેક પોષક તત્વો સારી માત્રામાં હોય છે. આ જ કારણ છે કે આરોગ્ય નિષ્ણાતો તમારા દૈનિક આહારમાં ખજૂરનો સમાવેશ કરવાની ભલામણ કરે છે. આરોગ્ય નિષ્ણાત દરરોજ બે ખજૂર ખાવાના ફાયદા સમજાવે છે. સાથે જ જાણો ખજૂર ખાવાનો શ્રેષ્ઠ સમય ક્યો છે.
આરોગ્ય નિષ્ણાતના મતે ખજૂર ખાવાથી શરીરને લાંબા સમય સુધી ઉર્જા મળે છે. આનું કારણ એ છે કે ખજૂરમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, એટલે કે તે બ્લડ સુગર ઝડપથી વધારતી નથી પરંતુ શરીરમાં ધીમે ધીમે રિલિઝ થાય છે, જે લાંબા સમય સુધી ચાલતી ઉર્જા પૂરી પાડે છે. તેથી જેમને દિવસભર સક્રિય રહેવાની જરૂર હોય છે તેમના માટે તે એક ઉત્તમ નાસ્તો બની શકે છે.
આંતરડા માટે ફાયદાકારક
ખજૂર એક નેચરલ પ્રીબાયોટિક તરીકે કાર્ય કરે છે. તે આપણા આંતરડામાં સારા બેક્ટેરિયા વધારે છે. તેનાથી પાચનમાં સારુ રહે છે અને પેટ સંબંધી સમસ્યાઓ ઘટાડે છે. જે લોકોને વારંવાર પેટનું ફૂલવું કે ગેસ થતો હોય છે તેમણે ચોક્કસપણે ખજૂર ખાવી જોઈએ.
કબજિયાતમાંથી રાહત
ખજૂરમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે. ફાઇબર આંતરડાની ગતિમાં સુધારો કરે છે અને પેટને સાફ રાખવામાં મદદ કરે છે. તેથી, સવારે બે ખજૂર ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
એન્ટીઑકિસડન્ટનો સારો સ્ત્રોત
ખજૂર એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે, જે શરીરમાં સંચિત ફ્રી રેડિકલને ઘટાડે છે. તેનાથી લિવર હેલ્થ સારુ રહે છે અને શરીરમાં થનારી જલનને ઘટાડ છે.
બોડી ડિટોક્સમાં મદદ
ખજૂર શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. આનો અર્થ એ છે કે તે હળવા ડિટોક્સ ખોરાક તરીકે કાર્ય કરે છે, શરીરને અંદરથી શુદ્ધ કરવામાં મદદ કરે છે.
ખજૂર ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે?
સંપૂર્ણ લાભ મેળવવા માટે સવારે ખાલી પેટે બે ખજૂર ખાવાનું શ્રેષ્ઠ છે. આનાથી દિવસભર ઉર્જા મળે છે, પાચનમાં સુધારો થાય છે અને શરીરને ફાઇબર સરળતાથી શોષવામાં મદદ મળે છે. આ રીતે તમારા આહારમાં દરરોજ ફક્ત બે ખજૂર ઉમેરવાથી તમે તમારા દિવસની શરૂઆત સ્વસ્થ રીતે કરી શકો છો.
નોંધ: દરેકના વાળનો પ્રકાર અલગ અલગ હોય છે. જો તમને કોઈપણ ઘટકોથી એલર્જી હોય અથવા કોઈપણ વાળની સારવાર લઈ રહ્યા હોવ, તો પહેલા નિષ્ણાતની સલાહ લેવી શ્રેષ્ઠ છે.

