Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : Warning for Gen-Z! Addiction rates are increasing among youth, research reveals shocking truth

Video: Gen-Z માટે ચેતવણી! યુવાનોમાં વધી રહ્યું છે વ્યસનનું પ્રમાણ, સંશોધનમાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય

Timeછેલ્લું અપડેટ : 07 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઘણીવાર એવું માનવામાં આવે છે કે આજની યુવા પેઢી એટલે કે 'Gen-Z' જૂની પેઢીની સરખામણીમાં વધુ સમજદાર છે અને દારૂ કે નશા જેવી વસ્તુઓથી દૂર રહે છે. તેમને 'જનરેશન સેન્સિબલ'નું ટેગ પણ આપવામાં આવ્યું છે, પરંતુ તાજેતરના એક નવા સંશોધને આ ધારણાને સંપૂર્ણપણે ખોટી સાબિત કરી દીધી છે.

App Store

UCL સેન્ટર ફોર લોન્ગીટ્યુડિનલ સ્ટડીઝ (CLS) ના એક તાજા રિપોર્ટ અનુસાર, ટીનએજ પછી અને 20 ના દાયકાની શરૂઆતમાં યુવાનોમાં દારૂ, ડ્રગ્સ અને વેપિંગનું વ્યસન ઝડપથી વધી રહ્યું છે.

સંશોધનમાં સામે આવેલું ચોંકાવનારું સત્ય

આ અભ્યાસમાં 'મિલેનિયમ કોહોર્ટ સ્ટડી'નો ભાગ રહેલા બ્રિટનના લગભગ 10,000 યુવાનોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેઓનો જન્મ 2000 થી 2002 ની વચ્ચે થયો હતો. સંશોધકોએ આ યુવાનોની 17 વર્ષ અને 23 વર્ષની ઉંમરની આદતોની તુલના કરી. 

દારૂનું વધતું વ્યસન:

23 વર્ષના લગભગ 63% થી 68% (10 માંથી 7) યુવાનોએ છેલ્લા એક વર્ષમાં 'બિંજ ડ્રિંકિંગ' (એકસાથે 6 કે તેથી વધુ પેગ પીવા) કરવાની વાત સ્વીકારી છે. 17 વર્ષની ઉંમરે દર મહિને આવું કરનારા યુવાનો માત્ર 10% હતા, જે 23 વર્ષની ઉંમર સુધી પહોંચતા 29% થઈ ગયા છે.

હાર્ડ ડ્રગ્સનો ખતરનાક શોખ:

17 વર્ષની ઉંમરે જ્યાં ગાંજાનું સેવન 31% યુવાનો કરતા હતા, ત્યાં 23 વર્ષની ઉંમરે આ આંકડો વધીને 49% થઈ ગયો છે. સૌથી ચિંતાની વાત એ છે કે કોકેઈન, કેટામાઈન અને એક્સટસી જેવા ખતરનાક 'હાર્ડ ડ્રગ્સ' લેનારાઓની સંખ્યા 10% થી વધીને સીધી 32% (ત્રણ ગણાથી વધુ) સુધી પહોંચી ગઈ છે.

વેપિંગમાં મોટો ઉછાળો:

સિગારેટ પીનારાઓની સંખ્યા લગભગ સ્થિર (8% થી 9%) રહી છે, પરંતુ દરરોજ વેપિંગ કરનારાઓનો આંકડો 3% થી વધીને સીધો 19% પર પહોંચી ગયો છે.

સટ્ટાબાજી: 

23 વર્ષની ઉંમર સુધીમાં લગભગ 32% યુવાનોએ સટ્ટાબાજી કરી હોવાનું કબૂલ્યું છે. જોકે, રાહતની વાત એ છે કે તેમાંથી માત્ર 4% ને જ તેની ખરાબ લત હતી.

નિષ્ણાતો આપી રહ્યા છે મોટી ચેતવણી

આ સ્ટડીની મુખ્ય લેખિકા ડૉ. આસે વિલાડસેનનું કહેવું છે કે, આ રિસર્ચ એ દાવાઓને નકારી કાઢે છે જેમાં કહેવાય છે કે 'Gen-Z' ઓછા દારૂ પીવે છે. તેમનું માનવું છે કે કિશોરાવસ્થાથી યુવાવસ્થાનો આ તબક્કો પ્રયોગ કરવાનો હોય છે, પરંતુ જો આ લાંબા ગાળાની આદત બની જાય, તો જોખમ ઘણું વધી જાય છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે મહિલાઓની સરખામણીમાં યુવા પુરુષોમાં સટ્ટાબાજી અને હાર્ડ ડ્રગ્સનું વ્યસન લગભગ સાત ગણું વધારે જોવા મળ્યું છે.

યુવાનોના મગજ પર સીધી અસર

'ઇન્સ્ટિટ્યૂટ ઓફ આલ્કોહોલ સ્ટડીઝ'ની મુખ્ય કાર્યકારી ડૉ. કેથરીન સેવરી ચેતવણી આપે છે કે 20 ના દાયકાના મધ્ય સુધી માનવ મગજનો વિકાસ થતો રહે છે. આવી સ્થિતિમાં યુવાનો પર દારૂની અસર ખૂબ જ ખતરનાક હોઈ શકે છે.

તેમણે આ વધતા વ્યસન માટે માત્ર યુવાનોને જ નહીં, પરંતુ યુનિવર્સિટીના વાતાવરણ અને દારૂની માર્કેટિંગને પણ જવાબદાર ઠેરવી છે. તેમના મતે:

* દારૂનું સસ્તું હોવું અને સરળતાથી ઉપલબ્ધ થવું.
* કેમ્પસ ઇવેન્ટ્સ કે સ્પોર્ટ્સ ક્લબ્સમાં દારૂ બનાવતી કંપનીઓની સ્પોન્સરશિપ.

ડૉ. સેવરીનું સ્પષ્ટ કહેવું છે કે, યુનિવર્સિટીઓની જવાબદારી વિદ્યાર્થીઓને સુરક્ષિત વાતાવરણ આપવાની છે, નહીં કે દારૂ બનાવતી કંપનીઓ સાથે વ્યવસાયિક સંબંધો બાંધીને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાની.