Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : These people should not drink lemon water in winter

Health Tips : શિયાળામાં આ લોકોએ લીંબુ પાણી ન પીવું જોઈએ, નહીં તો વધી જશે મુશ્કેલી 

Timeછેલ્લું અપડેટ : 30 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Health Tips : શિયાળામાં આ લોકોએ લીંબુ પાણી ન પીવું જોઈએ, નહીં તો વધી જશે મુશ્કેલી 
સોર્સ : gstv

લીંબુ એ એવી વસ્તુ છે, જે ખાવામાં સ્વાદ વધારવા ઉપરાંત આરોગ્ય માટે પણ ખૂબ જ લાભદાયી છે. ઉનાળામાં લીંબુ પાણી પીવાથી શરીરને એનર્જી મળે છે અને ડિહાઈડ્રેશનથી બચી શકાય છે. લીંબુ ખાટા સ્વાદ સાથે વિટામિન Cથી ભરપૂર હોય છે, જે ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. જોકે, શિયાળામાં લોકો લીંબુ પાણી ઓછું પીવે છે. તો એહીં જાણો શિયાળામાં લીંબુ પાણી પીવું જોઈએ કે નહીં? લીંબુની તાસીર ઠંડી છે કે ગરમ? અને કયા લોકોને લીંબુ પાણી પીવું ટાળવું જોઈએ?

App Store

લીંબુ પાણીના ફાયદા

રિસર્ચ મુજબ, લીંબુ પાણી આરોગ્ય માટે લાભદાયી છે. એક સ્ટડી અનુસાર, લીંબુ વિટામિન Cનું ઉત્તમ સ્ત્રોત છે, જે શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) મજબૂત બનાવે છે. વિટામિન C વ્હાઇટ બ્લડ સેલ્સના ઉત્પાદનને વધારવામાં મદદ કરે છે, જે સંક્રમણ સામે લડવા માટે જરૂરી છે.

શિયાળામાં લીંબુ પાણી પી શકાય છે?

શિયાળામાં પણ લીંબુ પાણી પીવું શરીર માટે સારું છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. સવારે ગરમ પાણીમાં લીંબુ નીચોવીને પીવાથી અનેક ફાયદા મળે છે. રોજ લીંબુ પાણી પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો (ટોક્સિન) બહાર નીકળી જાય છે અને પાચનક્રિયા સુધરે છે. આથી આખો દિવસ એનર્જી જળવાઈ રહે છે. શિયાળામાં મેટાબોલિઝમ ધીમું પડે છે, તો ગરમ પાણીમાં લીંબુ નીચોવીને પીવાથી શરીરના આંતરિક તંત્ર સારી રીતે કામ કરે છે.

રિસર્ચ મુજબ, આ એવું ડ્રિંક છે જેમાં વધુ પ્રમાણમાં સિટ્રિક એસિડ અને હાઈડ્રેશન હોય છે, તે મેટાબોલિક રેટ વધારી શકે છે, ભૂખને કાબૂમાં રાખી શકે છે અને વજન નિયંત્રણમાં મદદરૂપ થાય છે. ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવાથી મેટાબોલિઝમ તેજ થાય છે. લીંબુમાં રહેલું સિટ્રિક એસિડ શરીરની ચરબી, ખાસ કરીને પેટની ચરબી ઓગાળવામાં મદદ કરે છે. ભોજન પછી પીવાથી વધુ સારું પરિણામ મળે છે.

લીંબુની તાસીર કેવી હોય છે?- લીંબુની તાસીર ઠંડી હોય છે. ઉનાળામાં શરીરને ઠંડક અને તાજગી આપવા માટે તે લાભદાયી છે, પણ શિયાળામાં પણ લીંબુ ગરમ પાણીમાં નાખીને પી શકાય છે.

કયા લોકોને લીંબુ પાણી પીવું નહીં જોઈએ?

જે લોકોને એસિડિટી, પેટમાં અલ્સર અથવા લો બ્લડ પ્રેશર હોય, તેમને લીંબુ પાણી પીવું ટાળવું જોઈએ. ઉપરાંત સિટ્રસ ફળોથી એલર્જી હોય, દાંતની સમસ્યા હોય, એવા લોકોને પણ લીંબુ પાણી પીવું ન પીવું જોઈએ. 

નોંધ: આ સમાચાર માત્ર તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.