Health Tips : શિયાળામાં આ શાકભાજી ફરીથી ગરમ કરીને ન ખાતા, સ્વાસ્થ્ય માટે અતિ જોખમી

આપણે ત્યાં સામાન્ય રીતે મોટાભાગના ઘરોમાં એવું થાય જો શાક બચી ગયું હોય તો તેને બીજા દિવસે કે સાંજે ફરીથી ગરમ કરીને ખાઈ લેવાય છે. ઘણા લોકો તો ફ્રીજમાં રાખેલી શાકભાજીને 2-3 વાર ગરમ કરીને પણ ખાઈ લે છે. કારણ પણ સાફ છે – સમય બચે છે, ખોરાક બગડે નહીં અને શાકભાજી તો હેલ્ધી જ હોય છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલીક પાકી ગયેલી શાકભાજી ફરીથી ગરમ કરવાથી ઝેર જેવી બની શકે છે? હા, આ વાત સાંભળીને તમને આશ્ચર્ય લાગશે, પણ આ સાચું છે. કેટલીક શાકભાજીમાં રહેલા પોષક તત્વો વારંવાર ગરમ કરવાથી તૂટી જાય છે અને એવા કેમિકલ્સ બની જાય છે, જે શરીર માટે હાનિકારક છે.
કેટલાક રિપોર્ટ્સ અને એક્સપર્ટ્સ કહે છે કે ખાસ કરીને નાઇટ્રેટવાળી શાકભાજી ફરીથી ગરમ કરવાથી નાઇટ્રાઇટમાં બદલાઈ જાય છે. નાઇટ્રાઇટ શરીરમાં જઈને લોહીમાં ઓક્સિજન લઈ જવાની ક્ષમતા ઘટાડે છે. આથી કમજોરી, ચક્કર, ઉલટી, પેટ દુખાવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. બાળકોમાં તો આ અસર વધુ ગંભીર બની શકે છે, જેમાં બ્લુ-સ્કિન સિન્ડ્રોમ પણ જોવા મળે છે. આ સિવાય, ખોટી રીતે સ્ટોર કરેલા ચોખા, ઉકાળેલી વસ્તુઓ અને કાપેલા ફળોમાં બેક્ટેરિયા વધી જાય છે, જે ફૂડ-પોઈઝનિંગનું કારણ બની શકે છે.
કઈ શાકભાજી અને ખોરાક ફરીથી ગરમ ન કરવા જોઈએ?
કેટલીક શાકભાજીમાં નાઇટ્રેટ વધુ હોય છે. જ્યારે એ ફરીથી ગરમ થાય છે, ત્યારે એમાં રહેલું નાઇટ્રેટ નાઇટ્રાઇટમાં બદલાઈ જાય છે.
નાઇટ્રાઇટ શરીરમાં ટોક્સિક અસર કરે છે અને લોહીમાં ઓક્સિજન સપ્લાયને અસર કરે છે.
આ શાકભાજીમાં જોખમ વધુ હોય છે:
- પાલક
- મેથી
- કોબી
- સરસવ
- લીલી પાનવાળી શાકભાજી
- બટાકા
- મશરૂમ
- એગ વાળી ગ્રેવી
1. પાલક
પાલકમાં નાઇટ્રેટ વધુ હોય છે. ફરીથી ગરમ કરવાથી નાઇટ્રાઇટ લેવલ ઝડપથી વધી જાય છે.
આથી શરીરમાં ઓક્સિજન લેવલ ઘટી શકે છે. ખાસ કરીને બાળકો માટે આ ખૂબ જ જોખમી છે.
પાલક ફરીથી ગરમ કરવાથી આ સમસ્યાઓ થઈ શકે છે:
- ચક્કર
- ઉલટી
- કમજોરી
- પેટ દુખાવા
- માથા દુખાવા
- બાળકોમાં બ્લુ-સ્કિન સિન્ડ્રોમ
2. બટેટા
બટેટામાં રહેલું સ્ટાર્ચ ફરીથી ગરમ કરવાથી તૂટી જાય છે અને ટોક્સિક કેમિકલ્સ બની શકે છે.
આથી ફૂડ-પોઈઝનિંગનું જોખમ વધી જાય છે.
ફ્રીજમાં વધુ સમય રાખેલા બટેટા અથવા બટેટાનું શાક ફરીથી ગરમ કરીને ખાવું આરોગ્ય માટે નુકસાનકારક છે.
3. મશરૂમ
મશરૂમમાં પ્રોટીન વધુ હોય છે, પણ ફરીથી ગરમ કરવાથી એના પ્રોટીન સ્ટ્રક્ચર બદલાઈ જાય છે.
આથી પેટમાં ભારેપણું, ગેસ, ઉલટી અને અપચા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
મશરૂમનું શાક તાજુ જ ખાવું વધુ સારું.
4. એગ અથવા એગ-કરી
જો તમે એગની કરી અથવા ભુર્જી બનાવો છો, તો એ તાત્કાલિક ખાઈ લો.
ફરીથી ગરમ કરવાથી એગનું પ્રોટીન ડેમેજ થઈ શકે છે અને પેટમાં બળતરા, ફૂડ-પોઈઝનિંગ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ફ્રીજમાં શું રાખવાથી જોખમ વધી જાય છે?
ફક્ત ફરીથી ગરમ કરવું જ નહીં, ખોટી રીતે સ્ટોર કરવું પણ નુકસાનકારક છે.
આ વસ્તુઓમાં જોખમ વધુ હોય છે:
- કાપેલા ફળ
- સલાડ
- ઠંડા ભાત
- બાફેલી વસ્તુઓ જેમ કે દાળ અથવા બટેટા
ઠંડા ભાતમાં Bacillus Cereus નામના બેક્ટેરિયા ઝડપથી વધી જાય છે, જે ફ્રીજમાં પણ મરતા નથી. એ ખાવાથી જોરદાર ઉલટી થઈ શકે છે.
આ જોખમથી કેવી રીતે બચવું?
- બાકી રહેલો ખોરાક વારંવાર ગરમ ન કરો
- પાનવાળી શાકભાજી તાજી જ ખાઓ
- ભાત લાંબા સમય સુધી ફ્રિજમાં ન રાખો
- કાપેલા ફળ તરત જ ખાઈ લો

