Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : These dry fruits provide immense benefits to the liver news

Health Tips : આ ડ્રાયફ્રૂટ્સનું સેવન કરવાથી લીવરને થાય છે અઢળક લાભ, આહાર કરો જરૂર સામેલ

Timeછેલ્લું અપડેટ : 10 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Health Tips : આ ડ્રાયફ્રૂટ્સનું સેવન કરવાથી લીવરને થાય છે અઢળક લાભ, આહાર કરો જરૂર સામેલ
સોર્સ : Google

લીવર શરીરની સફાઈ માટે કામ કરે છે. તે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢે છે, પાચનક્રિયા માટે મદદ કરે છે અને મેટાબોલિઝમને સ્વસ્થ રાખે છે. એવામાં લોકો લીવરને તંદુરસ્ત રાખવા ઘણી દવા ખાય છે, પરંતુ લીવરને તંદુરસ્ત રાખવા ખર્ચાળ સપ્લિમેન્ટની બિલકુલ જરૂર નથી. ડ્રાયફ્રૂટ પણ લિવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તો અહીં જાણો લીવરને સ્વસ્થ રાખવા કયા-કયા ડ્રાયફ્રૂટ મદદ કરી શકે છે. 

App Store

કિસમિસ

કિસમિસમાં રેસવેરાટ્રોલ જેવા કુદરતી ઍન્ટીઑક્સિડન્ટ હોય છે, જે લીવરના કોષોને શુદ્ધ કરે છે અને ત્યાં સોજો ઘટાડે છે. તેમજ કિસમિસમાં રહેલું ફાઇબર પાચન ક્રિયામાં મદદ કરે છે, દરરોજ એક મુઠ્ઠી કિસમિસ ખાવાથી લિવર સ્વસ્થ રહે છે.

બદામ 

બદામમાં વિટામિન E અને ઍન્ટીઑક્સિડન્ટ હોય છે. જે શરીરની ચરબીને બેલેન્સ રાખે છે, આનાથી ફેટી લીવરનું જોખમ ઓછું થાય છે. દરરોજ થોડી પલાળેલી કે શેકેલી બદામ ખાવાથી લીવરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

અખરોટ 

અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે, જે સોજા ઓછા કરવા માટે અને લીવરના જોખમને ઘટાડે છે. રોજ એક મુઠ્ઠી અખરોટ ખાવાથી લીવર સારી રીતે કામ કરે છે.  

ખજૂર

ખજૂરમાં ભરપૂર ફાઇબર હોય છે, જે પાચનક્રિયામાં સુધારો કરે છે અને શરીરમાંથી ઝેરી તત્ત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. આનાથી લીવર પરનો તણાવ ઓછો થાય છે. તેમાં પોટેશિયમ પણ હોય છે, જે લીવર માટે જરૂરી ખનિજ માનવામાં આવે છે. નાસ્તામાં ખજૂર ખાવાથી લીવરને પોષણ આપવાની એક મીઠી અને સ્વસ્થ રીત છે.

અંજીર

અંજીરમાં ફાઇબર અને એન્ટીઑકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે લિવરને નુકસાનથી બચાવે છે અને યોગ્ય પાચનક્રિયાને પ્રોત્સાહન આપે છે. તેમાં હાજર કુદરતી ઉત્સેચકો શરીરમાંથી ઝેરી તત્ત્વો દૂર કરવામાં મદદ કરે છે, જેનાથી લિવરનું કાર્ય વધે છે.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.