Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : This drink will remove fat accumulated in the liver

Health Tips : આ પીણું દૂર કરશે લીવરમાં જમા થયેલી ચરબી, નિરોગી રહેવા જરૂર કરો સેવન

Timeછેલ્લું અપડેટ : 09 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Health Tips : આ પીણું દૂર કરશે લીવરમાં જમા થયેલી ચરબી, નિરોગી રહેવા જરૂર કરો સેવન
સોર્સ : Google

આજકાલ લોકોમાં સ્વાસ્થ્ય સમસ્યા વધી છે. નાની વયમાં લોકો પણ હવે ડાયાબિટીસ અને હૃદય હુમલા જેવી ગંભીર સમસ્યાનો ભોગ બને છે. હૃદયના સ્વાસ્થ્ય માટે બ્લેક કોફીનું સેવન ફાયદાકારક છે. આરોગ્ય નિષ્ણાત કહે છે કે દુર્લભ બીમારીથી બચવા ખાનપાન પર ધ્યાન આપવું જોઈએ. જો યોગ્ય રીતે બ્લેક કોફીનું પીવામાં આવે તો જ સકારાત્મક અસર કરે છે.

App Store

બ્લેક કોફીનું યોગ્ય માત્રામાં સેવન જરૂરી

યુવાનોમાં બ્લેક કોફી પીવાનો ટ્રેન્ડ છે. બ્લેક કોફી ફક્ત શરીરમાં ઉર્જાનો સંચાર જ કરતી નથી પરંતુ લીવર માટે એક રક્ષક તરીકે પણ કાર્ય કરે છે. આરોગ્ય નિષ્ણાતે કહ્યું કે જો દૂધ અને ખાંડ વગર કોફીનું સેવન કરવામાં આવે તો જ સ્વાસ્થ્યમાં ફાયદો થાય છે. જો તમે સ્વાદના ચકકરમાં ક્રીમ, સ્વીટનર્સ અને દૂધ જેવી વસ્તુઓ સાથે કોફી પીશો, તો તે ફાયદાને બદલે નુકસાન પહોંચાડશે. શરીરને કોફીના આ સ્વસ્થ સંયોજનો મળે તેની ખાતરી કરવા માટે, બ્લેક કોફી પીવી મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત તમે લીલા શાકભાજી, ડ્રાયફ્રૂટસ, આખા અનાજ અને તાજા ફળોનો રોજિંદા આહારમાં સમાવેશ કરો.

લીવર અને હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

બ્લેક કોફીનું ખાલી પેટે સેવન દવા તરીકે કામ કરે છે. ખાંડ અને દૂધ વગરની બ્લેક કોફી ઔષધિ તરીકે કુદરતી પીણું છે. આ પીણું લીવરની ચરબી ઓગળવામાં મદદ કરે છે અને લાંબા ગાળાના નુકસાન સામે રક્ષણ આપે છે. દૂધ અને ખાંડ વગરની કોફી પીવાથી લીવર પર સકારાત્મક અસર કરે છે. બ્લેક કોફી લીવરમાં ચરબીને ઓગળવામાં મદદ કરે છે. દિવસમાં ત્રણથી ચાર કપ બ્લેક કોફી પીવાથી લીવર અને હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કોફીનું સેવન કરવાથી લીવરના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને ચયાપચયને વેગ મળશે. તેમજ હૃદય સંબંધિત સમસ્યાઓ દૂર થતા મૃત્યુનું જોખમ ઓછું થશે. 

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.