Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : These 4 fruits are a panacea for constipation problems

Health Tips : આ 4 ફળ કબજિયાતની સમસ્યાનો રામબાણ ઇલાજ

Timeછેલ્લું અપડેટ : 14 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Health Tips : આ 4 ફળ કબજિયાતની સમસ્યાનો રામબાણ ઇલાજ
સોર્સ : gstv

આજે ખોટી ખાનપાનની આદતના કારણે લોકોમાં કબજિયાતની સમસ્યા વધી છે. યુવાનો અને બાળકો પણ કબજિયાતની સમસ્યાથી પરેશાન થાય છે. હેલ્થ એક્સપર્ટ કહે છે કે રાત્રે મોડા ઊંઘવું તેમજ ઓછું પાણી પીવાની આદત તેનું કારણ હોઈ શકે છે. આ ઉપરાંત ઓછા ફાઇબરવાળા ખોરાક ખાવાના કારણે ચયાપચય મંદ પડે છે. પાચનતંત્ર નબળું પડતા આંતરડાની ગતિમાં સમસ્યા થાય છે. પેટ સાફ થતું નથી મને ગેસ અપચોની સમસ્યા થાય છે.

App Store

ફાઇબરવાળા ખોરાક કરો સામેલ

એકસપર્ટના મતે કબજિયાતની સમસ્યા દૂર કરવા રોજિંદા આહારમાં ફાઇબરવાળા ખોરાકને સામેલ કરવા જોઈએ. રોજિંદા આહારમાં અમુક ફળો ખાવાથી પાચનમાં સુધારો થશે અને કબજિયાતની સમસ્યામાંથી ઝડપી છુટકારો મળશે. આપણી આસપાસ ઘણા ખોરાક છે જે આ સમસ્યામાંથી ઝડપથી રાહત આપી શકે છે. વધુ પાણી પીવાની આદતની સાથે ખોરાકમાં પપૈયા, અંજીર અને કિવી જેવા ફળોની જરૂર સામેલ કરો. જાણો આ ફળોના ફાયદા.

પપૈયુંથી થશે લાભ

પપૈયું કબજિયાત માટે ખૂબ ફાયદાકારક છે. પપૈયાને કબજિયાત માટે સૌથી અસરકારક ફળ માનવામાં આવે છે. તેમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે, જે આંતરડાને અંદરથી સાફ કરે છે. તેમાં પપેઇન નામનું એન્ઝાઇમ પણ હોય છે, જે ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે. દરરોજ સવારે કે બપોરે પપૈયું ખાવાથી પેટને હલકું રાખવામાં મદદ મળે છે અને કબજિયાતમાં રાહત મળે છે. તેને રાંધેલા અને કાચું બંને રીતે ખાઈ શકાય છે. 

અંજીર અને કિવી ફાયદાકારક

કીવીમાં ફાઇબર અને એક ખાસ એન્ઝાઇમ હોય છે જે પાચનમાં સુધારો કરે છે. દરરોજ એક કે બે કીવી ખાવાથી ગેસ, એસિડિટી અને કબજિયાતથી રાહત મળે છે. તાજા અને સૂકા બંને અંજીર કબજિયાત માટે સારા માનવામાં આવે છે. તે ફાઇબરથી ભરપૂર હોય છે અને મળને નરમ બનાવે છે. 2-4 સૂકા અંજીરને રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે ખાલી પેટ ખાઓ. આ તમારા આંતરડાને સાફ કરવામાં મદદ કરશે.

નોંધ: આ સમાચાર માત્ર તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.