Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : Are you suffering from smog and pollution?

Health Tips : શું તમે ધુમ્મસ અને પ્રદૂષણથી પીડાઈ રહ્યા છો? ફેફસાંને સ્વચ્છ રાખવા માટે આ ઘરેલું ઉપાયોનો કરો ઉપયોગ

Timeછેલ્લું અપડેટ : 13 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Health Tips : શું તમે ધુમ્મસ અને પ્રદૂષણથી પીડાઈ રહ્યા છો? ફેફસાંને સ્વચ્છ રાખવા માટે આ ઘરેલું ઉપાયોનો કરો ઉપયોગ
સોર્સ : gstv

શિયાળાની ઋતુમાં ધુમ્મસને કારણે પ્રદૂષણનું સ્તર ઘણીવાર ઊંચું રહે છે. હવામાં રહેલા પ્રદૂષકો લોકોના ફેફસાંને અસર કરે છે. આવા હવામાનમાં, લોકો ઘણીવાર ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં દુખાવો અને અસ્થમા જેવા લક્ષણોથી પીડાય છે. આ લોકોને રાહત આપવા માટે ડાયેટિશિયને જણાવ્યું હતું કે દૈનિક આહારમાં કેટલાક કુદરતી ઘટકોનો સમાવેશ કરવાથી ફેફસાંને નોંધપાત્ર રાહત મળી શકે છે.

App Store

શિયાળા દરમિયાન હળદરનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. તે લગભગ દરેક ઘરમાં જોવા મળતો એક સામાન્ય ઘટક છે. હળદરમાં એક ઘટક કર્ક્યુમિન તત્ત્વ હોય છે, જેમાં એન્ટીઈફ્લેમેટરી અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો ધરાવે છે. તે સોજો અને ઓક્સિડેટીવ તણાવ ઘટાડવામાં ખૂબ અસરકારક છે. આ જ કારણ છે કે આ ઋતુમાં હળદરવાળું દૂધ પીવું અથવા રસોઈમાં હળદરનો ઉપયોગ કરવો ફાયદાકારક માનવામાં આવે છે.

આ ઋતુમાં આદુને પણ ખૂબ અસરકારક માનવામાં આવે છે. આદુમાં જોવા મળતું જીંજરોલ અને શોગાઓલ જેવા તત્વ ફેફસાં માટે ફાયદાકારક છે. કેટલાક સંશોધનો સૂચવે છે કે આદુ વાયુમાર્ગના સંકોચનને ઘટાડે છે અને શ્વાસ લેવાનું સરળ બનાવે છે. આદુ ઉધરસ અને ગળાના દુખાવામાં પણ રાહત આપે છે.

તુલસી ઘણા ઔષધીય ગુણધર્મોથી ભરપૂર છે. તેમાં એન્ટિમાઇક્રોબાયલ અને રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણધર્મો છે જે શરીરમાંથી અશુદ્ધિઓ દૂર કરવામાં મદદ કરે છે. તુલસીના પાન ચાવવાથી અથવા તુલસીની ચા પીવાથી ફેફસાં શાંત થાય છે અને શ્વસન સમસ્યાઓ ઓછી થાય છે. જો કે, ડાયાબિટીસ, થાઇરોઇડની સમસ્યા ધરાવતા લોકો અથવા લોહી પાતળું કરતી દવાઓ લેતા લોકો માટે નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

લીંબુ, નારંગી, કીવી અને આમળા જેવા સાઇટ્રસ ફળો વિટામિન સીના ઉત્તમ સ્ત્રોત છે. વિટામિન સી શરીરને પ્રદૂષણથી થતા નુકસાનથી રક્ષણ આપે છે. જ્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય છે, ત્યારે તે ચેપ અને શ્વસન રોગો સામે વધુ સરળતાથી લડી શકે છે. તેથી શિયાળાની ઋતુમાં દરરોજ એક સાઇટ્રસ ફળ ખાવાની ભલામણ કરવામાં આવે છે.

આ ઋતુમાં ગોળ ખાસ કરીને ફાયદાકારક માનવામાં આવે છે. તે શરીરમાંથી ધૂળ, ધુમાડો અને પ્રદૂષકોને દૂર કરવામાં મદદ કરે છે. તે ફેફસાંને પણ સાફ કરે છે અને ગળાને શાંત કરે છે. જો કે, ડાયાબિટીસ, સ્થૂળતા અથવા હાઈ બ્લડ સુગર ધરાવતા લોકોએ તેનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

નોંધ: આ સમાચાર માત્ર તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.