Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : soon as summer arrives fresh green okra starts arriving in the market.

Health Tips : ઉનાળામાં સ્વાસ્થ્યનો ખજાનો છે ભીંડા, આ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો છે રામબાણ ઈલાજ!

Timeછેલ્લું અપડેટ : 26 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Health Tips : ઉનાળામાં સ્વાસ્થ્યનો ખજાનો છે ભીંડા, આ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો છે રામબાણ ઈલાજ!
સોર્સ : gstv

ઉનાળો આવતાની સાથે જ બજારમાં તાજો લીલો ભીંડો આવવા લાગે છે.  ભીંડો એ મોટાભાગના લોકોનું પ્રિય શાક છે. ભીંડો માત્ર એક સ્વાદિષ્ટ શાક નથી પરંતુ તે ઘણા સ્વાસ્થ્ય લાભો પણ આપે છે. ભીંડામાં વિટામિન સી સારી માત્રામાં હોય છે. ભીંડામાં વિટામિન એ પણ છે. જે ત્વચાને સ્વસ્થ બનાવે છે. આ સિવાય મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ્સ, ફાઈબર અને લિનોલેનિક જોવા મળે છે. ભીંડા ખાવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ ખૂબ જ ફાયદાકારક શાક છે. જાણો ભીંડાના અન્ય શું ફાયદા?

App Store

ડાયાબિટીસને કંટ્રોલ કરો

જે લોકોનું બ્લડ સુગર લેવલ વધારે રહે છે તેણે ભીંડાનું સેવન કરવું જોઈએ. ભીંડામાં એન્ટી-હાયપરગ્લાયકેમિક અને એન્ટી-ડાયાબિટીક તત્વ હોય છે, જે લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઘટાડે છે. ભીંડામાં રહેલા ફાઈબર બ્લડ ગ્લુકોઝને નિયંત્રિત કરવામાં ફાયદાકારક છે.

હૃદયને રાખશે સ્વસ્થ

ભીંડો હૃદયના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક શાકભાજી છે. ભીંડામાં પેક્ટીન નામનું તત્વ હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને હૃદયને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. જ્યારે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય છે ત્યારે હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધી જાય છે. જે લોકો રોજ ભીંડા ખાય છે તેનું કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે.

રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવશે

જે લોકો ભીંડા ખાય છે, તેની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય છે. ભીંડામાં વિટામિન સી જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.  ભીડો  વાયરલ ઇન્ફેક્શનને રોકવામાં મદદરૂપ છે.

વજન ઘટાડવું

ભીંડા ખાવાથી વજન પણ નિયંત્રણમાં રહે છે. ભીંડામાં જોવા મળતા સારા કાર્બોહાઇડ્રેટ્સ અને ચરબી સ્થૂળતાને નિયંત્રિત કરે છે. ભીંડી ફાઈબરથી ભરપૂર હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. જો તમે પણ પાતળા થવું છે તો ભીંડાને ડાયટમાં જરૂર સામેલ કરો.

  પાચનશક્તિ બને છે મજબૂત

 જે લોકોને પાચન સંબંધી સમસ્યા હોય તેમણે ભીંડા જરૂર ખાવા જોઈએ. ભીંડામાં ઘણા ઔષધીય ગુણો છે, જે પાચનતંત્રને સુધારે છે. ભીંડામાં જોવા મળતા ફાઇબર તમારા પેટ અને પાચનતંત્રને સુધારે છે. જે લોકો ઉનાળામાં પેટની સમસ્યાથી પરેશાન હોય તેમણે ભીંડાનું સેવન અવશ્ય કરવું જોઈએ.

કોણે ભીંડાનું સેવન ના કરવું?

બીજી બાજુ અમુક વ્યક્તિઓએ ભીંડા ખાવાનું ટાળવું જોઈએ - ખાસ કરીને નાના બાળકો અને સગર્ભા સ્ત્રીઓએ, જેણે તેનું વધુ પડતું સેવન કરવાનું ટાળવું જોઈએ. એવી ઘણી અન્ય ખાદ્ય વસ્તુઓ છે જેની સાથે ભીંડાનું સેવન ન કરવું જોઈએ.

નોંધ : તમને જાગૃત કરવાના હેતુથી આ આર્ટિકલ લખવામાં આવ્યો છે.