Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : Eating these foods together is extremely dangerous for health

Health Tips : સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે આ આહાર એકસાથે ખાવો, અનેક બીમારીને આપશે આમંત્રણ! 

Timeછેલ્લું અપડેટ : 25 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Health Tips : સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે આ આહાર એકસાથે ખાવો, અનેક બીમારીને આપશે આમંત્રણ! 
સોર્સ : gstv

આજકાલ ઘણી બીમારીઓ ખોટા ખાનપાનને કારણે થઈ રહી છે. ઘણીવાર આપણને જે હેલ્ધી લાગતા ખોરાક હોય છે, તે જો ખોટી વસ્તુઓ સાથે ખાવામાં આવે તો પાચન બગાડી શકે છે. માત્ર પાચન જ નહીં, પણ ખોટા ફૂડ કોમ્બિનેશનથી ત્વચાની સમસ્યાઓ, ગેસ અને એસિડિટી પણ થઈ શકે છે. આ મુશ્કેલીઓથી બચવા માટે કઈ વસ્તુઓ સાથે કઈ વસ્તુ ન ખાવી જોઈએ તે જાણવું જરૂરી છે.

App Store

ક્રીમ અને મીઠું

ક્રીમ, દૂધ અને મીઠું મિક્સ કરીને ખાવું હાનિકારક હોઈ શકે છે. સામાન્ય રીતે એક-બે વાર ખાવાથી કદાચ કંઈ ન થાય, પરંતુ જો તમારી ખાવાની આદતમાં એવી વસ્તુઓ સામેલ છે જેમાં હેવી ક્રીમમાં મીઠું નાખીને તૈયાર કરવામાં આવ્યું હોય (જેમ કે વ્હાઇટ સોસ પાસ્તા), તો તે ત્વચાના રોગો પેદા કરી શકે છે.

 દૂધ અને ખાટા ફળો

દૂધ પીધા પછી અથવા દૂધની સાથે કોઈ પણ પ્રકારના ખાટા ફળો જેમ કે દ્રાક્ષ, સંતરા, કીવી કે પાઈનેપલ ભૂલથી પણ ન ખાવા જોઈએ. આ પાચનતંત્ર પર ખરાબ અસર કરે છે અને ગેસ, એસિડિટી તથા પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે.

માછલી પછી દહીં

જે લોકો માછલી ખાય છે, તેમણે માછલીની સાથે અથવા તે પછી તરત જ દહીંની વસ્તુઓ જેવી કે રાયતું, લસ્સી કે છાશથી દૂર રહેવું જોઈએ. જો ભૂલથી પણ માછલી અને દહીં સાથે ખાઈ લેવામાં આવે તો પેટમાં દુખાવો, રિએક્શન અને ગેસની સમસ્યા થઈ શકે છે.

કારેલા અને દૂધ

આયુર્વેદમાં કારેલા અને દૂધ બંનેની પ્રકૃતિ અલગ-અલગ બતાવવામાં આવી છે. જો આ બંનેને સાથે ખાવામાં આવે અથવા કારેલા ખાધા પછી તરત જ દૂધ પીવામાં આવે તો તેનાથી પાચન બગડી શકે છે.

ઈંડા અને કેળા

ઈંડામાં પ્રોટીનનું પ્રમાણ ઘણું વધારે હોય છે અને તેને પચાવવા માટે ઘણો સમય લાગે છે. જ્યારે કેળામાં ફાઈબર ભરપૂર હોય છે. આ બંને વસ્તુઓ એકસાથે ખાવાથી પાચનમાં ભારે મુશ્કેલી પડે છે, જેના પરિણામે અપચો, ગેસ અને પેટમાં દુખાવો થઈ શકે છે.

જામફળ અને કાકડી

જામફળ અને કાકડી બંનેની પ્રકૃતિ બિલકુલ અલગ હોય છે. કાકડીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે જામફળમાં ફાઈબર વધારે હોય છે. બંનેના પાચનનો સમય અલગ-અલગ હોય છે. આથી બંનેને સાથે ખાવાથી પેટને લગતી તકલીફો ઊભી થઈ શકે છે.

નોંધ: તમને જાગૃત કરવાના હેતુથી આ આર્ટિકલ લખવામાં આવ્યો છે