Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : Read this before drinking sugarcane juice in changing weather

Health Tips: સ્વાસ્થ્ય સાથે ચેડાં ન કરો: બદલાતા હવામાનમાં શેરડીનો રસ પીતા પહેલા આટલું જરૂર વાંચજો

Timeછેલ્લું અપડેટ : 20 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Health Tips: સ્વાસ્થ્ય સાથે ચેડાં ન કરો: બદલાતા હવામાનમાં શેરડીનો રસ પીતા પહેલા આટલું જરૂર વાંચજો
સોર્સ : gstv

ફેબ્રુઆરી મહિનામાં જ આ વર્ષે ગરમીનો અનુભવ ધીરે ધીરે શરૂ થઈ ગયો છે. ખાસ કરીને અમદાવાદ જેવા મોટા શહેરોમાં હવે ગરમીની અસર દેખાવા લાગી છે. જોકે આપણા ત્યાં જ્યારે પણ ગરમીની સીઝન શરૂ થવાની હોય ત્યારે શેરડીનો રસ તમને દરેક રસ્તા અને દરેક ગલીઓ પર જોવા મળશે. હવે તો ઘર આંગણે શેરડીનો રસ વેચવા માટે લોકો આવતા હોય છે.

App Store

ગરમી વધતાની સાથે લોકો ઠંડી વસ્તુઓ ખાવાનું શરૂ કરી દે છે. પરંતુ શું આ વાત સ્વાસ્થ્ય માટે યોગ્ય છે કે નહીં તે સવાલ દરેકને થતો હોય છે. બદલાતા વાતાવરણમાં ખાવા પીવામાં થતી બેદરકારી તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

આજે તમને જણાવીશું કે શું આવા વાતાવરણમાં શેરડીનો રસ પીવો જોઈએ કે ન પીવો જોઈએ અને તમારે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે. શેરડીના રસને ગરમીની સીઝનમાં એક જ્યુસ તરીકે લોકો પીતા હોય છે. શેરડીનો રસ પેટને ઠંડું રાખે છે અને ગરમી, લૂ અને તડકાથી બચાવીને રાખે છે. 

જોકે હાલ ફેબ્રુઆરીમાં જ વાતાવરણ ઝડપથી બદલાઈ રહ્યું છે. આવા સમયે વધારે ઠંડી વસ્તુઓનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ઠીક નથી. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે બદલાતા વાતાવરણ સમયે લોકો જલ્દી બીમાર પડતા હોય છે. આ સમયે ખાવા પીવામાં કરવામાં આવેલ બેદરકારી શરદી અને તાવનું કારણ બની શકે છે. સાથે જ પેટમાં પણ ઇન્ફેક્શન થવાની શક્યતાઓ હોય છે.

હાલ બદલાતા વાતાવરણમાં જે વસ્તુ વધારે ઠંડી છે તે ખાવી પીવી શરીર માટે નુકસાનકારક છે. શેરડીનો રસ ફાયદાકારક છે પણ મે અને જૂનમાં જ્યારે વધારે ગરમી પડે છે ત્યારે શરીરને તેની જરૂર પડતી હોય છે.

જો સ્વાદ માટે તમે શેરડીનો રસ પી રહ્યા છો તો દિવસના સમયે જ્યારે ગરમી વધારે હોય ત્યારે પીવાનું રાખજો. આવા સમયે શેરડીના રસમાં બરફ નાખીને જરા પણ ન પીતા. આનાથી તમારું ગળું ખરાબ થવામાં જરા પણ વાર નહીં લાગે અને તમે જલ્દી બીમાર પડશો. 

શેરડીનો રસ પીઓ ત્યારે તેમાં હંમેશા થોડુંક લીંબુ અને આદુ જરૂર નાખજો. જેથી શરીરને વધારે નુકસાન ન થાય. મહત્વની વાત એ છે કે આવા બદલાતા વાતાવરણ વચ્ચે શેરડીનો રસ પીવાની આદત યોગ્ય નથી. એક વારમાં તમારે 100 થી 200 મિલી કરતા વધારે રસ ન પીવો જોઈએ.

નોંધ: આ લેખ ફક્ત તમને જાગૃત કરવાના હેતુ માટે છે. સ્વાસ્થ્ય સમસ્યા અથવા તબીબી સ્થિતિ સંબંધિત કોઈપણ પ્રશ્નો માટે હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.